દાંડીયાત્રા : આઝાદીના 75 વર્ષની ઊજવણી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કૂલ કોલેજોને શું આપી સલાહ?

દાંડીયાત્રા : આઝાદીના 75 વર્ષની ઊજવણી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કૂલ કોલેજોને શું આપી સલાહ?
પીએમ મોદીએ કહ્યું આઝાદીના સંઘર્ષની ઊર્જા આખા દેશમાં ફરી જાગૃત થઈ રહી છે

. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો (Azadi Ka amrut Mahotsav) મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજ્યવાર જનજાગૃતિ અને આંદોલન પ્રેરાય, ભારતનો ભવ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળ ઉજાગર થાય સાથે ભારતના વિકાસને દર્શાવવાનો છે.

  • Share this:
    અમદાવાદ : ભારતની આઝાદીના 75માં વર્ષે (75th Year of Indian independence) ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (Aazadi Ka Amrut Mahotsav) ઉજવણીનો કર્ટેન રેઇઝર કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની (PM Modi) ઉપસ્થિતિમાં સાબરમતી આશ્રમ (Sabarmati Ashram) અમદાવાદ ખાતે 12 માર્ચના રોજ યોજાઈ.આ ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં આગામી 75 અઠવાડિયા દરમિયાન 75 કાર્યક્રમો યોજાશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો (Azadi Ka amrut Mahotsav) મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજ્યવાર જનજાગૃતિ અને આંદોલન પ્રેરાય, ભારતનો ભવ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળ ઉજાગર થાય સાથે ભારતના વિકાસને દર્શાવવાનો છે.

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ઊજવણીમાં લોકભાગીદારી ખૂબ મહત્વની છે. પીએમ મોદીએ જણાવ્યું કે જનજન સુધી આ ચળવળને લઈ જવા માટે શાળા કૉલેજોએ પણ જોડાવું જોઈએ.



    આ પણ વાંચો : Dandi Yatra LIVE : PM મોદીએ કહ્યું,'વેક્સીનની આત્મનિર્ભરતાએ સમગ્ર વિશ્વમાં ભારતના સામર્થનો પરિચય કરાવ્યો'

    તેમણે કહ્યું, ' નાગરિકાનાં મૌલિક વિચારોથી અગણિત આઇડિયા બહાર આવશે. કેટલીક વાતો જનભાગીદારીથી બહાર આવશે. દેશનો કોઈ એવો નાગરિક ન હોવો જોઈએ જે અમૃત મહોત્સવથી જોડાયેલો ન હોય. દરેક શાળાઓનાં વિદ્યાર્થી જુદા જુદા સ્કૂલ નાના ગ્રુપમાં આઝાદીના આંદોલનના 75 મહાનુભાવોના વેશભૂશા પહેરીને કૉમ્પિટશન કરે. શાળામાં આઝાદીના લડવૈયાઓની 75 પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવે અને શાળાના શિક્ષકો નાના વિદ્યાર્થીઓને પૂછે કે આ મહાનુભાવ કોણ છે? તેના દ્વારા તેમના સંઘર્ષ અને ચરિત્રનું શિક્ષણ આપવામાં આવે.'



    કૉલેજને સલાહ

    પીએમ મોદીએ કહ્યું કે હું દરેક લૉ સ્કૂલ અને કૉલેજને આગ્રહ કરું છું કે આઝાદીની લડાઈની કાનુની લડાઈ કેવી રીતે લડાઈ? એ ક્યાં લોકો હતા. અંગ્રેજોની જ્યૂડિસરીનું વલણ કેવું હતું તે શોધે? નાટ્ય વિભાગના લોકો આના પર 75 નાટક બનાવે. પર્ફોમિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ આ પ્રકારે પેઇન્ટિંગ બનાવે. મ્યુઝિકના વિદ્યાર્થીઓ ગીતો લખે બનાવે. જિલ્લા-રાજ્ય સ્તરે કૉમ્પિટશન યોજવામાં આવે અને બાદમાં તેને ડિજિટાઇઝ કરવામાં આવે'

    આ પણ વાંચો : સાબરમતી આશ્રમમાં આવીને તપ અને ત્યાગની ભાવના વધી જાય છે: પીએમ મોદી

    કલા-મનોરંજન જગતને અપીલ

    પીએમ મોદીએ કહ્યું કે 'હું કલા-નાટ્ય, ચિત્ર, સંગીત, ડિજિટલ મનોરંજન જગતને અપીલ કરું છું કે તમે આ અમૃત મહોત્સવમાં જોડાઓ અને ભવ્ય વારસાની ઘટનાઓ પર કઈને કઈ કૃતિ તૈયાર કરો. દરેક નાગરિકો જોડાશે અને એક ડગલું આગળ વધશે તો દેશ 130 કરોડ ડગલા આગળ વધી જશે. આ કામ 15 ઑગષ્ટ પહેલાં થઈ જવું જોઈએ. મને વિશ્વાસ છે જેમ જેમ 15 ઑગસ્ટ નજીક આવશે ત્યારે આ મહોત્સવ એવો મહોત્સવ બની જશે ત્યારે આઝાદીના દિવાનાઓને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે'
    Published by:Jay Mishra
    First published:March 12, 2021, 13:14 pm

    ટૉપ ન્યૂઝ