ગુજરાતમાં 18થી 22 એપ્રિલ દરમિયાન રાજ્યવ્યાપી આરોગ્યમેળાનું (Health fairs) આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના 248 તાલુકાઓમાં બ્લોક સ્તરે આરોગ્યલક્ષી અનેકવિધ પ્રવૃતિઓ યોજીને લોકોને આરોગ્યપ્રદ (Healthy) બનાવવાની દિશામાં આ નવતર પહેલ છે.
અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav) અંતર્ગત અલગ અલગ લોક જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. પરંતુ પ્રથમ વખત રાજ્યભરમાં તાલુકા સ્તરે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 18થી 22 એપ્રિલ દરમિયાન રાજ્યવ્યાપી આરોગ્યમેળાનું (Health fairs) આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના 248 તાલુકાઓમાં બ્લોક સ્તરે આરોગ્યલક્ષી અનેકવિધ પ્રવૃતિઓ યોજીને લોકોને આરોગ્યપ્રદ બનાવવાની દિશામાં આ નવતર પહેલ છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પાંચ દિવસીય આરોગ્ય મેળામાં રાજ્યના વધુમાં વધુ લાભાર્થીઓને આરોગ્યલક્ષી સેવાઓના લાભ થી લાભાન્વિત બનીને આરોગ્યપ્રદ બનવા અનુરોધ કર્યો છે.
ગ્રામ્ય સ્તરે આરોગ્યલક્ષી કેમ્પ યોજીને લોકોમાં આરોગ્યસેવાઓ અને સુવિધાઓ સંદર્ભે જનજાગૃતિ વધે તે આશયથી જનજાગૃતિના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હેલ્થમેળામાં એક જ સ્થળથી આરોગ્યસેવાઓ અને જુદી-જુદી આરોગ્યવિષયક યોજનાઓના લાભ મળી રહે તે પ્રકારનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.
18થી 22 એપ્રિલ દરમિયાન એટલે કે 5 દિવસીય આરોગ્યમેળામાં આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ દ્વારા સંચાલીત વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની માહિતી આપવામાં આવશે. આયુષ્માન ભારત ડિજીટલ હેલ્થ મિશન અંતર્ગત યુનિક હેલ્થ આઇ.ડી.કાર્ડ બનાવવાની કામગીરી હાથ ધરાશે. ટી.બી. નિર્મૂલન કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.
આરોગ્ય મેળામાં તાલુકા સ્તરીય આરોગ્યલક્ષી સંસ્થાઓ પી.એચ.સી., સી.એચ.સી., અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં આ મેળાઓ યોજીને તેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા (આયુષ્યમાન) કાર્ડ પણ કાઢી આપવામાં આવશે.
જુદા જુદા પ્રકારના ચેપી અને બિન ચેપી રોગ સંદર્ભે અટકાયતી પગલાથી પણ લોકોને માહિતગાર કરવામાં આવશે. 18થી 22 એપ્રિલ દરમિયાનના આરોગ્ય મેળાઓમાં પ્રાથમિક આરોગ્ય સંભાળ કેન્દ્રોમાં બ્લડ ડોનેશન કેમ્પ, અંગદાન માટે રજીસ્ટ્રેશન, ટેલીકન્સલ્ટિંગ, વિવિધ રોગોનું સ્ક્રીનીંગ અને ઝડપી નિદાન, દવાઓ વિતરણ કરવામાં આવશે.
આરોગ્ય મેળાનું તાલુકાએ આયોજન કરવાનો ઉદ્દેશ્ય છે કે લોકો પોતાના સ્વાસ્થ અંગે જાગૃત થાય અને નિદાન કરવી યોગ્ય સારવાર મેળવે તેમજ આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવશે.આ આરોગ્ય મેળામાં અરોગ્ય લક્ષી સુવિધાઓ મળશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર