Home /News /madhya-gujarat /

આયુષ્માન ભારત માટે યોજાયેલા CMના કાર્યક્રમમાં BJP ધારાસભ્યોની જ ગેરહાજરી!

આયુષ્માન ભારત માટે યોજાયેલા CMના કાર્યક્રમમાં BJP ધારાસભ્યોની જ ગેરહાજરી!

વિજય રૂપાણી (ફાઇલ તસવીર)

એક અંદાજ પ્રમાણે રાજ્યના 2.25 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે. આ તમામ લોકોને સરકારી ખર્ચે સારવાર પૂરી પાડવામાં આવશે.

    અમદાવાદઃ પીએમ મોદીએ આજે દેશની સૌથી મોટી સ્વાસ્થ્ય સ્કિમ આયુષ્યમાન ભારત (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના)નું લોન્ચિંગ કર્યું હતું. આ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ કાર્યક્રમમાં બીજેપીના કેટલાક ધારાસભ્યો આમંત્રણ છતાં ગેરહાજર રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રીએ આ વાતની ગંભીરતાથી નોંધ લીધી છે.

    ગુજરાતમાં થશે આયુષ્માન ભારતનો પ્રારંભ

    પીએમ મોદી ઝારખંડના રાંચી ખાતેથી આયુષ્માન ભારતનો પ્રારંભ કરાવ્યો હતો. તેની સાથે જ આ યોજના દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગૂ થઈ ગઈ છે. ગુજરાતમાં મુખ્યમંત્રીની હાજરીમાં આ યોજનાનો શુભારંભ થયો હતો. રાજ્યના 44 લાખથી વધારે પરિવારને આ યોજનાનો લાભ મળશે. આ તમામ લોકોને સરકારી ખર્ચે સારવાર પૂરી પાડવામાં આવશે. એક અંદાજ પ્રમાણે રાજ્યના 2.25 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે.

    આ પણ વાંચોઃ આયુષ્માન ભારત યોજના: કઇ રીતે મળશે મફત વીમો, જાણો સંપૂર્ણ માહિતી

    સીએમના કાર્યક્રમમાં ધારાસભ્યોની ગેરહાજરી

    સિવિલ હોસ્પિટલ ખાતે સીએમના કાર્યક્રમમાં આમંત્રણ છતાં અનેક ધારાસભ્યો ગેરહાજર રહ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે. ગેરહાજર રહેનારા લોકોમાં મણિનગરના ધારાસભ્યો સુરેશ પટેલ, સાબરમતીના ધારાસભ્ય અરવિંદ પટેલ, અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ, ઠક્કરબાપા નગરના ધારાસભ્ય વલ્લભ કાકડિયાનો સમાવેશ થાય છે.

    ધારાસભ્યો ઉપરાંત કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન અમુલ ભટ્ટ તેમજ વિવિધ કમિટિઓના ચેરમેનો પણ ગેરહાજર રહ્યા છે. કોર્પોરેશનના મોટાભાગના બીજેપીના કોર્પોરેટરો અને હોદેદારો પણ આ કાર્યક્રમથી દૂર રહ્યાની માહિતી મળી છે. ધારાસભ્યો અને હોદેદારો કાર્યક્રમથી દૂર રહેતા આ અંગેની ગંભીર નોંધ શહેર બીજેપી પ્રમુખ અને સીએમ રૂપાણીએ લીધી છે. એવી પણ માહિતી મળી છે કે રૂપાણી શહેર બીજેપી પ્રમુખ જગદીશ પંચાલને આ અંગે ખુલાસો આવાનું કહ્યું છે.

    આ કાર્યક્રમમાં સીએમ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ જગદીશ પંચાલ, પ્રદીપ પરમાર, બલરામ થાવાણી, કિશોર ચૌહાણ, ભૂપેન્દ્રસિંહ પટેલ સહિતના ધારાસભ્યો હાજર રહ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ayushyaman Bharat, Health Scheme, PM JAY, Pradhanmantri Jan Arogya Yojana, પીએમ મોદી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन