Home /News /madhya-gujarat /

ભારતની આ જગ્યાઓ પર 37 કેન્ટોન્મેન્ટ હોસ્પિટલોમાં આયુર્વેદ ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવશે 

ભારતની આ જગ્યાઓ પર 37 કેન્ટોન્મેન્ટ હોસ્પિટલોમાં આયુર્વેદ ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવશે 

સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર અને આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાકેશ કોટેચા વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો

Cantonment Hospital: એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, સંરક્ષણ મંત્રાલય (Ministry of Defense,)ના સંરક્ષણ એસ્ટેટના મહાનિદેશાલય (DGDE)ના અધિકારીઓ અને આયુષ મંત્રાલયના અધિકારીઓ આ 37 આયુર્વેદ કેન્દ્રોની કામગીરીમાં ઘનિષ્ઠતાથી સહયોગ સાથે કામ કરશે

વધુ જુઓ ...
ચિકિત્સા માટે ભારતીય પરંપરાગત આયુર્વેદ (Ayurveda Clinic) પ્રણાલીના લાભો વ્યાપક સંખ્યામાં લોકો સુધી પહોંચાડવાના દૃષ્ટિકોણ સાથે, સંરક્ષણ મંત્રાલયે 01 મે 2022ના રોજથી સમગ્ર દેશમાં 37 કેન્ટોન્મેન્ટ હોસ્પિટલો (Cantonment Hospital)માં આયુર્વેદ કેન્દ્રો ખુલ્લા મૂકવાનો નિર્ણય લીધો છે.

તાજેતરમાં સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર અને આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાકેશ કોટેચા વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પગલાંથી સશસ્ત્ર દળના જવાનો, તેમના પરિવારો અને આ હોસ્પિટલોમાંથી આરોગ્ય સેવાઓ મેળવી રહેલા સામાન્ય નાગરિકો સહિત કેન્ટોન્મેન્ટના રહેવાસીઓને સારી રીતે સ્થાપવામાં આવેલી અને સમય અનુસાર પરખાયેલી આયુર્વેદ ઉપચાર ચિકિત્સાઓ ઉપલબ્ધ થશે. આ પહેલને સમર્થન આપવા માટે, આયુષ મંત્રાલય દ્વારા આ 37 કેન્ટોન્મેન્ટ હોસ્પિટલોને કૌશલ્યવાન આયુષ ડૉક્ટરો અને ફાર્માસિસ્ટ પૂરા પાડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો- Sergey Lavrov India Visit: યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ ભારત પહોંચ્યા

એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, સંરક્ષણ મંત્રાલય (Ministry of Defense,)ના સંરક્ષણ એસ્ટેટના મહાનિદેશાલય (DGDE)ના અધિકારીઓ અને આયુષ મંત્રાલયના અધિકારીઓ આ 37 આયુર્વેદ કેન્દ્રોની કામગીરીમાં ઘનિષ્ઠતાથી સહયોગ સાથે કામ કરશે.1 મે થી 37 કેન્ટોન્મેન્ટ હોસ્પિટલોમાં આયુર્વેદ ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવશે. આર્યુવેદ નાં નવ ગુણને કારણે આર્યુવેદિક હોસ્પિટલથી રાજ્યને મોટો ફાયદો થશે. આ કેન્ટોન્મેન્ટ હોસ્પિટલોની યાદી નીચે આપ્યા અનુસાર છે.

આ પણ વાંચો- Gujarat BJP: રાજ્યના પૂર્વે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નજીકના પ્રાગજી પટેલની ભાજપમાં ઘર વાપસી થઇ

37 કેન્ટોન્મેન્ટ હોસ્પિટલોની યાદી

1 આગ્રા, 2 આલ્હાબાદ, 3 બરેલી, 4 દહેરાદૂન, 5 મહુ, 6 પંચમઢી, 7 શાહજહાપુર, 8 જબલપુર, 9 બાદામીબાગ, 10 બેરકપુર, 11 અમદાવાદ, 12 દેહુરોડ, 13 ખડકી, 14 સિંકદરાબાદ, 15 દગશાઇ, 16 ફીરોઝપુર, 17 જલંધર, 18 જમ્મુ, 19 જતોગ, 20 કસૌલી, 21 ખાસ્યોલ, 22 સુબાથુ, 23 ઝાંસી, 24 બબીના, 25 રુડકી, 26 દાણાપુર, 27 કામ્પ્તી, 28 રાણીખેત, 29 લેંસડાઉન, 30 રામગઢ, 31 મથુરા, 32 બેલગાંવ, 33 મોરર, 34 વેલિંગ્ટન, 35 અમૃતસર, 36 બાકલોહ, 37 ડેલહાઉસી.
Published by:rakesh parmar
First published:

Tags: Ayurveda, Ayush mantralaya, Defense minister

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन