રાજ્યના કૅબિનેટ મંત્રી ચુડાસમાએ રામ મંદિરના નિર્માણ માટે 29 વર્ષથી રાખેલી માનતા પૂર્ણ થઈ!

News18 Gujarati
Updated: November 9, 2019, 3:49 PM IST
રાજ્યના કૅબિનેટ મંત્રી ચુડાસમાએ રામ મંદિરના નિર્માણ માટે 29 વર્ષથી રાખેલી માનતા પૂર્ણ થઈ!
મંત્રી ભુપેન્દ્રસિંહની બાધા પૂર્ણ થઈ

ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ વર્ષે 1990 માં અયોધ્યામ રામ મંદિર બને તે માટે મીઠાઈ ન ખાવાની બાધા લીધી હતી.આજે તે બાધા હવે પૂર્ણ થઈ છે.

  • Share this:
મયુર માકડિયા, અમદાવાદ : અયોધ્યામાં (Ayodhya) રામ જન્મભૂમિ (Ramjnambhoomi)ના કેસમાં સુપ્રીમ કોર્ટના (Suprem Court)ના નિર્ણય સાથે ગુજરાતના (Gujarat)ના સિનિયર કેબિનેટ મંત્રી (Cabinet Minister) ભુપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama)ની 29 વર્ષે જૂની બાધા (Relgious vows) પૂર્ણ થઈ છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ વર્ષે 1990 માં અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir) બને તે માટે મીઠાઈ ન ખાવાની બાધા લીધી હતી આજે તે બાધા હવે પૂર્ણ થઈ છે.

વિતેલી સદીથી ચાલી રહેલો અયોધ્યાનો રામ મંદિરનો વિવાદ હવે પૂર્ણ થયો છે. દેશની સર્વોચ્ચ અદાલતે દ્વારા આજે જજમેન્ટની સાથે અયોધ્યામાં વિવાદિત રામ જન્મભૂમિ 'રામ લલા બિરાજમાન'ને આપવાનો ચુકાદો આપ્યો છે, ત્યારે ગુજરાતના સિનિય કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની 29 વર્ષે જૂની બાધા હવે ફળી છે. વર્ષે 1990માં રામ મંદિરના નિર્માણ માટે નીકળેલી રથયાત્રા સમયે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અયોધ્યામાં રામ મંદિર બને તે માટે બાધા રાખેલ હતી.જે અંતર્ગત છેલ્લા 29 વર્ષે થી ભુપેન્દ્ર સિંહ એ કોઈ પણ જાતની મીઠાઈ ખાતા નહોતા.

આ પણ વાંચો : રામ જન્મભૂમિ કેસ : તોગડિયાએ કહ્યું,'ચાર લાખ પૂર્વજોનું સ્વપ્ન પૂરૂં થયું'

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 માં ભુપેન્દ્રસિંહ ચુડાસમા ની એક માત્ર ઑફીસ એવું છે કે જ્યાં તેમને મળવા આવનાર તમામ મુલાકાતીઓનું મીઠું મોઢું બારે માસ કરવામાં આવે છે, પરંતુ મીઠું મોઢું કરાવનાર ભુપેન્દ્રસિંહ જ રામ મંદિર માટે છેલ્લા 29 વર્ષે થી પોતાનું મોઢું મીઠું નથી કર્યું.

આ પણ વાંચો :  Ayodhya Verdict: 10 પોઇન્ટમાં સમજો સુપ્રીમ કોર્ટનો આખો નિર્ણય

આ મામલે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી એ ભુપેન્દ્રસિંહ ચુડામાં સાથે વાત કરતા જણાવ્યું હતું કે 'જ્યારે સોમનાથથી અયોધ્યા સુધી 25 સપ્ટેમ્બર 1990માં યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે તે યાત્રામાં હું પણ શામેલ થયો હતો, મેં ભગવાનની બાધા રાખી હતી કે જ્યાં સુધી અયોધ્યામ રામ મંદિર નહિ બને ત્યાં સુધી હું મીઠાઈ નહિ ખાવ, આજે 29 વર્ષે બાદ મારી એ બાધા ફળી છે'
First published: November 9, 2019
વધુ વાંચો
अगली ख़बर