અયોધ્યા ચુકાદો: ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ

News18 Gujarati
Updated: November 9, 2019, 7:03 AM IST
અયોધ્યા ચુકાદો: ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ
સુરક્ષાના ભાગરૂપે ગુજરાત પોલીસે તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરી છે. એટલું જ નહીં તમામ પોલીસ કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ કરાયો.

સુરક્ષાના ભાગરૂપે ગુજરાત પોલીસે તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરી છે. એટલું જ નહીં તમામ પોલીસ કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ કરાયો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ અયોધ્યા (Ayodhya)ના રામ જન્મભૂમિ (Ram Janambhoomi) અને બાબરી મસ્જિદ (Babri Mosque) વિવાદ પર સુપ્રીમ કોર્ટ શનિવારે ચુકાદો આપશે. સવારે 10.30 કલાકે ચુકાદો આવી શકે છે. સુરક્ષાના ભાગરૂપે ગુજરાત પોલીસે (Gujarat police) તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરી છે. એટલું જ નહીં તમામ પોલીસ કર્માચરીઓએ હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ કર્યો છે. આ ચુકાદાને ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

પોલીસ કર્મીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ


પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આવતી કાલ શનિવારે રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ ઉપર સુપ્રીમ કોર્ટ ચુકાદો આપવા જઈ રહી છે જેના પગલે ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને તમામ પોલીસ કર્મચારીઓને પોતાનું હેડક્વાર્ટર ન છોડાવ આદેશ પણ કર્યો છે. દેશનો મહત્વનો ચુકાદો આવવાનો છે જેના પગલે કોઈ કોમી હિંસા ન ભડકે અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ-અયોધ્યા મામલો : કાલે સવારે 10.30 કલાકે આવી શકે છે નિર્ણય, યૂપીમાં એલર્ટ

દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ કરવા આદેશગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વીડિયો કૉન્ફરન્સથી દરેક DM (District Magistrates) અને SP (Superintendent of Police) સાથે વાત કરી હતી. યોગી આદિત્યનાથે આદેશ કર્યો કે રાજ્ય સ્તરે એક કંટ્રોલ રૂમ તેમજ દરેક જિલ્લામાં એક-એક કંટ્રોલ રૂમ તાત્કાલિક ધોરણે ઊભા કરવામાં આવે. આ કંટ્રોલ રૂમ 24 કલાક કામ કરશે. મુખ્યમંત્રીએ કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં લખનઉ અને અયોધ્યામાં એક-એક હેલિકોપ્ટરની તાત્કાલિક વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે.

આ પણ વાંચોઃ-તમારું 15 મિનિટનું વૉક વૈશ્વિક આર્થીક મંદી દૂર કરી શકે છે: અભ્યાસ

દરેક જિલ્લામાં અસ્થાયી જેલ બનશે

બીજી તરફ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને દરેક જિલ્લામાં અસ્થાયી જેલ બનાવવાની તૈયારી ચાલી રહી છે. અયોધ્યા જિલ્લાની આસપાસના જિલ્લાઓમાં સૌથી વધારે જેલો બનાવવામાં આવશે. આ માટે સ્કૂલોની પસંદગી કરવામાં આવી છે. આંબેડકરનગરમાં આઠ અસ્થાયી જેલ બનાવવામાં આવી છે. અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષાદળોની ઓછામાં ઓછી 50 કંપની તહેનાત કરી દેવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં સુરક્ષાદળોની 70 કંપનીઓ તહેનાત છે.

આ પણ વાંચોઃ-માત્ર 5 મિનિટ આ 5 એક્સરસાઇઝ કરો, ફટાફટ ઓગળી જશે શરીરની ચરબી

અયોધ્યાના તમામ રસ્તાઓ બંધ

ચુકાદાને ધ્યાનમાં રાખીને આખા પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારે ચુસ્ત કરી દેવામાં આવી છે. આ ક્રમમાં અયોધ્યામાં રામ જન્મભૂમિ જતા તમામ માર્ગો સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે.

RAFએ મોરચો સંભાળ્યો

ચુકાદાને ધ્યાનમાં રાખીને પ્રદેશના એડીજી અભિયોજન આશુતોષ પાંડેએ અયોધ્યા પહોંચીને કમાન સંભાળી છે. અયોધ્યાના સુરક્ષામાં સિવિલ પોલીસ ઉપરાંત પીએસી, આરપીએફને પણ તહેનાત કરાઈ છે. આ ઉપરાંત એટીએસ પણ અયોધ્યા પર નજર રાખી રહી છે. જાસૂસી એજન્સીઓને પણ સતર્ક કરી દેવામાં આવી છે. અયોધ્યા પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.
First published: November 8, 2019, 9:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading