અયોધ્યા ચુકાદોઃ ત્રણ દિવસ સુધી ગુજરાતભરમાં યોજાનાર BJPના તમામ કાર્યક્રમો મુલતવી

News18 Gujarati
Updated: November 9, 2019, 6:43 AM IST
અયોધ્યા ચુકાદોઃ ત્રણ દિવસ સુધી ગુજરાતભરમાં યોજાનાર BJPના તમામ કાર્યક્રમો મુલતવી
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આવતીકાલે સન્માનનીય સુપ્રીમ કોર્ટનો આ અંગે જે કંઈ ચુકાદો આવે તે ચુકાદાને સ્વીકારીને ગુજરાતમાં શાંતિ સદભાવ અને સોહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સહભાગી બનીએ.

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આવતીકાલે સન્માનનીય સુપ્રીમ કોર્ટનો આ અંગે જે કંઈ ચુકાદો આવે તે ચુકાદાને સ્વીકારીને ગુજરાતમાં શાંતિ સદભાવ અને સોહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સહભાગી બનીએ.

  • Share this:
મયુર માંકડિયા, ગાંધીનગરઃ આવતીકાલે શનિવારે ભારતનો મહત્વનો ચુકાદો આવનાર છે. સુપ્રીમ કોર્ટ (Supreme court)અયોધ્યા કેસ અંગે મહત્વનો ચુકાદો (Verdict on Ayodhya) આપશે. આ અંગે ઉત્તર પ્રદેશ (Uttar pradesh) સહિત સમગ્ર દેશમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને પગલાં લેવાઈ રહ્યા છે. ગુજરાતમાં (Gujarat BJP) ભાજપ તરફથી પણ અયોધ્યાના ચુકાદાને ધ્યાનમાં રાખીને ભાજપના સ્નેહમિલન સહિત સમગ્ર કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ (Jitu Vadhani) આ અંગે જાણ કરી હતી અને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરી હતી.

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, 'આવતીકાલે શ્રીરામ જન્મભૂમિ - અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો છે ત્યારે આવતીકાલથી ત્રણ દિવસ સુધી ગુજરાતભરમાં યોજાનાર ભાજપાના સ્નેહમિલન તથા અન્ય કાર્યક્રમો મુલતવી રાખવામાં આવેલી છે. વાઘાણીએ કાર્યકરોને અપીલ કરતા જણાવ્યું હતું કે, વર્ષોથી આપણે સૌ શ્રીરામ જન્મભૂમિ અંગેના ચુકાદાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આવતીકાલે સન્માનનીય સુપ્રીમ કોર્ટનો આ અંગે જે કંઈ ચુકાદો આવે તે ચુકાદાને સ્વીકારીને ગુજરાતમાં શાંતિ સદભાવ અને સોહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સહભાગી બનીએ.'

આ પણ વાંચોઃ-શનિવારે અયોધ્યા ચુકાદોઃ PM મોદીએ દેશવાસીઓને શાંતિ જાળવવા અપીલ કરી

ઉલ્લેખનીય છે કે, દિવાળી બાદ પ્રદેશ ભાજપના દરેક જિલ્લા અને શહેર સંગઠન દ્વારા નવા વર્ષેના સ્નેહમિલન કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેર ભાજપ દ્વારા પણ અમદાવાદ રિવરફન્ટ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી.

આ પણ વાંચોઃ-શનિવારે અયોધ્યા ચુકાદો: ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ

દિવાળીના આ સ્નેહમિલન કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રામ મંદિર મામલે આવનારો ચુકાદો કેન્દ્ર સ્થાને રહ્યો હતો. મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કાર્યકરો ને સંબોધતા ભાજપ દ્વારા કરવામાં આવેલા તમામ વચનો હવે પૂર્ણ થઈ રહ્યા છે. જે અંતર્ગત હવે રામ મંદિરનો પણ ચુકાદો અવાનો છે. ત્યારે ભાજપનો દરેક કાર્યકર એ સમાજની વ્યવસ્થા બની રહે અને સંયમ જળવાય એ ભાજપનો રોલ રહેવાની સૂચના આપી હતી.આ પણ વાંચોઃ-તમારું 15 મિનિટનું વૉક વૈશ્વિક આર્થીક મંદી દૂર કરી શકે છે: અભ્યાસ

આ મામલે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રામ મંદિરનો નિર્ણય સુપ્રીમ કોર્ટ કરવાની છે. ચુકાદો આવે ત્યારે સમાજની વ્યવસ્થા બની રહે અને સંયમ જળવાય એ ભાજપનો મુખ્ય રોલ રહેશે. આજ વાત પ્રધાનમંત્રી અને અમિત શાહ કરે છે.
First published: November 8, 2019, 11:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading