Home /News /madhya-gujarat /આયેશા આપઘાત કેસ: આરોપી પતિને અમદાવાદ લવાયો, પત્નીના મોતનો કોઈ રંજ ન હોય તે રીતે હસતા મોઢે પોઝ આપ્યો

આયેશા આપઘાત કેસ: આરોપી પતિને અમદાવાદ લવાયો, પત્નીના મોતનો કોઈ રંજ ન હોય તે રીતે હસતા મોઢે પોઝ આપ્યો

આરીફ.

Ayesha suicide case: અમદાવાદ ખાતે લવાયા બાદ આરીફને જાણે તેની પત્ની આયેશાના મોતનું જરા પણ દુઃખ ન હોય તે રીતે તેણે હસતા મોઢે મીડિયા સામે પોઝ આપ્યો હતો.

અમદાવાદ: અમદાવાદના ખૂબ જ ચર્ચિત આયેશા આપઘાત (Ayesha Suicide case) કેસમાં આરોપીની રાજસ્થાન (Rajasthan)થી ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ આયેશાના પતિ આરીફને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. રિવરફ્રન્ટ પોલીસની ટીમે રાજસ્થાનના પાલી ખાતેથી તેની ધરપકડ કરી છે. હાલ કોરોના ટેસ્ટ (Corona test) સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોરોના ટેસ્ટ બાદ તેની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવશે. અમદાવાદ ખાતે લવાયા બાદ આરીફને જાણે તેની પત્ની આયેશાના મોતનું જરા પણ દુઃખ ન હોય તે રીતે તેણે હસતા મોઢે મીડિયા સામે પોઝ આપ્યો હતો. બીજી તરફ તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી દેશભરમાંથી માંગણી ઉઠી છે. પોલીસે આરીફની આઈપીસીની કલમ 306 (આપઘાત માટે ઉશ્કેરણી) હેઠળ ધરપકડ કરી છે. આ ઉપરાંત આરીફ અને તેના માતાપિતા સામે ઘરેલું હિંસાનો કેસ પણ ચાલી રહ્યો છે.

આરીફને અન્ય મહિલા સાથે સંબંધ હતો: આયેશાના પિતા

સોમવારે આયેશાના પિતા લિયાકતઅલીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે. તેના પિતાનું કહેવું હતું કે તેની દીકરી દુનિયામાં નથી રહી પરંતુ અન્ય કોઈ દીકરી સાથે આવું ન બને તે માટે આરીફને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે. આ દરમિયાન એવા આક્ષેપ પણ થયા છે કે, આરીફને અન્ય મહિલા સાથે સંબંધ હતા. એટલું જ નહીં, તે આયેશાની સામે જ તેની મહિલા મિત્ર સાથે વાતચીત કરતો હતો. એટલું જ નહીં, તે આયેશાને ઘરમાંથી બહાર નીકળી જવા માટે દબાણ કરતો હતો.



શું છે આખો મામલો?

અમદાવાદમાં માતાપિતા સાથે રહેતી આયેશા નામની યુવતીએ સાબરમતી રિવરફ્રન્ટ પર વીડિયો બનાવીને આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પહેલા આયેશાએ હસતા મોઢે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો તેણીએ તેના પતિને મોકલ્યો હતો. આપઘાત કરવા પહોંચેલી આયેશાને તેના પતિએ કહ્યું હતું કે, 'આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી દે જે.' પતિની આવી માંગણી બાદ આયેશાએ આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી દીધો હતો. જે બાદમાં તેણીએ નદીમાં કૂદીને આપઘા કરી લીધો હતો. આપઘાત પહેલા આયેશાએ તેના માતાપિતા અને પતિ આરીફ સાથે લાંબી વાતચીત કરી હતી. આયેશાના આપઘાત બાદ તેનો પતિ ફરાર થઈ ગયો હતો.



2018માં લગ્ન થયા હતા

વટવામાં રહેતા લિયાકતઅલી મકરાણી સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં મોટી દીકરી હીના, દીકરો આમિર, દીકરો અરમાન અને દીકરી આયેશા ઉર્ફે સોનુ હતી. આયેશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ વર્ષ 2018માં રાજસ્થાન ખાતે રહેતા આરીફ ખાન સાથે થયા હતા. લગ્ન બાદ આયશાને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા. આ મામલે આયેશાએ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાવી છે. જે કેસ હાલ ચાલી રહ્યો છે. આરીફ આ કેસ પરત ખેંચી લેવા માટે સતત દબાણ કરતો હતો.



'તું મરી જા અને વીડિયો મોકલજે'

યુવતીએ આપઘાત પહેલા તેના માતાપિતાને ફોન કર્યો હતો. આ પહેલા યુવતીએ તેના પતિને આપઘાત કરવા જઈ રહી હોવાનો ફોન કર્યો હતો. આ દરમિયાન તેના પતિએ તેણીને જણાવ્યું હતું કે, "તું મરી જા. અને મરતા પહેલા મને વીડિયો બનાવીને મોકલી દેજે." જે બાદમાં યુવતીએ રિવરફ્રન્ટ પર બેસીને હસતા મોઢે વીડિયો બનાવ્યો હતો અને તેના પતિને મોકલી આપ્યો હતો. બાદમાં તેણીએ આપઘાત કરી લીધો હતો. આ દરમિયાન યુવતીએ માતાપિતાને ફોન કરતા તેમણે યુવતીને ખૂબ સમજાવી હતી પરંતુ યુવતી માની ન હતી. યુવતીના પતિએ જ્યારે પોતે આપઘાત કરી લેશે તેવી ધમકી આપી ત્યારે યુવતીએ એવું કહ્યું હતું કે હું ઘરે આવી રહી છે. જોકે, યુવતી ઘરે આવી ન હતી અને આપઘાત કરી લીધો હતો.



આઇશાનો હૃદયદ્રાવક વીડિયો:

પરિણીતાએ જે વિડીયો બનાવ્યો હતો તેમાં જણાવ્યું છે કે "હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન... ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું...ઇસમે કિસીકા દોર ઔર દબાવ નહિ હે અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકિ ઝીંદગી ઇતની હોતી હે...ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે.'
" isDesktop="true" id="1076474" >


'ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફ સે ઉસે પરેશાન થોડી કરેગે? અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે ચલો અપની ઝીંદગી તો યહી તક હે. મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા બાપ બહુત અચ્છે મિલે દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજમે યા શાયદ તકદીર મેં, મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.'



'એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબબત કરની હે તો દો તરફા કરો એક તરફા મેં કુછ હાસિલ નહિ હે.ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે,એ પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું,ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે.ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચુકી હું કાફી હે, થેંક્યું....મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે...ચલો અલવિદા.'



આયેશાનો પરિવાર સાથે વાતચીતનો અંતિમ ઓડિયો

આ કેસમાં આપઘાત કરી લેનાર યુવતી અને તેના માતાપિતા સાથે થયેલી અંતિમ વાતચીતનો ઓડિયો સામે આવ્યો હતો. જેમાં યુવતીને આપઘાત ન કરવા માટે તેના પિતા અને માતા ખૂબ સમજાવે છે. ત્યાં સુધી કે તેને કુરાન અને તેના પોતાની કસમ પણ આપે છે.

સાંભળો આખો ઓડિયો

ઓડિયાની વાતચીતના અંશો:

પિતા: બેટા તું ક્યાં છે?
દીકરી: હું રિવરફ્રન્ટ પર છું. આવી રહું છું.
પિતા: સોનું, મારી વાત સાંભળ બેટા.
દીકરી: (રડવા લાગે છે) મારે કંઈ નથી સાંભળવું પપ્પા.
પિતા: તું ખોટી વાત ન કર. લે તારી મમ્મી સાથે વાત કરી.
દીકરી: મારે કંઈ નથી સાંભળવું. બસ પાણીમાં કૂદુ એટલો જ સવાલ છે.
માતા: બેટા, આવું કામ ન કરતી.
દીકરી: બહુ થઈ ગયું.
માતા: આવું કામ કરીશ તો લોકો કહેશે કો તું ખરાબ હતી.
દીકરી: જેને જે કેહેવું હોય એ કહે. બસ થયું મોમ. મારે બસ પાણીમાં કૂદવું છે.
માતા: તને તારા બાબાની કસમ. આવું કામ ન કરતી.
દીકરી: મારે મરી જવું છું. હું થાકી ગઈ છું. એને આઝાદી જોઈએ છે તો આઝાદી આપી દઉં છું. મને કહે છે તું મરવા જાય છે તો વીડિયો બનાવીને મોકલી દેજે. મેં તેને વીડિયો મોકલી દીધો છે.
First published:

Tags: Ahmedabad police, Ayesha Suicide Case, Sabarmati, Suicide case, અમદાવાદ, ગુનો, રિવરફન્ટ