આયેશા આપઘાત કેસ : દિગ્ગજ મુસ્લિમ નેતા ઔવેસીએ Videoમાં ઉધડો લીધો કહ્યું, 'શરમ કરો શરમ...'

આયેશા આપઘાત કેસ : દિગ્ગજ મુસ્લિમ નેતા ઔવેસીએ Videoમાં ઉધડો લીધો કહ્યું, 'શરમ કરો શરમ...'
ઇન્સેટ તસવીરમાં આયેશા મકરાણી અને તેને આત્મહત્યા માટે મજબૂર કરનાર પતિ આરિફ ખાન

વીડિયોમાં જુઓ આયેશાના આપઘાત વિશે ઔવેસીએ શું કહ્યું, ટ્વીટર પર આ વીડિયો ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે

  • Share this:
    અમદાવાદ: શહેરનો એક એવો કિસ્સો કે જેમાં હસતા મોઢે એક આયશા નામની (Ayesha suicide case) યુવતીએ નદીમાં કૂદીને આપઘાત કર્યો. આયશાના પરિવારજનો તો ન્યાયની (justice for Ayesha) માંગણી કરી જ રહ્યા છે. આ કિસ્સામાં આયેશાએ એક વીડિયો (Video) તૈયાર કરી અને સાબરમતીમાં કૂદી અને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત કેસમાં પોલીસે આયેશાના પતિ આરિફની ધરપકડ કરી લીધી છે ત્યારે હવે આયેશાના આપઘાતની દુ:ખદ ઘટના અંગે દિગ્ગજ મુસ્લિમ નેતા અને AIMIMના સ્થાપક અસદુદ્દીન ઔવેસીએ પણ મુસ્લિમ સમાજને ટકોર કરી છે.

    ઔવેસીએ એક ભાષણમાં કહ્યું કે આયેશાનો આપઘાત આપણા સમાજ માટે સારી વાત નથી. હું તમામ માતાપિતાને કહેવા માંગુ છું કે દહેજ સારી વાત નથી. જે પતિ પોતાની પત્ની પર જુલમ કરે છે તે પતિ પતિ નથી કહેવાતો. ધર્મમાં પણ પત્ની પર જુલમ કરનારા લોકોને ક્યાય જગ્યા ન મળતી હોવાનો ઉલ્લેખ છે. આ વીડિયો જેણે જોયો હશે તે જીવતો મરી ગયો હશે. શરમ કરો દીકરીઓ પર જુલમ બંધ કરો. વધુમાં હું દીકરીઓને કહેવા માંગુ છું કે તમારો જીવ કિંમતી છે આવી રીતે જીવ ન આપો..' નીચે ઔવેસીએ વીડિયોમાં શું કહ્યું તે જુઓ આદિય્ મેમને આ વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે





    શહેરમાં એક એવી ઘટના બની હતી જે રૂવાટા ઉભા કરી નાખે. અન્ય કોઈ કેસ નહિ પણ આ વાત આયશા નામની યુવતીએ કરેલા આપઘાત કેસની છે. આ કેસમાં હવે પોલીસ સહેજ પણ કચાશ રાખવા માંગતી નથી. પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે આયશા એ આપઘાત પહેલા 70 મિનિટ આરીફ સાથે વાત કરી હતી. આયશાએ સામાન્ય વાતો શરૂ કરી હતી પણ આરીફ વારંવાર વટવા માં નોંધાવેલી ફરિયાદ પાછી લેવા દબાણ કરી ત્રાસ આપતો હતો.

    આ પણ વાંચો : અમદાવાદ : આપઘાતની રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના! રીવરફ્રન્ટ પર અંતિમ video બનાવી પરિણીતાએ જિંદગી ટૂંકાવી

    વટવા માં રહેતા લિયાકતઅલી મકરાણી સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં મોટી દીકરી હીના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આયશા ઉર્ફે સોનુ હતી. તેઓએ દીકરી આયશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ વર્ષ 2018 માં રાજસ્થાન ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આયશા ને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા.

    વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માંગી ઝગડો કરી આયશા ને પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં સમાજના લોકો ભેગા કરી સમાધાન કરી તેને પાછી સાસરે વળાવી હતી. ફરીથી વર્ષ 2019 માં આયશાને તેના સાસરિયાઓ તેને પિયરમાં મૂકી જતા આયશા તેના માતા પિતા સાથે રહેતી હતી. બાદમાં જમાઈ આરીફ આઇશા ના ઘરે આવ્યો અને દહેજ માંગી દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો. બાદમાં ફરી આયશાને તેડી જઈ પાછી તેને પિયરમાં મૂકી જતા આયશાએ વટવા પોલીસસ્ટેશનમાં પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આઇશા બેંકમાં મ્યુચ્યુલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી.

    ગત ગુરુવાર ના રોજ આયશા નોકરીએ ગઈ હતી. બપોરે ચારેક વાગ્યાની આસપાસ તેના પિતાને ફોન કર્યો અને તમે જમ્યા કે નહી તેમ પૂછી ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં આયશા એ મેં આજે આરીફને ફોન કર્યો હતો તેવું જણાવતા તેના પિતાએ તેને કેમ ફોન કર્યો શુ કહ્યું તેણે તેવું પૂછ્યું હતું. આયશા એ જણાવ્યું કે આરીફ મને સાથે લઈ જવા માંગતો નથી , આયશાએ હું આપઘાત કરી લઈશ તેવું કહેતા આરીફ એ તારે મરવું હોય તો મરી જા તેમ કહી મને વિડીયો મોકલજે તેવું કહેતા આયશાએ તેને વિડીયો મોકલ્યો હતો.

    આ પણ વાંચો : આયશા આપઘાત કેસ: આયેશા સામે પતિ આરીફ તેની મહિલા મિત્ર સાથે વાત કરતો હતો, લગ્ન કરવાની પણ તૈયારી હતી

    આ સમયે આયશા રિવરફ્રન્ટ પર પહોંચી હતી. બાદમાં આયશાની માતાએ કોઈ પગલું ન ભરે તે માટે સમજાવી હતી. બાદમાં માતા પિતા તેને શોધવા નિકળયા ને આયશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે બેગ અને ફોન ખોડિયાર નગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. જેથી ત્યાં જઈને તપાસ કરી તો ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે નદીમાં સર્ચ કરી એક મહિલાની એટલેકે આયશાની ડેડબોડી બહાર કાઢી હતી.

    જેથી ત્યાં પોલીસને જાણ કરાતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ પણ ત્યાં પહોંચી અને બાદમાં આયશાના મોબાઈક ફોનમાં જોયું તો તેણે એક વિડીયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આયશાએ આપઘાત કરતા પોલીસે આ મામલે વિડીયોના પૂરાવાના આધારે આયશાના પતિ સામે દુષપ્રેરણા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અને એક ટિમ આરોપીને પકડવા રાજસ્થાન મોકલી હતી અને આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.



    જોકે પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરીફ અગાઉ આયશા ને પિયરમાં મૂકી ગયો ત્યારે સગર્ભાવસ્થા માં હતી. આયશાએ વટવા પોલીસસ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરીફ માર મારતો હોવાની પણ હકીકત દર્શાવી છે. પિયરમાં આવ્યા બાદ આયશા ટેનશન માં હોવાથી આયશા એક હોસ્પિટલ માં બતાવવા ગઈ હતી અને બાદમાં ક્રિયટન કરાવ્યું હતું. અગાઉની ફરિયાદ ને લઈને આયશાને પરત લઈ જવા આસિફ મનાઈ કરતો હતો. અને ત્રાસ આપતો હતો. વારંવાર આયશાને વટવા માં નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરતો હતો. સુત્રોનું માનીએ તો આયશાએ માતા પિતા સાથે અને આરીફ સાથે કરેલી વાતચીતની ઓડિયો કલીપ પર સાયન્ટિફિક તપાસ કરાશે.

    આ પણ વાંચો : આયેશા આપઘાત કેસ: આરોપી પતિ પકડાયો પણ તેનો મોબાઇલ ગાયબ, ક્યાં ગયો?

    બીજીતરફ સોશિયલ મીડિયાનું આરીફનું એકાઉન્ટ હજુય એક્ટિવ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં તેના અનેક ફોટો પર લોકો ફિટકાર તો વરસાવી જ રહ્યા છે. સાથે સાથે આયશા સાથે આવું કેમ કર્યું તેવા સવાલ પણ થઈ રહ્યા છે. લોકોએ તો એવું પણ કહ્યું છે કે આયશા નો વિડીયો જોઈને લોકોને ઊંઘ પણ નહોતી આવી તો આ આરીફને આવું કરવાનું કેમનું મન ચાલ્યું હશે?
    Published by:Jay Mishra
    First published:March 02, 2021, 19:32 pm

    ટૉપ ન્યૂઝ