આયશાને મળ્યો ન્યાય! 'તું મરી જા અને વીડિયો મોકલજે', કહેનાર પતિ આરીફની રાજસ્થાનમાંથી કરી ધરપકડ

આયશાને મળ્યો ન્યાય! 'તું મરી જા અને વીડિયો મોકલજે', કહેનાર પતિ આરીફની રાજસ્થાનમાંથી કરી ધરપકડ
આરોપી અને આયશાની તસવીર

આરીફની ફેસબુક પ્રોફાઈલમાં પાંચેક જેટલા વિડીયો છે. એક વિડીયો માં "મેં તુમ્હારી કસમ ખાકે કહેતા હું, એ ચહેરા અબ ફિર તુમ્હારી ઝીંદગીમે ફિર દોબારા કભી નહિ દેખોગી.

  • Share this:
અમદાવાદ: શહેરનો એક એવો કિસ્સો કે જેમાં હસતા મોઢે એક આયશા નામની (Ayesha suicide case) યુવતીએ નદીમાં કૂદીને આપઘાત કર્યો. આયશાના પરિવારજનો તો ન્યાયની (justice for Ayesha) માંગણી કરી જ રહ્યા છે. પણ સાથે સાથે હવે લોકો આયશાને ત્રાસ આપનાર તેના પતિ આરીફ ખાનને પણ ગાળો ભાંડી રહ્યા છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જુના ફોટો લોકોએ શોધી શોધીને તેના પર ફિટકાર વરસાવી છે. આરીફને લોકોએ સુવર જેવો પણ કહ્યો છે અને આરીફને એક કૉમેન્ટમાં તો બેશુમાર લાનત આરીફ સુવર પર ઇતની કહીને રોષ વ્યક્ત કર્યો છે.

ગણતરીના દિવસોમાં જ 20 હજારથી વધુ લોકોએ અરીફના સોશિયલ મીડિયા એકાઉન્ટ (social media accuont) પર ગાળો ભાંડી છે અને આયશાને ન્યાય મળે તેવી માંગ પણ કરી છે. બીજીતરફ પોલીસની એક ટીમ રાજસ્થાન (Rajasthan) પહોંચી અને આખરે ગણતરીના કલાકોમાં આયશાના પતિ આરીફ ખાનની (Arif khan arrested) ધરપકડ કરાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી આરીફ ખાન પાલી મા છુપાયો હતો અને ત્યાંથી તેની ધરપકડ કરી પોલીસ અમદાવાદ આવવા રવાના થઈ છે.



શહેરમાં એક એવી ઘટના બની હતી જે રૂવાટા ઉભા કરી નાખે. અન્ય કોઈ કેસ નહિ પણ આ વાત આયશા નામની યુવતીએ કરેલા આપઘાત કેસની છે. આ કેસમાં હવે પોલીસ સહેજ પણ કચાશ રાખવા માંગતી નથી. પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે આયશા એ આપઘાત પહેલા 70 મિનિટ આરીફ સાથે વાત કરી હતી. આયશાએ સામાન્ય વાતો શરૂ કરી હતી પણ આરીફ વારંવાર વટવા માં નોંધાવેલી ફરિયાદ પાછી લેવા દબાણ કરી ત્રાસ આપતો હતો.

અને તેથી જ તે તેને લઈ જવા મનાઈ કરતો રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બીજીતરફ આરીફને શોધવા રિવરફ્રન્ટ પોલીસની એક ટિમ રાજસ્થાનમાં છે. ત્યાં તેને શોધી રહી છે પણ એ વાત સામે આવી કે આયશાએ આપઘાત કર્યા બાદ જે વિડીયો વાયરલ થયો તે જોઈને આરીફ ભાગી ગયો હતો. આરીફ કોઈ સબંધીના લગ્ન પ્રસંગમાં હતો અને ત્યાંથી જ તે ભાગી ગયો હોવાની વાત પોલીસને મળતા પોલીસે તે બાબતે હકીકત જાણવા પ્રયાસ કર્યા છે.

વટવા માં રહેતા લિયાકતઅલી મકરાણી સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં મોટી દીકરી હીના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આયશા ઉર્ફે સોનુ હતી. તેઓએ દીકરી આયશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ વર્ષ 2018 માં રાજસ્થાન ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આયશા ને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા.

વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માંગી ઝગડો કરી આયશા ને પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં સમાજના લોકો ભેગા કરી સમાધાન કરી તેને પાછી સાસરે વળાવી હતી. ફરીથી વર્ષ 2019 માં આયશાને તેના સાસરિયાઓ તેને પિયરમાં મૂકી જતા આયશા તેના માતા પિતા સાથે રહેતી હતી. બાદમાં જમાઈ આરીફ આઇશા ના ઘરે આવ્યો અને દહેજ માંગી દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો. બાદમાં ફરી આયશાને તેડી જઈ પાછી તેને પિયરમાં મૂકી જતા આયશાએ વટવા પોલીસસ્ટેશનમાં પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આઇશા બેંકમાં મ્યુચ્યુલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી.

ગત ગુરુવાર ના રોજ આયશા નોકરીએ ગઈ હતી. બપોરે ચારેક વાગ્યાની આસપાસ તેના પિતાને ફોન કર્યો અને તમે જમ્યા કે નહી તેમ પૂછી ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં આયશા એ મેં આજે આરીફને ફોન કર્યો હતો તેવું જણાવતા તેના પિતાએ તેને કેમ ફોન કર્યો શુ કહ્યું તેણે તેવું પૂછ્યું હતું. આયશા એ જણાવ્યું કે આરીફ મને સાથે લઈ જવા માંગતો નથી , આયશાએ હું આપઘાત કરી લઈશ તેવું કહેતા આરીફ એ તારે મરવું હોય તો મરી જા તેમ કહી મને વિડીયો મોકલજે તેવું કહેતા આયશાએ તેને વિડીયો મોકલ્યો હતો.

આ સમયે આયશા રિવરફ્રન્ટ પર પહોંચી હતી. બાદમાં આયશાની માતાએ કોઈ પગલું ન ભરે તે માટે સમજાવી હતી. બાદમાં માતા પિતા તેને શોધવા નિકળયા ને આયશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે બેગ અને ફોન ખોડિયાર નગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. જેથી ત્યાં જઈને તપાસ કરી તો ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે નદીમાં સર્ચ કરી એક મહિલાની એટલેકે આયશાની ડેડબોડી બહાર કાઢી હતી.

જેથી ત્યાં પોલીસને જાણ કરાતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ પણ ત્યાં પહોંચી અને બાદમાં આયશાના મોબાઈક ફોનમાં જોયું તો તેણે એક વિડીયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આયશાએ આપઘાત કરતા પોલીસે આ મામલે વિડીયોના પૂરાવાના આધારે આયશાના પતિ સામે દુષપ્રેરણા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અને એક ટિમ આરોપીને પકડવા રાજસ્થાન મોકલી હતી અને આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

જોકે પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરીફ અગાઉ આયશા ને પિયરમાં મૂકી ગયો ત્યારે સગર્ભાવસ્થા માં હતી. આયશાએ વટવા પોલીસસ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરીફ માર મારતો હોવાની પણ હકીકત દર્શાવી છે. પિયરમાં આવ્યા બાદ આયશા ટેનશન માં હોવાથી આયશા એક હોસ્પિટલ માં બતાવવા ગઈ હતી અને બાદમાં ક્રિયટન કરાવ્યું હતું. અગાઉની ફરિયાદ ને લઈને આયશાને પરત લઈ જવા આસિફ મનાઈ કરતો હતો. અને ત્રાસ આપતો હતો. વારંવાર આયશાને વટવા માં નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરતો હતો. સુત્રોનું માનીએ તો આયશાએ માતા પિતા સાથે અને આરીફ સાથે કરેલી વાતચીતની ઓડિયો કલીપ પર સાયન્ટિફિક તપાસ કરાશે.

બીજીતરફ સોશિયલ મીડિયાનું આરીફનું એકાઉન્ટ હજુય એક્ટિવ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં તેના અનેક ફોટો પર લોકો ફિટકાર તો વરસાવી જ રહ્યા છે. સાથે સાથે આયશા સાથે આવું કેમ કર્યું તેવા સવાલ પણ થઈ રહ્યા છે. લોકોએ તો એવું પણ કહ્યું છે કે આયશા નો વિડીયો જોઈને લોકોને ઊંઘ પણ નહોતી આવી તો આ આરીફને આવું કરવાનું કેમનું મન ચાલ્યું હશે?



એક દિન એસા આયેગા તુમ્હારે પાસ દુનિયા કી સારી ખુશી હોગી પર તુમ ખુશ નહીં હોગી - આરીફે બનાવ્યું હતો ટીકટોક વિડીયો
આરીફની ફેસબુક પ્રોફાઈલમાં પાંચેક જેટલા વિડીયો છે. જેમાં તે ફિલ્મી અંદાજમાં અનેક ડાયલોગ બોલી રહ્યો છે. જેમાં એક વિડીયો માં "મેં તુમ્હારી કસમ ખાકે કહેતા હું, એ ચહેરા અબ ફિર તુમ્હારી ઝીંદગીમે ફિર દોબારા કભી નહિ દેખોગી ઔર દેખના એક ના એક દિન એસા આયેગા તુમ્હારે પાસ દુનિયા કઈ સારી ખુશી હોગી પર તુમ ખુશ નહિ હોગી ઔર તબ તુમ રોઓગી તડપોગી લેકિન ખુશી કઈ ઝલક તક તુમ્હારી ઝીંદગી મેં નહિ હોગી લેકિન તબ તક મેં અકેલે રહેના શીખ ચુકા હોઉંગા" તેવો ડાયલોગ છે. જ્યારે બીજા વિડીયો માં "વો તો મેરા દિલ નહિ માના વરના તેરે જેસે હજાર મિલે" તેવા ડાયલોગ પર તે એક્ટિંગ કરી રહ્યો હોવાનું જણાય છે.
Published by:ankit patel
First published:March 01, 2021, 23:30 pm