Home /News /madhya-gujarat /આયેશા આપઘાત કેસ: પતિ આરીફે આયેશાને ચારથી પાંચ લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હતું, મોબાઈલ જપ્ત
આયેશા આપઘાત કેસ: પતિ આરીફે આયેશાને ચારથી પાંચ લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હતું, મોબાઈલ જપ્ત
ફાઈલ ફોટો
મોબાઈલ ફોનમાં તમામ ડેટા મળી આવ્યા છે જેમાં સોશિયલ મીડિયામાં કોની સાથે સંપર્કમાં હતો. સાથે જ આયેશા જોડે જાન્યુઆરી મહિનામાં 30 સેકન્ડ વાત કરી હતી. બાદમાં 25મી ફ્રેબ્રુઆરી આયેશાએ આપઘાત કરતા પહેલા બન્ને વચ્ચે 72 મિનિટ જેટલી વાત થઈ છે.
અમદાવાદઃ વટવા વિસ્તારમાં રહેતી આયેશાનું નામ અત્યારે દરેકના મોંઢા ઉપર છે. આ એ યુવતી છે જેણે પોતાના પતિની ખુશી માટે મોતને પણ હસતાં મોંઢે વ્હાલું કર્યું હતું. આત્મહત્યા (Ayesha suicide case) પહેલા વીડિયો (Ayesha video) બનાવી મોતની છલાંગ લગાવી હતી. આ કેસમાં પોલીસે તેના પતિ આરીફની ધરપકડ (arif arrested) કરી હતી. અને કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા. આ ઉપરાંત બીજી તરફ આરોપી પતિ આરીફ મોબાઈલ ફોન (mobile phone) મળી આવતા અનેક નવા ખુલાસા થઈ શકે છે. મોબાઈલ ફોનમાંથી તમામ ડેટા મળી આવ્યા છે. ત્યારે આરોપી આરીફ અને તેના પરિવાર આર્થિક રીતે સદ્ધર હોવા છતાં પણ આયેશા પરિવાર પાસે અવારનવાર પૈસા માગણી કરતા હોવાનું સામે આવ્યું છે.
આયેશાને આપઘાત કરવા મજબૂર કરનાર આરોપી પતિ આરીફ વિરુદ્ધ ફરિયાદ થયા બાદ ભાંગી ગયો હતો. રિવરફ્રન્ટ પોલીસના ગિરફતમાં આવ્યા બાદ મોબાઈલ ફોન વિશે યોગ્ય જવાબ આપતો ન હતો. પરંતુ પોલીસ રિમાન્ડ દરમિયાન કડક પૂછપરછમાં આરોપી આરીફ મોબાઈલ ફોન તેના બનેવીના ઘરેથી મળી આવ્યો છે.
પીઆઇ,રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન વી.એમ. દેસાઈના જણાવ્યા પ્રમાણે મોબાઈલ ફોનમાં તમામ ડેટા મળી આવ્યા છે જેમાં સોશિયલ મીડિયામાં કોની સાથે સંપર્કમાં હતો. સાથે જ આયેશા જોડે જાન્યુઆરી મહિનામાં 30 સેકન્ડ વાત કરી હતી. બાદમાં 25મી ફ્રેબ્રુઆરી આયેશાએ આપઘાત કરતા પહેલા બન્ને વચ્ચે 72 મિનિટ જેટલી વાત થઈ છે. જો કે આયેશા આરોપી આરીફ અનેક વખત ફોન કરતી હતી પણ આરોપી આરીફ ફોન ઉપાડતો ન હતો.
આયેશાનો ફાઈલ ફોટો
પતિ આરીફ પોલીસ રિમાન્ડ દરમિયાન તપાસમાં અનેક હક્કીતો સામે આવી છે. આરોપી આરીફ લગ્ન થોડા સમય પછી ઘરની નાની-નાની વાતોમાં આયેશા સાથે મારઝૂડ કરતો હતો એટલું જ નહીં પતિ આરીફે આયેશાને ચારથી પાંચ જેટલા લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હોવાની કબૂલાત કરી છે.
પીઆઇ,રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન વી.એમ. દેસાઈના જણાવ્યા પ્રમાણે આરોપી આરીફના નિવેદનમાં દહેજ માગણી કરતા હોવાનું સામે આવ્યું છે. જો કે આરોપી આરીફના પરિવાર પૈસા ટેકે સદ્ધર હોવા છતાં દહેજ ભૂખ્યા સાસરિયા વાળા પૈસાની માગણી કરતા હતા. રિવરફ્રન્ટ પોલીસે આરોપી આરીફના મોબાઈલ ફોન એફ.એસ.એલમાં મોકલવામાં આવશે. સાથે જ આ કેસમાં પોલીસ સાયન્ટિફિક પુરાવા મેળવી તપાસ કરવામાં આવી રહી છે પણ આરોપી મોબાઈલ ફોનમાંથી અનેક ચોકવાનારી હકકિત સામે આવી શકે છે.
આયેશાની બહેનની તબિયત લથડી બુધવારે એવા સમાચાર આવ્યા છે કે આયેશાની મોટી બહેન કે જેણી હાલ સાસરે છે તેની તબિયત લથડી છે. આયેશાના આપઘાત બાદ તેણી સતત સ્ટ્રેસમાં રહેતી હોવાની જાણકારી મળી રહી છે. તેણે વારે વારે એક જ વાતનું રટણ કરી રહી હતી કે સોનુ (આયેશા)એ આવું શા માટે કર્યું.
ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર અમદાવાદ રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસે બુધવારે આરીફને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરીફના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂરી કર્યા છે. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપી આરીફના પાંચ દિવસના રિમાન્ડની માગ કરી હતી. પોલીસે કોર્ટમાં રજુઆત કરી હતી કે, આરોપીનો ફોન રિકવર કરવાનો બાકી છે. આપઘાતના દિવસ બાદ તે કોને કોને મળ્યો હતો તેની પણ તપાસ કરવાની બાકી છે. તમામ દલીલો બાદ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂરી કર્યાં હતા.
શું છે કેસ? વટવા વિસ્તારમાં રહેતી અને રાજસ્થાનના જાલોર ખાતે સાસરે રહેલી આયેશા નામની યુવતીએ પતિ અને સાસરિયાના ત્રાસથી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા આયેશાએ એક વીડિયો રેકોર્ડ કર્યો હતો અને તેના પતિને મોકલ્યો હતો. આપઘાત પહેલા આયેશાએ તેના પતિ અને તેના માતાપિતા સાથે પણ વાતચીત કરી હતી. માતાપિતા સાથેની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો હતો. આ મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપી પતિ આરીફની રાજસ્થાનના પાલીથી ધરપકડ કરી હતી.
" isDesktop="true" id="1077195" >
આરીફને અન્ય મહિલા સાથે સંબંધ હતો: આયેશાના પિતા સોમવારે આયેશાના પિતા લિયાકતઅલીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે. તેના પિતાનું કહેવું હતું કે તેની દીકરી દુનિયામાં નથી રહી પરંતુ અન્ય કોઈ દીકરી સાથે આવું ન બને તે માટે આરીફને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે. આ દરમિયાન એવા આક્ષેપ પણ થયા છે કે, આરીફને અન્ય મહિલા સાથે સંબંધ હતા. એટલું જ નહીં, તે આયેશાની સામે જ તેની મહિલા મિત્ર સાથે વાતચીત કરતો હતો. એટલું જ નહીં, તે આયેશાને ઘરમાંથી બહાર નીકળી જવા માટે દબાણ કરતો હતો.