અમદાવાદઃ બાળકીને રડતી જોઈને જાગૃત નાગરિકે પોલીસને ફોન કર્યો, અપહરણકર્તા ઝડપાયો

News18 Gujarati
Updated: November 10, 2019, 10:53 PM IST
અમદાવાદઃ બાળકીને રડતી જોઈને જાગૃત નાગરિકે પોલીસને ફોન કર્યો, અપહરણકર્તા ઝડપાયો
પ્રતિકાત્મક તસવીર

દહેગામ ટોલનાકા પાસે એક યુવક બાળકીને લઇને ઊભો હતો. અને બાળકી રડી રહી હતી. જેથી એક જાગૃત નાગરિકએ આ યુવકને બાળકીનાં રડવાનું કારણ પૂછ્યું હતું.

  • Share this:
ઋત્વિજ સોની, અમદાવાદઃ અમદાવાદ (Ahmedabad) શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાંથી દોઢ વર્ષની બાળકીનું (girl child) અપહરણ (Kidnapping) થયું હોવાની જાણ થતાં જ પોલીસ (Police) દોડતી થઇ હતી. પોલીસે બાળકીના ફોટો અને વિગતો અલગ અલગ વૉટ્સએપ ગ્રૂપ (WhatsApp Group)માં શૅર કરી હતી. અને બાળકીને શોધવા માટેની તજવીજ શરૂ થઇ હતી. ત્યાં નરોડામાં એક નાગરિકની જાગૃતતાથી બાળકીનો હેમખેમ છૂટકારો થયો છે.

આજે રવિવારે સવારે સાડા છ વાગ્યાની આસપાસ સરસ્વતી નગર ન્યૂ રાણીપ વિસ્તારમાંથી દોઢ વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાની જાણ સાબરમતી પોલીસને (Sabarmati Police) કરવામાં આવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અલગ અલગ ટીમો બનાવીને આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજ (CCTV footage) મેળવીને બાળકીની શોધખોળ શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ-લાલ ડ્રેસમાં ઉર્વશી રૌતેલાનો ધમાકેદાર ડાન્સ, જોઈને ઉડી જશે હોશ

ઉપરાંત પોલીસએ સોશિયલ મીડિયામાં (social media) પણ બાળકીના ફોટો સાથે વિગત શૅર કરી હતી. જે દરમિયાન દહેગામ ટોલનાકા પાસે એક યુવક બાળકીને લઇને ઊભો હતો. અને બાળકી રડી રહી હતી. જેથી એક જાગૃત નાગરિકએ આ યુવકને બાળકીનાં રડવાનું કારણ પૂછ્યું હતું. જોકે યુવકનો જવાબ સંતોષકારણ ન લાગતાં આ જાગૃત નાગરિકને શંકા ગઇ હતી. અને તેણે સમગ્ર મામલાની જાણ પોલીસને કરી હતી.

આ પણ વાંચોઃ-બારડોલીઃ કિસાન ટ્રેક્ટરના માલિકની પત્નીએ છઠ્ઠા માળેથી કૂદી આત્મહત્યા કરી

જેથી નરોડા પોલીસનો સ્ટાફ તાત્કાલિક ત્યાં પહોચ્યો હતો. જ્યારે પોલીસે પણ આ યુવકની પૂછપરછ કરી હતી પરંતુ તે ગોળ ગોળ જવાબ આપતો હતો. જેથી પોલીસે સાબરમતી પોલીસ દ્વારા શૅર કરવામાં આવેલ બાળકીની તસ્વીરો જોઇ હતી. જેમાં આ બાળકી અપહરણ થયેલ બાળકી જ હોવાનું જાણવા મળ્યું હતું.આ પણ વાંચોઃ-રસોડાંની આ ત્રણ વસ્તુઓ પીળા દાંતને મોતી જેવા સફેદ બનાવશે

જેથી પોલીસ બાળકી અને અપહરણકર્તા યુવકને નરોડા પોલીસ સ્ટેશન લાવી સમગ્ર મામલાની જાણ સાબરમતી પોલીસને કરી હતી. હાલમાં પોલીસે અપહરણકર્તા સંજય પરમારની ધરપકડ કરી છે. સંજય પરમાર મૂળ કપડવંજનો અને ગોતામાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેણે ક્યાં ઇરાદાથી બાળકીનું અપહરણ કર્યું છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. આમ એક જાગૃત નાગરીકની મદદથી દોઢ વર્ષની માસુમ બાળકી સાથે કોઇ અઘટીત ઘટના ઘટે તે પહેલા જ તેનો હેમખેમ છૂટકારો થયો છે.
First published: November 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading