Home /News /madhya-gujarat /

અમદાવાદઃ 4 ઇંચ વરસાદથી જળબંબાકાર, વેજલપુરમાં સૌથી વધારે 5.5 ઇંચ

અમદાવાદઃ 4 ઇંચ વરસાદથી જળબંબાકાર, વેજલપુરમાં સૌથી વધારે 5.5 ઇંચ

સીટીએમ વિસ્તારમાં વરસાદ

મીઠાખળી, પરિમલ, કુબેરનગર, અખબારનગર અને ઉસ્માનપુરા અંડરપાસ પાણી ભરાઈ જવાને કારણે બંધ કરવાની ફરજ પડી છે.

    અમદાવાદ શહેરમાં શુક્રવારે વહેલી સવારથી જ વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. દસ વાગ્યા સુધી શહેરમાં સરેરાશ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરમાં સૌથી વધારે વરસાદ વેજલુપરમાં 5.5 ઇંચ નોંધાયો છે. તો શહેરમાં 10થી વધારે જગ્યાએ પાણી ભરાવાની ફરિયાદો મળી છે.

    ઝોન પ્રમાણે વરસાદની આંકડા

    સવારે પાંચ વાગ્યાથી દસ વાગ્યા સુધી અમદાવાદમાં પૂર્વ ઝોનમાં ચાર ઇંચ વરસાદ, પશ્ચિમ ઝોનમાં ચાર ઇંચ વરસાદ, નવા પશ્ચિમ ઝોનમાં 4.4 ઇંચ વરસાદ, મધ્ય ઝોનમાં ચાર ઇંચ વરસાદ, ઉત્તર ઝોનમાં ત્રણ ઇંચ વરસાદ અને દક્ષિણ ઝોનમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

    સોલા વિસ્તારમાં વરસાદ


    પાંચ અંડરપાસ બંધ કરાયા

    વરસાદને કારણે શહેરના પાંચ અંડરપાસ બંધ કરવા પડ્યા છે. મીઠાખળી, પરિમલ, કુબેરનગર, અખબારનગર અને ઉસ્માનપુરા અંડરપાસ પાણી ભરાઈ જવાને કારણે બંધ કરવાની ફરજ પડી છે.

    પ્રગતિનગર ક્રોસ રોડ


    આ જગ્યાએ ભરાયા પાણી

    શહેરમાં ભારે વરસાદને કારણે અમરાઈવાડી, જોગેશ્વર રોડ, પાલડી-ભઠ્ઠા, સાણંદનગર સોસાયટી, આરટીઓ સર્કલ, આંબાવાડી સોસાયટી, મલય સોસાયટી, જમાલપુરથી એસટી જવાના રસ્તા પર, દરિયાપુર, રાયપુર ચકલા, મણીનગર, વટવા રોડ, સાયન્સ સીટી રોડ પર પાણી ભરાયાની ફરિયાદ મળી છે. શહેરમાં છ જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયાના સમાચાર મળ્યા છે.

    વાયએમસી નજીક વૃક્ષ ધરાશાયી


    કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો?

    ચકુડિયા- 115 મીમી
    ઓઢવ- 94 મીમી
    વિરાટનગર- 75
    પાલડી- 4 ઇંચ
    ઉસ્માનપુરા- 3 ઇંચ
    ચાંદખેડા- 4.4 ઇંચ
    રાણીપ- 4 ઇંચ
    બોડકદેવ- 4.5 ઇંચ
    વેજલપુર- 5.5 ઇંચ
    ગોતા- 4 ઇંચ
    દાણાપીઢ- 4 ઇંચ
    દુધેશ્વર- 4 ઇંચ
    મેમ્કો-નરોડા- 4 ઇંચ
    કોતરપુર- 1 ઇંચ
    મણીનગર - ચાર ઇંચ
    વટવા- ચાર ઇંચ
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: 4 inch rain, Ahmedabad Heavy Rain, Gujarat heavy rain, Heavy Rain Forecast in 72 hour, Under pass, Vejalpur, Water-logging, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन