"મીટરથી નહિ, બૉસ ઉચ્ચક": હું અમદાવાદનો રિક્ષાવાળો, નિયમમાં નહિ માનવાવાળો!

Mujahid Tunvar | News18 Gujarati
Updated: February 13, 2018, 12:09 PM IST
વાત "અતિથિ દેવો ભવઃ'ની કરીએ છીએ, પ્રવાસનને મજબૂત બનાવવાની યોજના ઘડીએ છીએ અને બીજી તરફ જાણીતા કે અજાણ મુસાફરો અમદાવાદમાં પ્રવેશે કે લૂંટવાની નવી યોજના અમલમાં મૂકી હોય તેમ ઓટો-રિક્ષાવાળાઓ બેફામ બની પ્રજાને લૂંટી રહ્યા છે.

  • Share this:
મુજાહિદ તુંવર :

ગીતા મંદિર, કાલુપુર રેલવે સ્ટેશન, એસ જી હાઈવે, પ્રહલાદનગર-વોડાફોન, શ્યામલ, સિટીએમ-હાટકેશ્વર, એક્સપ્રેસ-વે રોડ, ચીમનભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ, લાલ દરવાજા-વીજળીઘર, જીવરાજ મહેતા હોસ્પિટલ કે પૂર્વના સંખ્યાબંધ વિસ્તારો હોય, આજકાલ ઓટો-રિક્ષાવાળાઓએ દાદાગીરીની જે માઝા મૂકી છે; તેણે મુસાફરોના માથામાં દમ કરી દીધો છે !

વાત "અતિથિ દેવો ભવઃ'ની કરીએ છીએ, પ્રવાસનને મજબૂત બનાવવાની યોજના ઘડીએ છીએ અને બીજી તરફ જાણીતા કે અજાણ મુસાફરો અમદાવાદમાં પ્રવેશે કે લૂંટવાની નવી યોજના અમલમાં મૂકી હોય તેમ ઓટો-રિક્ષાવાળાઓ બેફામ બની પ્રજાને લૂંટી રહ્યા છે.

કોરમ અને કાર્ટેલ રચીને આ રિક્ષાવાળાઓ મુસાફરોને જાણે બાનમાં લે છે ! પશ્ચિમ વિસ્તાર કે જ્યાં તમે ભાગ્યેજ "શટલ" ઓટો રીક્ષા જોઈ હશે હવે પોલીસની મહેરબાનીથી શયમલ ચાર રસ્તા, રાણીપ, ઘાટલોડિયા, સોલા રોડ, ડ્રાઈવ-ઈન, શિવરંજની જેવા વિસ્તારોમાં છડેચોક ઓટો રિક્ષાવાળાઓ જોખમી રીતે મુસાફરોને ભરીને ટ્રાફિક પોલીસની સામેથી બિન્ધાસ્તપણે નીકળી જાય છે ! આ નિર્ભય શું સૂચવે છે ? એ લોકો સ્વયં જાણે છે

પ્રહલાદનગર-કોર્પોરેટ રોડ, બહારથી આવતી ખાનગી બસોના મુસાફરો લેવાના પોઈન્ટ્સ : એસજી હાઈવે, ફન રિપબ્લિક, જોધપુર ચારરસ્તા, શ્યામલ,  શિવરંજની, નહેરુનગર જેવા વિસ્તારોમાં ભાગ્યેજ કોઈ રિક્ષાવાળા મીટરથી મુસાફરને લઇ જાય છે. "ઉચ્ચક" ભાડેથી અને પોતાની મરજીને આધીન પૈસા ઉઘરાવી, અન્ય મીટરથી જતા ઑટોવાળાને પણ ડરાવવા-ધમકાવવાનું કામ આ કેટલાક ‘લેભાગુ’ રિક્ષાવાળા કરે છે.

જોકે, આ મામલે બધાને એક લાકડીએ હાંકવા ઠીક નથી. પણ શહેરમાં દુષણ ફેલાવનારા ગણ્યાગાંઠ્યા ઓટો-રિક્ષાવાળા ના કારણે કેટલાક નિયમથી ધંધો કરનારા લોકો પણ દુઃખી છે.આ સંદર્ભે ડિસિપી (ટ્રાફિક)સુધીર દેસાઈને પૂછતાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, "ઓટો-રિક્ષાવાળાઓએ મીટરથી જ ચાલવાનું છે, તે નિયમ છે જ. તેમાં તેઓ બાંધછોડ કરી શકે નહિ. આ અંગે અમે પણ પગલાં લઈશું.મુસાફરો ટ્રાફિક શાખના પોલીસ અથવા આરટીઓ કચેરીને ફરિયાદ કરી શકે છે. કેટલાક મામલામાં અમે પણ સૂઓ-મોટો કરીશું"

ટાફીક પોલીસ આ મામલે સજાગ થાય તો સામાન્ય મુસાફરોની રોજબરોજની ઘણી સમસ્યાઓનો અંત આવી શકે તેમ છે.

First published: February 12, 2018, 8:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading