અમદાવાદ : માલિકે જાતે જ રિક્ષા ચોરને ઝડપી પાડ્યો, પોલીસે કહ્યું: 'તમારા ઘરે જ રાખો'


Updated: January 25, 2020, 10:04 AM IST
અમદાવાદ : માલિકે જાતે જ રિક્ષા ચોરને ઝડપી પાડ્યો, પોલીસે કહ્યું: 'તમારા ઘરે જ રાખો'
પ્રતિકાત્મક તસવીર

શહરેનાં કૃષ્ણનગર પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. એક રિક્ષા માલિકની રિક્ષા ચોરી થઇ ગઇ જાતે ચોરને પણ પકડી પાડ્યો. તો પણ પોલીસે કંઇ ન કર્યું.

  • Share this:
અમદાવાદ : શહેર પોલીસ અને ગુજરાત પોલીસ અવારનવાર લોકોની ફરિયાદો પોલીસ તપાસ કરશે તે તેમની પ્રાથમિકતા છે તેવા બણગા ફૂંકે છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતી કાંઇક અલગ સામે આવી છે. શહરેનાં કૃષ્ણનગર પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. એક રિક્ષા માલિકની રિક્ષા ચોરી થઇ ગઇ અને બાદમાં તેણે ચોરને પકડ્યો અને પોલીસ સમક્ષ લઇ ગયા. ત્યાં પોલીસે કહ્યું કે, મુખ્ય આરોપી ન આવે ત્યાં સુધી ચોરને તેમના ઘરે જ રાખવો. આ પ્રકારની અનેક કનડગત ભોગવી ચૂકેલા રિક્ષા માલિકે આખરે ગાંધીનગર સુધી ત્રણ મહિનાથી ધક્કા ખાધા અને આખરે હવે ક્રાઇમબ્રાંચે આ અંગે ગુનો નોંધ્યો છે.

મૂળ યુપીનાં અને ઠક્કરનગરમાં રહેતા યોગેશભાઇ ભગેળ રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2019નાં નવેમ્બર માસમાં તેમના કાકાને હાર્ટ એટેક આવતા તેઓ વતનમાં ગયા હતા. વતનમાં ગયા ત્યારે તેમની માતાએ ફોન કરીને કહ્યું કે, તેમની રિક્ષા ચોરી થઇ ગઇ છે. જેથી તેઓ પોતાના વતનથી પરત ફર્યા હતા. ત્યારબાદ તેઓ સીધા કૃષ્ણનગર પોલીસસ્ટેશન ગયા હતા. જ્યાં પોલીસે ફરિયાદ લેવાની ના પાડી હતી. ત્યાબાદ યુવાને તપાસ કરતા આસપાસમાંથી ખબર પડી કે, બચ્ચા નામના વ્યક્તિ સાથે આવતો પિન્ટુ તેમની રિક્ષા લઇ ગયો છે. જેથી તે તેની શોધમાં હતો ત્યારે એક દિવસ તેને પિન્ટુ મળી આવ્યો હતો. તે પિન્ટુ ને પકડી પોલીસ સ્ટેશન લઇ ગયો હતો. હાજર સ્ટાફે યોગેશભાઇ સાથે ગેરવર્તન કર્યું અને તેને ડીસ્ટાફે પણ આરોપીને બેસાડી રાખ્યો બાદમાં પૂછપરછ કર્યા બાદ તેને રાખવાની ના પાડી દીધી હતી. પોલીસે યોગેશભાઇને એવું પણ કહ્યું કે, પિન્ટુને તેમના ઘરે રાખે. પિન્ટુએ પોલીસ સમક્ષ એવું પણ કહ્યું કે તેને બચ્ચા નામના શખ્સે રિક્ષા ચોરી કરાવડાવી તેને ઊંઝા ઉનાવા ખાતે મૂકી આવવાનું કહેતા તે મૂકી આવ્યો હતો.

થોડા દિવસ બાદ તેને બચ્ચા નામનો શખ્સ મળ્યો, તો તેણે પિન્ટુ અને યોગેશભાઇને ધમકી આપી હતી. તેણે કડક શબ્દોમાં કહ્યું કે ,તેનું નામ આ કેસમાં આપશે તો તે લાશો પાડી દેશે.  આરોપીઓ ખુલ્લેઆમ ફરતા હોવાથી અવારનવાર ત્રણ માસ સુધી યોગેશભાઇએ પોલીસસ્ટેશનના ધક્કા ખાધા હતા. પણ પોલીસનાં પેટનું પાણી હાલ્યું ન હતું. અને આખરે ગાંધીનગર સુધી ધક્કા ખાધા બાદ ક્રાઇમબ્રાંચે ધમકી આપ્યા હોવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published: January 25, 2020
વધુ વાંચો
अगली ख़बर