અમદાવાદમાં રીક્ષાચાલકોની હડતાળ, દેખાવકારોએ 9 AMTS બસોમાં કરી તોડફોડ

News18 Gujarati
Updated: July 30, 2018, 12:45 PM IST
અમદાવાદમાં રીક્ષાચાલકોની હડતાળ, દેખાવકારોએ 9 AMTS બસોમાં કરી તોડફોડ
AMTS બસના કાચ તોડાયા

  • Share this:
પ્રણવ પટેલ, દિપક સોલંકી

પોતાની પડતર માંગોને લઇને અમદાવાદના રીક્ષા ચાલકોએ આજે સોમવારે હડતાળ ઉપર ઉતર્યા છે. રીક્ષા ચાલકોની આ હડતાળ ધીમે ધીમે ઉગ્ર બનતી જાય છે. મળતી માહિતી પ્રમાણે હડતાળનું ચુસ્ત પાલન કરાવવા માટે કેટલાક રીક્ષા ચાલકો રસ્તા ઉપર ઉતરીને રીક્ષાઓ બંધ કરાવી રહ્યા છે. ચાલુ રીક્ષાના ચાલકો સાથે હડતાળીયા ચાલકોએ ઝપાઝપી કરી હોવાની પણ ઘટનાઓ બની છે. દેખાવકારો બળજબરીથી રીક્ષાઓ બંધ કરાવી રહ્યા છે. સાથે સાથે રીક્ષા ચાલકોએ અમદાવાદની મહત્વની સેવા એવી એએમટીએસ બસોને પણ નિશાન બનાવી રહ્યા છે. બપોરી સુધીમાં દેખાવકારોએ આશરે 9 જેટલી એએમટીએસ બસોને નિશાન બનાવી છે. દેખાવકારોએ આ બોસમાં તોડફોડ કરીને જાહેર સંપત્તીને નુકસાન પહોંચાડી રહ્યા છે. રીક્ષા ચાલકોની હડતાળના કારણે મુસાફરોની કફોડી પરિસ્થિતિ થઇ છે.દેખાવકારોએ રીક્ષા ચાલક સાથે કરી ઝપાઝપી

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ રીક્ષા ચાલોકની હડતાળ શરૂ થઇ ગઇ છે. આ હડતાળ ધીમે ધીમે હિંસક બનતી જાય છે. સોમવારે સવારે એક રીક્ષા ચાલક 132 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા હેલ્મેટ સર્કલ પાસેથી એક રીક્ષા ચાલક રીક્ષા લઇને પસાર થઇ રહ્યો હતો.

ત્યારે અન્ય હડતાળીયા રીક્ષા ચાલકોએ તેને રોકીને તેની સાથે ઝપાઝપી કરી હતી. દેખાવકારોએ તેને માર્યો હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. ઝપાઝપીમાં રીક્ષા ચાલકનું શર્ટ ફાટી ગયું હતું. આમ હડતાળીયા રીક્ષા ચાલકોની રીતસરની દાદાગીરી જોવા મળી હતી. અન્ય રીક્ષા ચાલોકને બળજબરીથી રીક્ષાઓ બંધ કરાવી રહ્યા છે.દેખાવકારોએ 9 AMTSના ફોડ્યા કાચ

રીક્ષા ચાલકો સાથે પોલીસ ખરાબ વર્તન કરી રહી હોવાના આરોપ સાથે રીક્ષા ચાલકો હડતાળ ઉપર ઉતર્યા છે. ત્યારે આ હડતાળ હિંસક બની રહી છે. સવારથી લઇને અત્યાર સુધીમાં અમદાવાદમાં દેખાવકારોએ નવ એએમટીએસ બસોના કાચ તોડ્યા છે.મળતી માહિતી પ્રમાણે અસારવા વિસ્તારમાંથી પસાર થતી 7 AMTS, ગોમતીપુરમાં 1 AMTS અને ચાંદલોડિયામાં 1 AMTS બસ આમ અમદાવાદમાં કુલ 9 AMTSના કાચ તોડ્યા છે. કાચ ફોડવાથી મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો છે અને અધ વચ્ચે રજડી પડ્યા છે. જોકે, AMTS દ્વારા બીજી બસોની સુવિધા કરવામાં આવી છે.

 
First published: July 30, 2018
વધુ વાંચો
अगली ख़बर