એરપોર્ટ પર ઓટોરિક્ષા સાથે ઓરમાયું વર્તન, રિક્ષા ડ્રાઈવરો હાઈકોર્ટની શરણે

News18 Gujarati
Updated: October 22, 2019, 11:23 PM IST
એરપોર્ટ પર ઓટોરિક્ષા સાથે ઓરમાયું વર્તન, રિક્ષા ડ્રાઈવરો હાઈકોર્ટની શરણે
પ્રતિકાત્મક તસવીર

ઓટો રિક્ષાચાલક પાર્કિંગની ફી ભરવા તૈયાર હોય તેમ છતાં તેની ઓટો રિક્ષા પાર્કિંગ કરવા દેવામાં આવતી નથી.

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: જાગૃત ઓટોરિક્ષા ડ્રાઇવર્સ યુનિયન અમદાવાદના પ્રમુખ રાજવીર ઉપાધ્યાય દ્વારા નામદાર હાઇકોર્ટ ઓફ ગુજરાત ખાતે એડવોકેટ જેકી ચાન મારફતે અમદાવાદ એરપોર્ટ ખાતે ઓટોરિક્ષા અને ટેક્સી કે જેઓ મુસાફરોને મૂકવા અને લેવા અમદાવાદ એરપોર્ટ ખાતે જાય છે તેમની પાસેથી પ્રવેશ ફી તરીકે અરાઈવલ પોઈન્ટ ઉપર પચાસ રૂપિયા પ્રવેશ ફી લેવામાં આવે છે. ઓટો રિક્ષાચાલક પાર્કિંગની ફી ભરવા તૈયાર હોય તેમ છતાં તેની ઓટો રિક્ષા પાર્કિંગ કરવા દેવામાં આવતી નથી.

મહત્વની વાત એ છે કે, ટેક્સી કેબના ચાલકોને મહિનાનો ૫૦૦ રૂપિયાનો પાસ આપીને ટેક્સી ચાલકોને મુસાફરો લઈ જવા અને લાવવાની છૂટ આપવામાં આવી છે પરંતુ આ બાબતે ઓટોરિક્ષા ચાલકોને પણ જોગવાઇ મુજબ મહિનાનો પાસ આપવામાં આવતો નથી. ઓટોરિક્ષા ચાલક પાસે એન્ટ્રી ફીના 50 રૂપિયા વસૂલી ને તેમને કાર ની રસીદ આપવામાં આવે છે. આ બધી ઉપરોક્ત બાબતો જે ઓટો રિક્ષા ચાલકોના બંધારણીય મૂળભૂત અને ગ્રાહકો અધિકારોનું ઉલ્લંઘન હોય જે બાબતે સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન દાએલ કરવામાં આવેલ છે અને તેમાં ઓટો રિક્ષાચાલક માટે અમદાવાદ એરપોર્ટ ખાતે મફતમાં ઓટો રીક્ષા સ્ટેન્ડ ની ફાળવણી કરવામાં આવે.

ઓટોરિક્ષા ચાલક અને મુસાફરો ના હીતમાં લેવામાં આવતી 50 રૂપિયાની ફી રદ કરવામાં આવે અને ઓટોરિક્ષા ચાલકોને ટેક્સી કેબ મુજબ સીમિત સંખ્યામાં માસિક પાસ આપવામાં આવે જેથી તેઓ પોતાની રોજીરોટી કમાવાની અને મુસાફરોને પોતાની સેવા પૂરી પાડી શકે. તેમજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી પાર્કિંગ પોલિસીમાં ઓટો રીક્ષાનો કોઈ પણ ઉલ્લેખ ન હોય કે જે ઓટો રિક્ષા ચાલકોના મૂળભૂત અધિકાર કાયદા સામે સમાનતા અને વ્યવસાયિક ધોરણ ઉપર ભેદભાવ હોય જે બાબતે નામદાર હાઇકોર્ટ ઓફ ગુજરાતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ મુદ્દે કેસની સુનાવણી તા.૨૭/૧૧/૨૦૧૯ના રોજ રાખવામાં આવી.
First published: October 22, 2019, 7:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading