Home /News /madhya-gujarat /

લો બોલો, સિંઘમ ગણાતા નિવૃત્ત ડીએસપી એન કે અમીનની કાર આતરીને ધમકી આપી શખશોનો કાર લઈ જવા પ્રયાસ

લો બોલો, સિંઘમ ગણાતા નિવૃત્ત ડીએસપી એન કે અમીનની કાર આતરીને ધમકી આપી શખશોનો કાર લઈ જવા પ્રયાસ

સોલા પોલીસ સ્ટેશન ફાઈલ તસવીર

Ahmedabad Crime News: તાજેતરમાં બાગબાન પાર્ટી પ્લોટ પાસેથી તેઓ પસાર થતા હતા. ત્યારે તેમની કાર આતરીને કેટલાક શખ્સોએ ગાળો બોલી હતી, એટલુ જ નહીં તેમની કાર લઈને (car) ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો.

અમદાવાદ: ગુજરાતમા (Gujarat) એક સમયે સતત ચર્ચામાં રહેલા પોલીસ અધિકારી (police officer) ડોકટર એન કે અમીન ફરી ચર્ચામાં આવ્યા છે. ડોકટર એન કે અમીન ડીએસપી તરીકે નિવૃત થયા બાદ વકીલાત કરે છે. તાજેતરમાં બાગબાન પાર્ટી પ્લોટ પાસેથી તેઓ પસાર થતા હતા. ત્યારે તેમની કાર આતરીને કેટલાક શખ્સોએ ગાળો બોલી હતી, એટલુ જ નહીં તેમની કાર લઈને (car) ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગેની જાણ પોલીસને કરતા સોલા પોલીસે (sola police) ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ ડોકટર એન કે અમીનની પત્ની પાસે 2001 માં સુરતના વેપારીએ કરોડો રૂપિયા લીધા હતા તેના બદલામાં કાર આપી હતી. આ કાર રૂપિયા દેવામાં વાળી લેવામાં આવે તેમ જણાવ્યું હતું. પણ ઉછીના લેનારે કાર પર લૉન લઈ લીધી અને રૂપિયા પરત ન કરતા લૉન હપ્તા ચડી ગયા હતા. જે અંગેની છેતરપીંડીની ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાઇ છે. આ બનાવ અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નરેન્દ્ર અમીને સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે  વર્ષ 2001માં ખાસ મિત્ર સ્વર્ગસ્થ ગીરીશભાઈ માધવાની અને જીગ્નેશ દલાલની કપડાની દુકાન સુરતમાં આવેલી હતી. જેથી ગીરીશભાઈ ને મળવા આવતો હતો તે દરમિયાન ગીરીશભાઈ ના માધ્યમથી જીગ્નેશ દલાલ સાથે મારે મિત્રતા થઈ હતી. જીગ્નેશ દલાલે પત્ની જયશ્રી અમીન પાસેથી કાપડના શોરૂમમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને કાપડના ધંધામાં રોકાણ કરવા ત્રણ કરોડ જેટલી રકમ ઉછીની લીધી હતી. આ લેણા નીકળતા પૈસા ના ચુકવણા તરીકે 2016માં ક્રેટા ગાડી જેની કિંમત 15 લાખ ગણીને જીગ્નેશ દલાલે  તેઓને વેચાણ કરેલી.

તેની વેચાણ કિંમત પત્નીના કાયદેસરના લેણા નીકળતા રૂપિયામાંથી બાદ કરી એટલું દેવું ઓછું કરવાનો હિસાબ કર્યો હતો. 2018માં વરના ગાડી આજ રીતે વેચાણ કરી હતી એની કિંમત 15,28,709 હતી. તથા ૫૦ લાખ રૂપિયા રોકડા અને તેઓની પત્નીના બેંક એકાઉન્ટમાં ભરીને ચૂકવી આપેલા હતા. આ રીતે કુલ ત્રણ કરોડના લેણા નીકળતા નાણામાંથી તેઓની પત્ની ને 80 લાખ જેટલી રકમ ચૂકવી આપેલી અને બાકી રહેતા બે કરોડ વીસ લાખ માટે જીગ્નેશ દલાલે જય શ્રીબહેનને ૧૧ જેટલા પોસ્ટ ડેટેડ ચેક અને પ્રોમિસરી નોટ આપેલી હતી.

2018માં ફરિયાદી એન કે અમીન ના  ફેમિલી પાસે જે કાર હતી તે વરસાદમાં પાણી માં ડૂબી ગયેલી. જેથી તેઓને નવી ગાડી ખરીદવા ની જરૂરત ઊભી થયેલ તે બાબતની જાણ જીગ્નેશ દલાલને થતા તેણે 2018ની સાલમાં સામે ચાલીને નવી વરના ગાડી પોતાની પત્ની પ્રિતી દલાલ ના નામે ખરીદીને તેઓને વેચાણ આપેલી અને તેની વેચાણ કિંમત 15,8,709 લાખ ડો.અમીનના પત્નીના કાયદેસરના લેણા નીકળતા રૂપિયામાંથી બાદ કરી એટલું ઓછું કરવાનો હિસાબ કરેલો. બને પક્ષે મિત્રતા હોવાથી જીગ્નેશ દલાલના કહેવા મુજબ પ્રીતિ દલાલના નામે વરના ગાડી લઈએ તો જીગ્નેશ દલાલ ને ઇન્કમટેક્સમાં ફાયદો થાય એટલે વરના ગાડી પત્નીના લેણા નીકળતા નાણાંમાંથી ખરીદેલી હોવા છતાં અને આ નાણાં હિસાબમાં વાળી લીધેલ હોવા છતાં માલિકીની વરના ગાડી માત્ર રાખવા પૂરતું પ્રીતિ દલાલ નું નામ રાખેલ હતું અને તે ડિસેમ્બર 2018માં જીગ્નેશ દલાલી અમને વરના ગાડી વેચાણ આપેલી, તે દિવસથી તેઓ આ ગાડીના માલિક છે અને છેલ્લા ચાર-પાંચ વર્ષથી આ ગાડી તેઓ જ વાપરે છે. વધુમાં પ્રીતિ દલાલે જે તે વખતે તેઓને માલિકી ટ્રાન્સફરના ટી .ટી .ઓ  ફોર્મ માં સહી કરી આપેલ હતી.

વરના કારના શો રૂમમાંથી સીધી આરટીઓ પાર્સિંગ કર્યા વગર જીગ્નેશ દલાલે અમદાવાદ ખાતે ડિલિવરી કરાવેલી. આ વરના ગાડીનો નંબર તેઓની ચોઇસનો લેવાનો હોય ગાડી આરટીઓમાં પાર્સિંગ વખતે જીગ્નેશ દલાલે વોટ્સએપ પર પસંદગીના નંબરો મોકલી આપેલા. જેમાંથી 7606 નંબર પસંદ કરેલો જે  વોટ્સએપ કોમ્યુનિકેશન ની નકલ રજૂ કરેલી છે. તેમજ સાથે સાથે વરના ગાડી આરટીઓ માં પાસ કરાવવા માટે પણ આ જીગ્નેશ દલાલે અમારી પાસે વરના ગાડીના એન્જિન અને ચેચીસ નંબર ફોટો પાડી વોટ્સએપ માં મોકલવા જણાવેલ અને આ ગાડીના એન્જિન ચેચીસ નંબર મોકલી આપેલ છે. પછી આ જીગ્નેશ દલાલે આરટીઓમાં પોતાની વગ વાપરી ફિઝિકલી ગાડી રજૂ કર્યા સિવાય આરટીઓ પાર્સિંગ કરાવ્યું અને નંબર મેળવેલ પરંતુ અમને આ ગાડીની આરસીબુક જે તે આ વખતે માંગવા છતાં આપેલ નહીં અને જણાવેલ કે આરટીઓ ઓફીસ માંથી આરસીબુક મોડી આવે છે. વધુમાં આ વરના ગાડી GJ 19 AM 7606 નો ખરીદી અંગે નો હિસાબ પણ જીગ્નેશ દલાલ મને એક્સેલ સીટ માં વોટ્સએપ કરેલો અને વેચાણ પેટે સહી કરી આપેલ ટી ટી ઓ ફોર્મ ની નકલ પણ હતી.

ત્યારબાદ ઓગસ્ટ 2020માં જીગ્નેશ દલાલે ડો. અમીનના મિત્ર પ્રથમેશ વકીલ મારફતે વરના ગાડીની આરસી બુક મોકલી આપેલી જે જોતા તેઓને ખબર પડેલી કે આ ગાડી ઉપર પ્રીતિ દલાલે એક્સિસ બેન્ક માંથી લોન લીધેલી છે .જેથી તેઓએ જીગ્નેશ દલાલ અને પ્રીતિ દલાલનો સંપર્ક કરતા તેઓએ પાકો વિશ્વાસ અને ભરોસો આપેલ અને ખાતરીપૂર્વક જણાવ્યું કે કેટલાક કારણોસર તમારી જાણ બહાર લોન લેવી પડી છે અને આ ગાડી ની લોન ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં પૂર્ણ ભરપાઈ કરી દઈશું પ્રીતિ દલાલે આરટીઓ ટ્રાન્સફર ફોર્મ સહી કરી ને આપેલ છે.

એટલે અમે લોન ભરપાઈ કરી દઈએ કે તરત જ તમે ગાડી તમારા નામે કરાવી લેજો. દરમિયાન જીગ્નેશ દલાલે કાયદેસરના દેવાના ચૂકવવા પેટે પત્ની ને આપેલા કુલ ૧૧ ચેક પત્નીએ બેંકમાં જમા કરાવતા આ બધા ચેકો રિટર્ન થયેલા. જીગ્નેશ દલાલે પત્ની અને મારી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલો હોય જેથી મારા પત્ની અને મેં જીગ્નેશ દલાલ વિરુદ્ધમાં અમદાવાદની મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ નીચે 11 ફોજદારી કેસો ડો. અમીને કર્યા હતા. આ જીગ્નેશ દલાલ ઉપર અમે ફોજદારી કેસો કરતા તેણે અને તેની પત્નીએ મારી અને મારા પત્ની સામે  પોલીસ કમિશનર સુરત શહેરને ઓક્ટોબર 2020માં ખોટી અરજી કરેલ કે મેં તેમની બે ગાડીઓ બળજબરીથી પચાવી પાડેલી છે .અને ખોટી સહીઓ કરી ગાડી ટ્રાન્સફર કરાવી દીધેલ છે. જે અરજીની તપાસ ઉમરા પોલીસ સ્ટેશન ખાતે થતાં તપાસમાં ને રજુ કરેલ પુરાવા ધ્યાનમાં લઇ જીગ્નેશ  દલાલ અને  પ્રીતિ દલાલની અરજીઓ દફ્તર કરવામાં આવી હતી.

ગઈ તારીખ 30 3 2022 ના રોજ ડો. અમીન વરના ગાડી લઇ મારા ફેમિલી સાથે સાંજના સમય બાગબાન પાર્ટી પ્લોટ નજીક ઓવરબ્રિજ થઈને ઝાયડસ હોસ્પિટલ રોડ તરફ જતા હતા. ત્યારે અચાનક હારમોની કોમ્પ્લેક્સ સામે ચાર અજાણ્યા લોકો ગાડી ની આગળ અને પાછળ સ્કૂટર ઊભું રાખી દીધું. અને  વરના ગાડી ને આંતરી લીધેલ. જેથી ગાડી ઉભી રાખી આ જોરજોરથી બૂમો પાડી મારો દરવાજો ખોલવા પ્રયત્ન કરવા લાગેલ અને ગાડી બંધ કરી દરવાજો ખોલતાં હાથ ખેંચીને સીટમાંથી બહાર ખેંચી લીધેલ અને એક માણસ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયેલ અને ગાડી લઇ જવાનો પ્રયત્ન કરેલ. પરંતુ  ગાડી બંધ કરેલ હોય તે ચલાવી શકેલ નહીં.

જેથી તેમના હાથમાંથી ચાવી પડાવી લેવાનો પ્રયત્ન કરતા તેઓએ ચાવી આપવાનો ઇનકાર કરતા મારી સાથે હાથાપાઈ અને મુક્કા મુક્કી કરેલ અને ગાળાગાળી કરેલ અને પોતે ક્રાઈમ બ્રાન્ચના માણસો છે તેવું જણાવ્યું .તે દરમિયાન તેઓના જમાઈ અને અન્ય માણસો આવી જતા આ માણસો અટકી ગયેલા અને ત્યારબાદ ખબર પડેલી કે આ ચારે માણસો એક્સિસ બેંક બારડોલી તરફથી આ ગાડી ખેંચવા માટે મોકલવામાં આવેલા છે અને તેઓ  શ્રુતિ કલેક્શન દરિયાપુર ખાતે આ નામની કંપનીના માણસો છે. જેમને ગાડીની આરસીબુક તથા ટી ટી ઓ ફોર્મ બતાવતા આ માણસો એ કોઈ વ્યક્તિને ફોન કરેલ અને ત્યારબાદ આ માણસો ત્યાંથી ગાડી લીધા વગર ચાલ્યા ગયેલા. પરંતુ જતાં કહેતા ગયેલા કે આ ગાડી તો અમે લઈ જઈશું.

આ પણ વાંચોઃ-Couple suicide: સુરતમાં પ્રેમી યુગલે તાપી નદીના કિનારે સજોડે જીવન ટૂંકાવ્યું

આ ચાર  અજાણ્યા ઈસમોએ ગાળાગાળી કરીને ભય અને આતંકનું વાતાવરણ સર્જી લીધેલું અને વરના કાર આંચકી ને જબરજસ્તી ડ્રાઇવિંગ સીટ માં બેસી જઈ બળજબરીથી લઇ જવાનો પ્રયત્ન કરેલ. જીગ્નેશ દલાલે તેના લેણદારો વધી જતા અને તેની સામે ઘણા ક્રિમીનલ કેસો ચાલતા હોય હાલમાં સુરત શહેર ખાતે જણાવેલ સરનામે રહેતો નથી અને તેણે સુરત જિલ્લાના બારડોલી શહેરમાં કાપડનો શોરૂમ કરેલ છે અને બારડોલીમાં તેના પત્ની સાથે મળીને કાપડના વેપાર કરે છે. વરના ગાડી ની લોન પણ તેને એક્સિસ બેન્કની બારડોલી બ્રાન્ચમાંથી મેળવેલી છે જીગ્નેશ સામે ચેક રિટર્ન ના કેસો કરતા પ્રીતિ દલાલએ ગાડીની લોનના હપ્તા ભરવાનું જાણી જોઈને બંધ કરયુ.

આ પણ વાંચોઃ-firing: સુરતમાં પૂર્વ પ્રેમિકાનો પ્રેમ સંબંધ ચાલુ કરવા દબાણ, યુવકે યુવતીની બહેન ઉપર ફાયરિંગ કર્યું, ધરપકડ

જેથી હપ્તા ન ભરે તો બેંક ગાડી સિઝર કરી લે અને વેચાણ લીધેલી આ ગાડી તેમની પાસેથી જતી રહે અને આર્થિક નુકસાન થાય તેવો હેતુ હોવાનો આરોપ કરાયો છે. ફરિયાદીને જાણવા મળ્યા મુજબ જીગ્નેશ અને તેની પત્ની પોતાના ધંધાકીય તમામ પ્રકારનો વ્યવહાર પણ બેન્ક સાથે કરે છે જેથી જો તેઓ બેંક માંથી લોન લીધેલ હોય તો બેંક તેમની પાસેથી ચોક્કસ વસૂલાત કરી શકે પરંતુ તેમ ના કરતાં પ્રીતિ દલાલે અમને વેચાણ ગાડી પરત ખેંચાઈ જાય અને અમને લાખો રૂપિયાનું નુકસાન જાય એ પ્રકારની યુક્તિ બેંકના અધિકારીઓ ના મેળામાં કરવામાં આવેલ છે.

એટલે કે બારડોલી પાર્સિંગ ની ગાડી હોવા છતાં અને પ્રીતિ દલાલ અને તેના પતિ જીગ્નેશ બંને જણા બારડોલીમાં જ રહેવા હોવા છતાં બેંક આ બંને જણ પાસેથી લોનની વસુલાત કરતી નથી .જેથી ચોક્કસ શંકા જાય છે કે આ ગુનામાં બારડોલીની બેન્કના લાગતા-વળગતા અધિકારીઓની પણ સંડોવણી છે તમામ આરોપીઓ એક થઈ વરના ગાડી સિઝર લોકો ઉઠાવી જાય એ પ્રકારનું બંધ ઇરાદાપૂર્વક ગુનાહિત કાવતરું કરેલ હતું . જે અંગે તેઓએ સોલા પોલીસ સ્ટેશનમાં ત્રણેક લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર