હર્મેશ સુખડિયા, અમદાવાદ : શહેરના નારણપુરામાં દાગીના લૂંટી લેવાના એક ઘટના બની છે. આ કિસ્સો ઘરે એકલી રહેતી મહિલાઓ માટે ચેતવણી સમાન છે. નારણપુરામાં એક વૃદ્ધા ઘરે એકલા હતા ત્યારે એક શખ્સ દાગીના ધોવાના બહાને ઘરમાં ઘૂસ્યો હતો. દાગીના ધોતાં ધોતાં તે દાગીનાની ચોરી કરવા લાગ્યો હતો. વૃદ્ધાને આ વાત માલુમ પડી જતાં તેણે આરોપી સાથે ઝપાઝપી કરી હતી. જોકે, આ દરમિયાન આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી પ્રમામે અંકુર ચાર રસ્તા પાસે આવેલા ભદ્રેશ્વર ફ્લેટમાં રહેતા 73 વર્ષના સુર્યાબહેન પરીખ તેમના પતિ સાથે રહે છે. ગુરૂવારે બપોરે તેમના ઘરે એક કારીગર આવ્યો હતો. કારીગરે દાગીના ધોઇ દેવાની વાત કરતા સુર્યાબહેનના પતિએ પોતાની આંગળીમાંથી કાઢીને એક વિંટી ધોવા આપી હતી. કારીગરે બીજા દાગીના માંગતા જ તેઓને શંકા ગઇ હતી. જેથી તેને પકડીને તેની પાસેથી ધોવા આપેલી વિંટી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપીએ વૃધ્ધા અને તેના પતિ સાથે ઝપાઝપી કરી હતી અને ત્યાંથી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો.
ઝપાઝપી દરમિયાન શખ્સનું એક વોલેટ ત્યાં પડી જતાં તેમાંથી અન્ય દાગીના મળ્યાં હતાં. આ દાગીના ક્યાંકથી લૂંટેલા હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત વોલેટમાંથી તેનું લાઇસન્સ પણ મળી આવ્યું હતું. આના આધારે વૃદ્ધાએ નારણપુરા પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી છે.
નારણપુરા પોલીસનું કહેવું છે કે આ અંગે છેતરપિંડીનો ગુનો નોંધીને લાઇસન્સ અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. લાઇસન્સમાં વ્યક્તિનું નામ મુન્નાકુમાર પ્રસાદ લખેલું છે અને તે વાડજ ખાતે રહે છે. પોલીસે હવે નામ અને સરનામા પરથી વ્યક્તિની શોધખોળ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર