અમદાવાદ : ડોર ટૂ ડોર સર્વે કરવા ગયેલા બે આરોગ્યકર્મી પર હુમલો

અમદાવાદ : ડોર ટૂ ડોર સર્વે કરવા ગયેલા બે આરોગ્યકર્મી પર હુમલો
પુરુષ અને મહિલાકર્મી પર હુમલો.

અમદાવાદના નિકોલમાં ડોર ડૂ ડોર સર્વે માટે ગયેલા પુરુષ અને મહિલાકર્મી પર હુમલો કરવામાં આવ્યો.

 • Share this:
  અમદાવાદ : સોમવારે શહેરમાં કોરોના વૉરિયર્સ (Ahmedabad Corona Warriors) પર હુમલાના બે બનાવો બન્યા છે. જેમાં આઈઆઈએમ (IIM) ખાતે પરપ્રાંતીય મજૂરો તરફથી વતન જવાની માંગ સાથે પોલીસ પર પથ્થરમારો (Stone Pelting) કરવામાં આવ્યો હતો. બીજી તરફ શહેરના નિકોલ (Nikol Area)વિસ્તારમાં બે આરોગ્યકર્મી પર હુમલો કરવામાં આવ્યો છે. આ બંને કર્મીઓ ડોર ટૂ ડોર સર્વે (Door to Door Corona Survey) માટે ગયા હતા. જેમાં એક પુરુષકર્મી અને એક મહિલાકર્મીનો સમાવેશ થાય છે. પોતાની ફરજના ભાગરૂપે નોકરી પર ગયેલા કર્મીઓ પર હુમલો થતાં ફીટકાર વરસી છે.

  નિકોલ વિસ્તારમાં એક મહિલા અને પુરુષ કર્મી ડૂર ડૂ ડોર સર્વે માટે ગયા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. જેના કારણે મહિલાકર્મીના હાથમાં ઈજા પહોંચી હતી. બીજી તરફ આજે અમદાવાદના આઈઆઈએમ રોડ ખાતે પોલીસ પર પથ્થરમારાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પોલીસની છ ગાડીના કાચ તૂટ્યા છે. આ મામલે પોલીસે 100થી વધારે લોકોની અટકાયત કરી છે.  આ પણ વાંચો : અમદાવાદ : હેલ્થકાર્ડ લેવા માટે રાતથી જ લાઇનો લાગી, લોકો ગાદલા-ગોદડા લઇને ગોઠવાઈ ગયા

  અમદાવાદમાં પોલીસ પર પથ્થરમારો

  દેશમાં લૉકડાઉન 4.0 લાગૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે જે તે રાજ્યમાં ફસાયેલા શ્રમિકો તેમના વતન જવા માટે ઉતાવળા બન્યા છે. રાજ્યમાં બે દિવસમાં પોલીસ પર પથ્થરમારાના બે બનાવો બન્યા છે. રવિવારે રાજકોટના શાપર ખાતે પરપ્રાંતીય મજૂરોએ હોબાળો મચાવીને તોડફોડ કરી હતી તેમજ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. સોમવારે અમદાવાદ ખાતે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયરગેસના શેલ પણ છોડવા પડ્યા છે. પથ્થરમારાની ઘટના બાદ IPS અમિત વિશ્વકર્મા ઘટનાસ્થળે દોડી ગયા હતા. પથ્થરમારા દરમિયાન પોલીસની છ ગાડીના કાચ તૂટ્યા છે. આ મામલે પોલીસે 100 લોકોની અટકાયત કરી છે. આ તમામ લોકો ઉત્તર પ્રદેશના રહેવાશી છે તેમજ આઈઆઈએમ પાસે બનેલા રેનબસેરામાં રહેતા હતા.

  આ પણ વાંચો : અમદાવાદ સિવિલમાં કોવિડનો દર્દી ખોવાયો, પોલીસ ફરિયાદ કર્યા બાદ હૉસ્પિટમાંથી જ મળ્યો

   

  પોલીસે ધરપકડ શરૂ કરી

  મળતી માહિતી પ્રમાણે સોમવારે આઈઆઈએમ રોડ ખાતે મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થયા હતા. આ અંગેની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદમાં શ્રમિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને શ્રમિકોના ટોળામાંથી એકાએક પથ્થરમારો શરૂ થયો હતો. આ તમામ લોકો વતન જવાની માંગ સાથે એકઠા થયા હતા. આ દરમિયાન પોલીસે તેમને ખોટી ઉતાવળ ન કરવા માટે સમજાવ્યા હતા. તેમજ સરકાર દ્વારા ભરવામાં આવી રહેલા પગલાં અંગે માહિતી આપી હતી.
  Published by:News18 Gujarati
  First published:May 18, 2020, 12:49 pm

  ટૉપ ન્યૂઝ