CCTV: અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ પર હુમલાની ઘટના કેમેરામાં કેદ

News18 Gujarati
Updated: January 11, 2018, 3:27 PM IST
CCTV: અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ પર હુમલાની ઘટના કેમેરામાં કેદ
રિવર્સમાં જઈ રહેલી કારને રોકવાનો બે પોલીસ કર્મીએ પ્રયાસ કર્યો હતો

ક્રાઇમબ્રાંચની ટીમને જોઈને ટોલનાકા પરથી પસાર થઈ રહેલી ચોર ટોળકી પોતાની ગાડી રિવર્સમાં દોડાવે છે.

  • Share this:
અમદાવાદઃ કાર ચોર ગેંગ દ્વારા અમદાવાદની ક્રાઇમબ્રાંચ પર કરવામાં આવેલા ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કાર ચોર ગેંગ કાર લઈને ભાગી રહી છે. પોલીસે ઘેરો ઘાલીને આ કારને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો.

નોંધનીય છે કે બુધવારે રાત્રે અમદાવાદની ક્રાઇમબ્રાંચ અને કાર ચોર ગેંગ વચ્ચે ફિલ્મમાં બતાવવામાં આવે તેવી અથડામણ થઈ હતી. મહેસાણા વોટરપાર્ક ખાતે થયેલી અથડામણમાં એક આરોપીને ગોળી વાગી હતી. જ્યારે બે પોલીસકર્મી ઘાયલ થયા છે. તમામને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.

આ દરમિયાન મહેસાણા ટોલનાકા પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં પોલીસ પર કરવામાં આવેલા હુમલાના દ્રશ્યો કેદ થઈ ગયા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ટોલનાકા ખાતે પહેલેથી જ નાકાબંધી કરીને ઉભી રહેલી ક્રાઇમબ્રાંચની ટીમને જોઈને ટોલનાકા પરથી પસાર થઈ રહેલી ચોર ટોળકી પોતાની ગાડી રિવર્સમાં દોડાવે છે. ક્રાઇમબ્રાંચના બે કર્મીઓ કારને રોકવાનો પ્રયાસ પણ કરે છે. જોકે, કારમાં બેઠેલા આરોપીઓ અહીંથી ભાગી જવામાં સફળ રહે છે.

આ કેસમાં અડાલજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે કલમ 307 કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે બે લોકો હજી ફરાર છે. કાર ચોરનાર આ ગેંગ રાજસ્થાનની બિશનોઈ ગેંગ હોવાનું માલુમ પડ્યું છે. રાજસ્થાનના સંચોરની આ ગેંગ છે.
First published: January 11, 2018, 3:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading