નગરોટામાં મોટો ફિદાયીની હુમલો, સાત જવાન શહીદ, 17 બંધકોને છોડાવાયા

Haresh Suthar | Pradesh18
Updated: November 29, 2016, 11:14 PM IST
નગરોટામાં મોટો ફિદાયીની હુમલો, સાત જવાન શહીદ, 17 બંધકોને છોડાવાયા
જમ્મુ કાશ્મીરના નગરોટા સેક્ટરમાં મોડી સાંજે ફરી એકવાર ફાયરિંગ થયું. જેમાં સેનાના બે જવાનો અને એક મહિલા ઘાયલ થયા છે. મોડી સાંજે કરાયેલા આ હુમલામાં સેનાના બે અધિકારી અને પાંચ જવાનો શહીદ થયા છે.

જમ્મુ કાશ્મીરના નગરોટા સેક્ટરમાં મોડી સાંજે ફરી એકવાર ફાયરિંગ થયું. જેમાં સેનાના બે જવાનો અને એક મહિલા ઘાયલ થયા છે. મોડી સાંજે કરાયેલા આ હુમલામાં સેનાના બે અધિકારી અને પાંચ જવાનો શહીદ થયા છે.

  • Pradesh18
  • Last Updated: November 29, 2016, 11:14 PM IST
  • Share this:
જમ્મુ #જમ્મુ કાશ્મીરના નગરોટા સેક્ટરમાં મોડી સાંજે ફરી એકવાર ફાયરિંગ થયું. જેમાં સેનાના બે જવાનો અને એક મહિલા ઘાયલ થયા છે. મોડી સાંજે કરાયેલા આ હુમલામાં સેનાના બે અધિકારી અને પાંચ જવાનો શહીદ થયા છે.

આશંકા સેવાઇ રહી છે કે આતંકીઓ ત્યાં છુપાયેલા હોવા જોઇએ. તો બીજી તરફ બંધકોને છોડાવી લેવાયા છે. 12 જવાન, બે મહિલાઓ અને બે બાળકો સહિતને આતંકવાદીઓએ બંધક બનાવ્યા હતા. આ પહેલા આજે સવારે સેનાના કેમ્પ પર હુમલો કરનારા ચાર આતંકીઓને ઠાર કરાયા હતા.

સેનાના પીઆરઓ મનીષ મહેતાએ પ્રેસને બ્રીફ કરતાં કહ્યું કે, રાત થતાંની સાથે જ સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો છે. હવે સવારે ફરી એકવાર સર્ચ ઓપરેશન કરાશે. નગરોટામાં કુલ ત્રણ આતંકવાદીઓને ઠાર કરાયા છે.

સાંબામાં ત્રણ આતંકીઓ ઠાર કરાયા છે. ત્યાં છ જવાનો ઘાયલ થયા છે. જેમાં ડીઆઇજી બીએસએફ અને એક જેકે પોલીસ ઇન્સ્પેક્ટર છે. આજે જમ્મુમાં કુલ છ આતંકવાદીઓ ઠાર કરાયા છે જ્યારે સાત જવાનો શહીદ થયા છે.
First published: November 29, 2016
વધુ વાંચો
अगली ख़बर