આતંકવાદીઓનું નેટવર્ક તોડી ATS અને કોસ્ટલે બનાવ્યો માસ્ટર પ્લાન

News18 Gujarati
Updated: October 15, 2019, 11:31 PM IST
આતંકવાદીઓનું નેટવર્ક તોડી ATS અને કોસ્ટલે બનાવ્યો માસ્ટર પ્લાન
પ્રતિકાત્મક તસવીર

એક એન્ટી ટેરર નેટવર્ક ઉભું કરવામાં આવી રહ્યું છે અને જેમાં ખાસ કરીને કઈ રીતે કોઈ પણ આતંકવાદી અથવા ગેરકાયદેસર પ્રવુતિની માહિતી પહેલાથી મળી શકે તે માટે કામ કરી રહયા છે

  • Share this:
નવીન ઝા, અમદાવાદ: ગુજરાત રાજ્યમાં પહેલી વાર ATS અને કોસ્ટલ વિભાગ ભેગા મળી એક ઓપરેશન હાથ ધર્યું છે અને જેમાં સમુદ્રી માર્ગેથી થતી ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા એક પ્લાન બનાવ્યો છે.

ગુજરાત રાજ્યમાં 1600 કિલો મીટરનો સમુદ્રી માર્ગ છે અને જેમાં અગાઉ અનેક વાર હથિયારથી લઈ ડ્રગ, અને આંતકવાદીઓ ભારતમાં ઘુસી હુમલાને અંજામ આપી ચુક્યા છે. સમુદ્રી માર્ગથી ડ્રગની હેરાફેરી અનેક વાર કરવામાં આવે છે અને જેમાં કેટલીક વાર સુરક્ષા તંત્રને સફળતા હાથ લાગે છે તો કેટલીક વાર આરોપીઓ સફળ થઈ જાય છે. ત્યારે ગેરકાયદેસર પ્રવુતિને બિલકુલ ડામી દેવા માટે કોસ્ટલ વિભાગે એક પ્લાન બનાવી કાર્યવાહી શરૂ કરી છે.

આ કાર્યવાહીમાં ATSના અધિકારીઓ પણ જોડાયા છે અને તે લોકો કોસ્ટલની સાથે કામ કરી રહયા છે. મળતી માહિતી પ્રમાણે હાલ કોસ્ટલ અને atsના અધિકારીઓ એક સર્વે કરી રહ્યાં છે અને જેમાં તે લોકો તમામ માહિતી એકત્રિત કરી રહયા છે.

કોસ્ટલ વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે એક એન્ટી ટેરર નેટવર્ક ઉભું કરવામાં આવી રહ્યું છે અને જેમાં ખાસ કરીને કઈ રીતે કોઈ પણ આતંકવાદી અથવા ગેરકાયદેસર પ્રવુતિની માહિતી પહેલાથી મળી શકે તે માટે કામ કરી રહયા છે. નોંધનીય છે કે આ નેટવર્ક ઉભું થવાથી પોલિસને સફળતા મળશે અને જેથી દેશને સુરક્ષીત કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતનો દરીયાકાંઠો સંવેદનશીલ માનવામાં આવે છે. પાકિસ્તાન તરફથી દેશમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવવા માટે અને ઘુસણખોરી માટે દરીયાઈ માર્ગનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. જેથી દેશની સુરક્ષા માટે દરીયા કિનારાને સુરક્ષીત કરવા માટે સરકારે આ પગલું ભર્યું છે.
First published: October 15, 2019, 5:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading