LRD પેપર લીકમાં 3 આરોપીઓની ધરપકડ, એક PSI પણ સામેલ

News18 Gujarati
Updated: December 3, 2018, 8:46 AM IST
LRD પેપર લીકમાં 3 આરોપીઓની ધરપકડ, એક PSI પણ સામેલ
અમદાવાદ: LRD પેપર લીક થવાનો મામલો. સ્થાનીક લોકો પાલડી ચાર રસ્તા પર વિરોધ કરવા પહોંચ્યા. વિરોધ કરવા આવેલા 20 લોકોની પોલીસે કરી અટકાયત. વિરોધ કરે તે પહેલાં જ અટકાયત કરાઈ.

આ મામલાનો સૌથી મોટા સૂત્રધાર બાયડ, હિંમતનગર અને ગાંધીનગરના હોવાની પણ શંકા સેવાઇ રહી છે.

  • Share this:
ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત લોક રક્ષક-કોન્સ્ટેબલની ગઇકાલે લેનારી પરીક્ષાનું પેપર લીક થઈ જતા આખી પરીક્ષા જ રદ કરવી પડી હતી. આ મામલામાં 3 ઓરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગરના સેક્ટર સાતમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે.

જેમાં એક પીએસઆઈ પણ સામેલ છે.  તે ઉપરાંત મુકેશ ચૌધરી અને મનહર પટેલ નામના આરોપીઓ પણ ધરપકડ કરવામાં આવી છે.

જેના કારણે નવ લાખ જેટલા વિદ્યાર્થીઓ રઝળી પડતા આખા રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત દેખાયા હતાં. જેમાં રાજ્યભરમાંથી અનેક લોકોની પણ અટકાયત કરાઇ હતી.

પ્રિન્ટિંગ કે પેકેજિંગની પ્રક્રિયામાં પેપર લીકની આશંકા

પરીક્ષામાં પ્રશ્નપત્રના પ્રિન્ટિંગ કે પેકેજિંગની પ્રક્રિયામાં પેપર લીક થયુ હોવાની હોવાની પ્રબળ શંકા સેવાઇ રહી હતી. આ મામલાનો સૌથી મોટા સૂત્રધાર બાયડ, હિંમતનગર અને ગાંધીનગરના હોવાની પણ શંકા સેવાઇ રહી છે.

મહિલાની સંડોવણી આવી શકે છેજાણકાર સૂત્રોનું એવું પણ કેહવું છે કે આ સંડોવણીમાં મુખ્ય સૂત્રધાર મહિલાની સંડોવણી છે. પેપરનું પ્રિન્ટિંગ જ્યાં થાય છે ત્યાંથી અથવા પેકેજિંગ સમયે અથવા સર્ક્યુલેશનમાં જ સરકારી સીસ્ટમના જ કોઈ માણસ દ્વારા પેપર લીક થયું છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

'સંડોવાયેલા તમામ પર કડક કાર્યવાહી થશે'

આ અંગે ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, 'પેપરલીક ષડયંત્ર પાછળ કોણ છે તેની અમને ખબર છે અને ટૂંક સમયમાં જ આ કૌભાંડમાં સંડોવાયેલા તમામને ઝડપી પાડવામાં આવશે. પેપરલીક કૌભાંડની
તપાસ એટીએસ, ક્રાઇમબ્રાંચ, તમામ જિલ્લા એસઓજી કરશે. સંડોવાયેલા તમામને ઝડપી પાડવામાં આવશે અને તેમની પર કાર્યવાહી કરવામાં આવશે. '

પેપર મોકૂફના કારણે 3નાં મોત

લીમખેડામાં લોક રક્ષકની પરીક્ષા મોકુફ થતાં મોટર સાઇકલ ઉપર પોતાના ઘરે જતાં ઉમેદવારોને જુના બારિયા ગામે રેતી ભરેલી ટ્રકે અડફેટમાં લીધા હતાં. આ ત્રણ પૈકીના બેના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે ભૂજથી પરત જઈ રહેલી ટંકારાની યુવતીનું પણ અકસ્માતમાં મોત થયું હતું.

 
First published: December 3, 2018
વધુ વાંચો
अगली ख़बर