આજથી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મનું વિતરણ શરૂ, લોન લેવા માટે આટલું કરો

આજથી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મનું વિતરણ શરૂ, લોન લેવા માટે આટલું કરો
આજથી ફોર્મ વિતરણ શરૂ કરાયું.

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મ્સનું વિતરણ આજથી શરૂ કરવામાં આવ્યું, રાજ્યમાં 9 હજારથી વધુ શાખાઓ પર વિતરણ થશે.

  • Share this:
અમદાવાદ : રાજ્યના નાના દુકાનદારો,વ્યક્તિગત વ્યવસાયિકો,વાળંદ, દરજી કામ, પ્લમ્બીંગ કામ, ઇલેક્ટ્રિશીયન, રેકડી કે ફેરી કરનારાઓને લૉકડાઉનની સ્થિતિમાંથી પુન: બેઠા કરવા પાંચ હજાર કરોડની આત્મનિર્ભર ગુજરાત સહાય જાહેર (Atmanirbhar Gujarat Sahay Yojana)કરાઈ છે. આ યોજના અન્વયે રૂ. 1 લાખ સુધીની લોન માત્ર 2 ટકા વ્યાજે ત્રણ વર્ષ માટે સહકારી બેન્કો, અર્બન કો-ઓપરેટિવ બેન્કો તથા ક્રેડિટ સોસાયટીઓ આપશે. આવી રીતે આપવામાં આવેલી લોનનું છ ટકા વ્યાજ રાજ્ય સરકાર (Gujarat Government) ભોગવવાની છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મ્સનું વિતરણ આજથી શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યની 9 હજારથી વધુ શાખાઓ પર વિતરણ થવાનું છે.

એક લાખ સુધીની લોને કેવી રીતે મેળવી શકાશે તેની સંપૂર્ણ માર્ગદર્શન મેળવો :1) લાભ કોને કોને મળશે?

નાના અને મધ્યમ વર્ગના વેપારી, સ્વરોજગાર કરતા લોકો જેવા કે- દુકાનદાર, ફેરિયા, રિક્ષા ચાલક, પ્લમ્બર વગેરે

2) ફોર્મ ક્યારે મળશે?

21-5-2020થી નક્કી કરેલી સંસ્થાઓ માથી વિનામૂલ્યે મળશે.

 

3) કઈ કઈ સંસ્થા લોન આપી શકે?

જિલ્લા સહકારી બેંક. અર્બન કો-ઓપ બેંક. ક્રેડિટ કો-ઓપ સોસાટીઓ.

4) સરકાર દ્વારા રજૂ કરાયેલા નિયમો?

>> કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર / સ્થાનિક સત્તમંડળના કર્મચારી ન હોવા જોઇએ.
>> કોઈપણ બેંકના કર્મચારીઓ ન હોય.
>> સરકારી / અર્ધ સરકારી સંસ્થાઓમાં કરાર આધારિત નોકરી ન હોવી જોઇએ.
>> 01-01-2020 ના રોજ ચાલુ હોય એવા જ વ્યવસાય કરતા લોકો લોન માટે અરજી કરી શકે છે.

5) લોન ભરપાઈ કેવી રીતે કરવાની રહેશે?

ત્રણ વર્ષ માટે આ લોન આપવામાં આવશે. જેમાં વાર્ષિક 8%નાં વ્યાજદરે લોન આપવામાં આવશે. જેમાંથી 6% વ્યાજ રાજ્ય સરકાર અને 2% વ્યજદરે ભોગવવાનું રહેશે. લોન શરૂ થવાના 6 મહિના સુધી કોઈ હપ્તાની ચુકવણી કરવાની રહેશે નહી. 6 મહિના પછી 30 સરખા હપ્તામાં ચૂકવણી કરવાની રહેશે.

6) અરજી કરવાની છેલ્લી તારીખ?

આ અંગેના ફોર્મ 31-08-2020 સુધીમાં ફોર્મ બેંકમાં જમા કરાવી શકાશે. 31-10-2020 સુધીમાં તમામ અરજીનો નિકાલ કરી દેવામાં આવશે. 15-11-2020 સુધીમાં લોનની રકમ મળી જશે.

7) આ માટે કયા દસ્તાવેજો આપવાના રહેશે?

>> આધાકાર્ડ
>> રેશનિંગ કાર્ડ
>> ચૂંટણી કાર્ડ
>> છેલ્લું વીજળી બિલ
>> બેંક પાસબુકની ઝેરોક્ષ
>> વ્યવસાયનો પુરાવો અથવા બાહેંધરી પત્ર
>> દરેક ની 2-2 નકલ રાખવી
Published by:News18 Gujarati
First published:May 21, 2020, 09:36 am