Home /News /madhya-gujarat /અમદાવાદ: ATMમાં ફુટપટ્ટી નાંખીને ગઠિયાઓએ કરી ચોરી, જુઓ CCTV

અમદાવાદ: ATMમાં ફુટપટ્ટી નાંખીને ગઠિયાઓએ કરી ચોરી, જુઓ CCTV

CCTVમાંથી લીધેલી તસવીર

Ahmedabad news: ATMમાં ફુટપટ્ટી નાંખીને મશીન બ્લોક કરી દીધું હતું અને બાદમાં રુપિયા લઈને ચોર ફરાર થયા હતા.

અમદાવાદ: શહેર અને રાજ્યમાં મોટાભાગે રોજ જ ચોરીના (loot CCTV) સમાચાર સાંભળીએ છીએ. ત્યારે અમદાવાદમાં એટીએમાંથી (Ahmedabad ATM) ચોરીની એવી ઘટના સામે આવી છે જે જોઇને તમે માંથુ ખંજવાળતા રહી જશો. અમદાવાદમાં ATMમાંથી ચોરીની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં દેખાઇ રહ્યું છે કે, બે તસ્કરો ATMમાં ચોરી કરી રહ્યા છે. યુનિયન બેંક સહિત અન્ય બેંકના ATMમાં ચોરી થઈ હતી. ATMમાં ફુટપટ્ટી નાંખીને મશીન બ્લોક કરી દીધું હતું અને બાદમાં રુપિયા લઈને ચોર ફરાર થયા હતા. પોલીસે આ યુવાન તસ્કરો સામે તપાસ આદરી છે.

ગ્રાહક રુપિયા ન નીકાળી શકે

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના યુનિયન બેંક અને અન્ય બેંકના એટીએમમાં ચોરી થઇ હતી. જેમાં બે યુવાન તસ્કરોએ એટીએમ મશીનમાં ફુટપટ્ટી નાંખીને મશીન બ્લોક કરી દીધું હતુ. જેથી ગ્રાહક રુપિયા લેવા આવે પરંતુ મશીનમાંથી રુપિયા નીકળે નહીં. જે બાદ આ તસ્કરો આવીને મશીનમાંથી ફુટપટ્ટી હટાવીને રૂપિયા લઇને ફરાર થઇ ગયા હતા. આ રીતે 16 હજાર રુપિયાનું નુકસાન થયું છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. જે પરથી સ્થાનિક પોલીસ પણ આ ગઠિયાઓને શોધી રહી છે.

પહેલા પણ આવી ચોરીના બનાવ આવ્યા છે સામે

થોડા સમય પહેલા પણ શહેરમાં આવો જ ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. શહેરના વિરાટનગર વિસ્તારમાં આવેલી ગાયત્રી પાર્ક સોસાયટી નજીક SBI બેંકના એટીએમને તસ્કરોએ ટાર્ગેટ કરીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. વિરાટનગરમાં સવારના સમયે તસ્કરો ચોરી કરવા માટે એટીએમમાં ઘૂસ્યા હતા. સૌ પહેલાં તસ્કરોએ બેંકના એટીએમનું શટર તોડીને નુકસાન કર્યું હતું.

આ પણ વાંચો - ભુજમાં ખુલ્લી ગટરમાં પડ્યા લોકો, માંડ માંડ બચ્યો જીવ, જુઓ CCTV footage

ત્યારબાદ એટીએમ તોડીને ધીમે ધીમે 30 હજાર રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે જ્યારે એટીએમ મશીનમાં કેશ લોડિંગ કરવા માટે કર્મચારી આવ્યા ત્યારે એટીએમમાં ચોરી થયાની જાણ થઇ હતી.

આ પણ વાંચો - કચ્છમાં રખડતા ઢોરનો આતંક, બિદડાના વૃદ્ધને આખલાએ ટક્કર મારતાં ગંભીર ઈજાઓ, જુઓ CCTV

જેથી ટીએસઆઈ કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં સવારના દસ વાગ્યાની આસપાસ બે ગઠિયા એટીએમ સેન્ટરમાં ઘૂસીને એટીએમ મશીન તોડીને તેમાંથી ત્રીસ હજાર રૂપિયાની ચોરી કરતા નજરે પડયા હતા અને બાદમાં ફરાર થઇ જતા નજરે પડ્યા હતા.



તો હવે ક્યારેય પણ એટીએમમાંથી રોકડ ઉપાડવા જાવ ત્યારે સાવધાની રાખવી જરૂરી બની છે. જો રુપિયા ન ઉપડે તો તમે એટીએમ મશીનના કીપેડ પર આપેલું કેન્સલનું બટન ત્રણવાર દબાવીને જ બહાર નીકળો.
First published:

Tags: Loot, અમદાવાદ, એટીએમ, ગુજરાત, સીસીટીવી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો