આસામમાં મોટો આતંકી હુમલો, પહેલા ગ્રેનેડ ફેંક્યા, અંધાધૂંધ ગોળીબારી કરી, 13ના મોત

Haresh Suthar | Pradesh18
Updated: August 5, 2016, 3:47 PM IST
આસામમાં મોટો આતંકી હુમલો, પહેલા ગ્રેનેડ ફેંક્યા, અંધાધૂંધ ગોળીબારી કરી, 13ના મોત
આસામના કોકરાઝારમાં એક આંતકવાદીએ ભરચક બજારમાં ગ્રેનેડ ફેંકી અને અંધાધૂંધ ગોળીબારી કરતાં હાહાકાર મચી ગયો ગયો હતો. અચાનક કરાયેલા આ હુમલામાં 13 લોકોના મોત નીપજયાં છે જ્યારે 18 લોકો ઘાયલ થયાનું જાણવા મળી રહ્યું છે. જોકે સુરક્ષાબળોએ આ આતંકવાદીને ઠાર કર્યો છે જ્યારે અન્ય ત્રણ આતંકવાદીઓ હજુ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • Pradesh18
  • Last Updated: August 5, 2016, 3:47 PM IST
  • Share this:
નવી દિલ્હી #આસામના કોકરાઝારમાં એક આંતકવાદીએ ભરચક બજારમાં ગ્રેનેડ ફેંકી અને અંધાધૂંધ ગોળીબારી કરતાં હાહાકાર મચી ગયો ગયો હતો. અચાનક કરાયેલા આ હુમલામાં 13 લોકોના મોત નીપજયાં છે જ્યારે 18 લોકો ઘાયલ થયાનું જાણવા મળી રહ્યું છે. જોકે સુરક્ષાબળોએ આ આતંકવાદીને ઠાર કર્યો છે જ્યારે અન્ય ત્રણ આતંકવાદીઓ હજુ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આતંકવાદીએ પહેલા બજારમાં ત્રણ ગ્રેનેડ ફેંક્યા હતા અને બાદમાં ભીડ પર અંધાધૂંધ ગોળીબાર કરી હતી. જેને પગલે ભયના માર્યા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આ હુમલા અંગે અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ અંગે જાણકારી આપી હતી.

આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે, હેમંત બિસ્વા સર્મા કોકરાઝાર માટે રવાના થઇ ચુક્યા છે જ્યારે ગુવાહાટીની એનઆઇએ ટીમ પણ કોકરાઝાર પહોંચી રહી છે.

કેન્દ્રના અર્ધ સૈનિક બળોની ટુકડીને પણ અહીં રવાના કરવામાં આવી છે કે જેથી અહીં વ્યવસ્થા સંભાળવામાં તંત્રને મદદ મળી શકે.
First published: August 5, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading