વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબે 5000 લાભાર્થીઓ શોધી ‘મા’ કાર્ડ અપાવ્યા

News18 Gujarati
Updated: August 5, 2018, 3:45 PM IST
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબે 5000 લાભાર્થીઓ શોધી ‘મા’ કાર્ડ અપાવ્યા
“મા” અને “મા વાત્સલ્ય કાર્ડ” હેઠળ સરકારની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કેન્સર, કીડિની, હદય જેવી ગંભીર બીમારીઓમાં રૂા. ત્રણ લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.

“મા” અને “મા વાત્સલ્ય કાર્ડ” હેઠળ સરકારની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કેન્સર, કીડિની, હદય જેવી ગંભીર બીમારીઓમાં રૂા. ત્રણ લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.

  • Share this:
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ (વડોદરા)ના સભ્યો દ્વારા સ્થાનિક વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને શોધીને તેમને 5000 પરિવારોને ‘મા” કાર્ડના લાભાર્થી બનાવ્યા અને તેમને આ કાર્ડ કાઢવામાં મદદ કરી.

“મા” અને “મા વાત્સલ્ય કાર્ડ” હેઠળ સરકારની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કેન્સર, કીડિની, હદય જેવી ગંભીર બીમારીઓમાં રૂા. ત્રણ લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજો પડતો નથી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્રભાઇ ત્રિવેદી ફેન ક્લબ દ્વારા આયોજિત આરોગ્ય વિષયક રાજ્યની ‘મા’કાર્ડ યોજના હેઠળ ૫૦૦૦ જેટલા લાભાર્થીઓને મા કાર્ડનું વિતરણ કર્યું હતું.

રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ દ્વારા શહેરના વોર્ડ નં. ૧૬માં કાર્યકરો દ્વારા ૫૦૦૦ જેટલા લાભાર્થીઓને શોધીને તમામ જરૂરિયાતમંદ લાભાર્થીઓના મા કાર્ડ બનાવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા આગામી ઓગસ્ટ માસમાં આયુષ્યમાન ભારત યોજનાનો અમલ થનાર છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ રાજ્યના પાત્રતા ધરાવતા તમામ પરિવારોને આવરી લેવામાં આવશે.

આ સરકાર ગરીબો, વંચિતો, શોષિતો, પીડિતોની સરકાર છે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે સમાજના છેવાડાના માનવીને આરોગ્યની સુરક્ષા અને સુવિધા પુરી પાડવા માટે અમલી મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજના ગરીબો માટે આર્શીવાદરૂપ સાબિત થઇ છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારની લગ્ન પ્રસંગે રાહત દરે એસ.ટી બસ સેવા, અકસ્માતમાં ઘવાયેલા લોકો માટે ખાનગી/સરકારી હોસ્પિટલોમાં રૂપિયા ૫૦ હજારની ત્વરિત સહાય જેવી યોજનાઓની વિશદ છણાવટ કરી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ‘મા’વાત્સલ્ય યોજના હેઠળ ૬૪.૦૬ લાખ પરિવારો એટલે રાજ્યની ૩.૨૫ કરોડ જનસંખ્યાને આવરી લેવામાં આવી છે. જે પૈકી ૧૨.૧૦ લાખ વ્યક્તિઓએ આ યોજનાનો લાભ મેળવ્યો છે. જેની પાછળ રાજ્ય સરકારે ૧૭૧ અબજ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

વડોદરા જિલ્લામાં આ યોજના હેઠળ ૨,૯૮,૩૩૫ પરિવારના ૧૫ લાખ લોકોને આવરી લીધા છે. જે પૈકી ૭૨૭૪૦ વ્યક્તિઓએ યોજનાનો લાભ લીધો છે. જેની પાછળ રાજ્ય સરકારે રૂા. ૧૧૭ કરોડનો ખર્ચ કર્યો છે. વડોદરા શહેર જિલ્લામાં યોજનાના અમલ માટે ૨૩ જેટલી ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં માન્યતા આપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારે સિનિયર સિટીઝન્સની પણ ચિંતા કરી પાંચ લાખ સુધીની આવક ધરાવતા સિનિયર સિટીઝન્સને પણ મા વાત્સલ્ય યોજના હેઠળ આવરી લીધા છે. પગના ધૂંટણના ઓપરેશન માટે રાજ્ય સરકાર રૂા. ૮૦ હજારની સહાય કરે છે.”

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ગત ઉનાળાના આકરા તાપ-ગરમીમાં ફેન ક્લબના કાર્યકરોએ રાત-દિવસ મહેનત કરી ૪૦ દિવસ સુધી વોર્ડ નં. ૧૬માં ૨૦ સેન્ટર દ્વારા ગરીબો-વંચિતોના ૫૦૦૦ પરિવારોના મા કાર્ડ તૈયાર કરવાની કામગીરી કરી છે. જેનાથી ૨૦૦૦૦ જેટલા કુટુંબના સભ્યોને આરોગ્ય સુરક્ષા કવચ પ્રાપ્ત થયું છે.”
First published: August 5, 2018, 3:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading