કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત : ગુજરાતની 4 બેઠક પર 21મી ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાશે

News18 Gujarati
Updated: September 21, 2019, 12:52 PM IST
કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત : ગુજરાતની 4 બેઠક પર 21મી ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાશે
પ્રતીકાત્મક તસવીર

હાલ ગુજરાત વિધાનસભાની સાત બેઠક ખાલી છે, જેમાંથી ચાર બેઠક પર 21મી ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે.

  • Share this:
નવી દિલ્હી :  કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની ચાર વિધાનસભા બેઠક માટે ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જે પ્રમાણે આગામી 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. હાલ ગુજરાત વિધાનસભાની સાત બેઠકો ખાલી છે. જેમાંથી હાલ ચૂંટણી પંચે ચાર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.

જે ધારાસભ્યો સાંસદ બન્યા તે બેઠકો પર મતદાન

ગુજરાતમાં સાત બેઠક ખાલી પડી છે. જેમાં ચાર બેઠક પર મતદાન યોજાશે. હાલ એવી બેઠક પર મતદાન યોજાશે જે બેઠક પરથી ધારાસભ્ય ચૂંટણી લડીને સાંસદ બન્યા છે. જે પ્રમાણે લુણાવાડા, અરમાઇવાડી, ખેરાલુ અને થરાદ બેઠક પર ચૂંટણી યોજાશે.

ગુજરાતની ખાલી પડેલી સાત બેઠક

મોરવા હડફ બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને અનુસુચિત જાતિના પ્રમાણપત્ર મામલે ગેરલાયક ઠેરવતા બેઠક ખાલી પડી.

બાયડ બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી.રાધનપુર બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી.

લુણાવાડા બેઠક : ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.

અમરાઈવાડી બેઠક : ભાજપના ધારાસભ્ય એચ.એસ.પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.

ખેરાલુ બેઠક : ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.

થરાદ બેઠક : ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી : 21 ઑક્ટોબરે મતદાન, 24મીએ મતગણતરી

First published: September 21, 2019, 12:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading