લોકચર્ચાઃ ગુજરાત બાદ આનંદીબેને 'મધ્ય પ્રદેશ' પણ બગાડ્યું!

News18 Gujarati
Updated: December 11, 2018, 11:00 AM IST
લોકચર્ચાઃ ગુજરાત બાદ આનંદીબેને 'મધ્ય પ્રદેશ' પણ બગાડ્યું!
આનંદીબેન પટેલ (ફાઈલ તસવીર)

હાર્દિકના 'ફોઈબા' હાર્દિકના ઉંબાડિયાને સાંભળી ન શક્યા એટલે હાઈકમાનને ગુજરાતમાં સત્તા પરિવર્તન કરવાની જરૂરત ઉભી થઇ.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : 'આ બેન છે ને બૉસ, પક્ષ માટે કમનસીબ છે. ગુજરાત તો બગાડ્યું હવે મધ્ય પ્રદેશમાં પણ બેનના પગલાં ભારે પડ્યા' - આ પ્રકારની કાનાફૂસી ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ચાલી રહી હોવાનું કેટલાક પત્રકાર મિત્રો એક ચર્ચામાં જણાવ્યું હતું !

હાર્દિકના 'ફોઈબા' હાર્દિકના ઉંબાડિયાને સાંભળી ન શક્યા એટલે હાઈકમાનને ગુજરાતમાં સત્તા પરિવર્તન કરવાની જરૂરત ઉભી થઇ. આ સત્તા પરિવર્તને ભાજપના ઘણાય સત્તાલોલુપ લોકોને ખુલ્લા પડ્યા જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અરમાનો અધૂરા રહ્યા અને વિજય રૂપાણી એકાએક રાજકોટથી ગાંધીનગરની ખુરશી ઉપર 'લેન્ડ' થઇ ગયા. વિજય ભાઈ શું આવ્યા હજુ પણ ગુજરાતમાં રાજકિય ઉંબાડિયા ચાલુ જ છે.

આ પણ વાંચોઃ  બુરે દિન: હિન્દી હાર્ટલેન્ડમાં જ ભાજપનો સફાયો!

આ વિષમ પરિસ્થિતિમાં બેનને કૈક આપવા માટે તેમને મઘ્યપ્રદેશના ગવર્નર બનાવીને ત્યાં ખસેડવામાં આવ્યા. અહીં બેનને કેવું ગોઠે છે એ તો પક્ષ અને ભગવાન જ જાણે. પરંતુ પાર્ટી માટે આનંદીબેન અહીં પણ કોઈ 'આનંદદાયક' સમાચાર લઈને નથી આવ્યા તે મધ્ય પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પ્રારંભિક વલણોથી દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ  શું મોદીને ઓટનો હતો અંદાજ? 5 રાજ્યોમાં સંબોધી હતી માત્ર 28 રેલી

હાલની પરિસ્થિતિએ એટલે કે આ લખાય રહ્યું છે ત્યારે સવારે 10.35 કલાકે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ 113 અને ભાજપ 98 બેઠકો સાથેના વલણોના સમીકરણો સાથે લગભગ કાંટાની ટક્કર સાથે ચાલી રહ્યા છે. આ સમીકરણો હોય તો પણ જ્યાં ભાજપે 15 વર્ષથી શાસન કર્યું છે ત્યાં કૉંગેસ આ ખેલ પડી જાય તે ચિંતા નો વિષય તો ખરો જ!
First published: December 11, 2018
વધુ વાંચો
अगली ख़बर