Home /News /madhya-gujarat /Assembly Election: વિધાનસભાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે જાનૈયા પણ તૈયાર, પણ મુરતિયો કોણ?

Assembly Election: વિધાનસભાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે જાનૈયા પણ તૈયાર, પણ મુરતિયો કોણ?

પ્રતિકાત્મક તસવીર

Gujarat Assembly Election Political Party: ચૂંટણી ગમે ત્યારે આવશે રાજકીય પક્ષો પ્રચારની સાથે પ્રવૃત્તિમાં લાગી ગયા છે. સરકાર (Government work) કરેલા કામનો હિસાબ આપી રહી છે. તો વિપક્ષએ (Opposition) હિસાબમાં ખામી કાઢવાની જુગતમાં છે.

વધુ જુઓ ...
  પ્રવિણ પ્રજાપતિ, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) વહેલી આવશે કે તેના નિયત સમયે. આ પ્રશ્ન હાલ દરેકના માનસમાં ચર્ચાઈ રહ્યો છે. વહેલી આવશે તેવી વાતો વચ્ચે રાજકીય પક્ષોના (Political partys) મુખ્ય નેતાઓ તેના પર ઠંડું પાણી રેડી દે છે. અને ચૂંટણી નિયત સમયે એટલે કે ડિસ્મેબરમાં જ આવશે તેવી વાત દોહરાવે રાખે છે. ચૂંટણી ગમે ત્યારે આવશે રાજકીય પક્ષો પ્રચારની સાથે પ્રવૃત્તિમાં લાગી ગયા છે. સરકાર (Government work) કરેલા કામનો હિસાબ આપી રહી છે. તો વિપક્ષએ હિસાબમાં ખામી કાઢવાની જુગતમાં છે. તો અન્ય પક્ષો પણ પોતાનું જોર લગાવી નવાજુની કરવાના વેતરણમાં છે. આમ દરેકનું મિશન 2022 છે. અને તે કઈ રીતે હાંસલ કરવું તેના પ્રયાસોમાં તમામ રાજકીય પક્ષો લાગી ગયા છે.

  શક્તિ પ્રદર્શનમાં લાગ્યા રાજકીય પક્ષો 
  પોતાના માઈક્રો પ્લાનિંગ માટે જાણીતા ભાજપે તમામ મોર્ચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બુથ લેવલથી શરૂ કરી ઉપર સુધી તમામ જગ્યાએ ખાસ પ્લાનિગ સાથે કામ ચાલી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીને લોકો સુધી પહોંચાડવા માટે કમરકસી છે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીનું ગૃહરાજ્ય હોવાથી પણ ગુજરાતનો જંગ મહત્વનો બની રહેશે. પ્રધાનમંત્રીએ રોડ શો અને અમિત શાહે સંમેલનો થકી ગુજરાતમાં ચૂંટણીનો બ્યૂગલ ફુંકી દીધું છે. તો પાટીલ અને પટેલની જોડી. ગુજરાતના ગ્રાઉન્ડ જીરો પર કામ કરી રહી છે, સરકાર નિર્ણયો થકી જનતાને ફાયદો થાય તેવા પ્રયાસોમાં લાગી છે.સંગઠન પણ 2022માં ફરી ભાજપની સરકાર બને તે માટે કામે લાગી ગઈ છે.

  કોંગ્રેસ-આપ અને અન્ય પક્ષોની સ્થિતિ
  કોંગ્રેસ અને આપ પણ નાના નાના પાયે ગુજરાતમાં રાજકીય સમીકરણોને ઓપ આપી રહ્યા છે.કોંગ્રેસે સંગઠનનું માળખું જાહર કરીને કાર્યકરોને કામે લાગી જવા હાંકલ કરી છે, મોંઘવારી,બેરોજગારી જેવા મુદ્દાઓના સહારે સરકાર સામે રસ્તા પર તાકાત બતાવી રહી છે. આદિવાસીઓના મુદ્દાને પણ કેપ્ચર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો જ્ઞાતિગત સમીકરણોને પણ સાધવાની રણનીતિ અખત્યાર કરી છે.કોંગ્રેસ નરેશ પટેલ જેવા મોટા ગજાના નેતાને પક્ષમાં આવે તો ફાયદો થાય તેની રાહમાં છે. તો આપ પણ ગુજરાતમાં ત્રીજો વિકલ્પ બનવાનો પ્રયાસ કરી રહી છે.

  પંજાબમાં મળેલી જીતની જડીબુટ્ટી થકી ગુજરાતના રાજકીય મેદાનમાં કંઈક થશે તેવી આશા સાથે આપ મેદાને છે.કેજરીવાલ અને માનના રોડ શોમાં ભીજ જોવા મળી જેના કારણે આપનો વિશ્વાસ ચોક્કસ વધ્યો હશે.જો કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય સફળ થયો નથી એ જોતાં સવાલ એ થાય કે શું આપ ગુજરાતનો ઇતિહાસ બદલશે ? કે ભાજપની મજબૂત તાકાત સામે આપના સપના ચકનાચુર થશે.

  રાજકીય પક્ષોમાં ચર્ચા ચહેરો કોણ?
  2022ના રાજકીય સોગઠા ગોઠવાઈ રહ્યા છે. ભાજપ સત્તા ટકાવી રાખવા માટે પ્રયત્નશીલ છે. કોંગ્રેસને 27 વર્ષનો વનવાસ ખતમ કરવો છે. તો આપ અન્ય પક્ષો પણ ગુજરાતમાં પગપેસારો કરવાની ફિરાકમાં છે. જો કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે એક વાત સૌથી મહત્વની છે કે આખરે આ ચૂંટણીમાં ચહેરો કોણ હશે. કોના નામ પર લડાશે ચૂંટણી. પક્ષો પાસે એજન્ડા છે પણ એ ચહેરો કોણ છે જેના નામે જનતા સમક્ષ જવાય અને મત મંગાય.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું નોકરી કરે છે તો સમાજવાળા ખરાબ વાતો કરે છે,' પરિણીતા પર સાસરિયાઓનો અસહ્ય ત્રાસ

  ભાજપ પાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો 
  ભાજપની તમામ ચૂંટણીઓ પ્રધાનમંત્રી મોદીના ચહેરા સાથે  લડાય છે..ભલે રાજ્યમાં મુખ્યમંત્રી પદનો ચહેરો હોય પણ નરેન્દ્ર મોદીના નામ પર ભાજપ જીતનો રથ હંકારે છે..ગુજરાતમાં ભાજપ પાસે ભુપેન્દ્ર પટેલ જેવા સાલીન અને સાદગીભર્યા સ્વભાવ ધરાવતા મુખ્યમંત્રી છે અને સામાન્ય માણસમાં ભળી જનારા નેતા છે. કોઈ વિવાદોમાં ઘેરાયા નથી નવી ટીમને પણ સારી રીતે નેતૃત્વ પુરુ પાડી રહ્યા છે..ત્યારે નરેન્દ્ર મોદીના ચહેરાની સાથે ભાજપ ભૂપેન્દ્ર પટેલના ચહેરાને સામે રાખીને ચૂંટણી લડશે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું મને ગમત નથી, હું મારી પ્રેમિકા સાથે સબંધ ચાલુ રાખીશ,' પતિએ પત્નીના લાખ્ખો રૂપિયા ઉડાવ્યા

  કોંગ્રેસમાં ચહેરો કોણ?
  કોંગ્રેસમાં ચહેરા અનેક છે પણ કોના ચહેરા પર લોકોની વચ્ચે જવું તે સૌથી મોટો સવાલ છે.જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા જેવા નેતાઓ અને હાર્દિક પટેલા જેવા યુવા નેતાઓ થકી કોંગ્રેસ લોકોની વચ્ચે જશે. રાહુલ ગાંધીના ચહેરા સાથે કોંગ્રેસ વાતો કરી શકે છે પણ સફળતા કેટલી મળશે એ સવાલ છે. કોંગ્રેસ હજુ મોટા ચહેરાની શોધમાં છે. અને ચૂંટણી પહેલા કોઈ ચહેરો જાહેર કરે છે કે કેમ તે પણ એક સવાલ છે. કારણ કે આંતરિક જૂથવાદના કારણે કોંગ્રેસમાં ખેંચતાણ યથાવત રહે છે.ત્યારે કોંગ્રેસમાં ચહેરાને રામાયણ સર્જાય તેવી શક્યતા છે.
  " isDesktop="true" id="1195574" >

  આપમાં કોણ?
  પંજાબની જીત અને દિલ્હીમાં શાસનની વાતો સાથે આપ ગુજરાતમાં રાજકીય જમીન શોધી રહ્યું છે. વિવિધ મુદ્દાઓ સાથે મેદાને ઉતરનાર આપમાં ચહેરો કોઈ નથી. ઇસુદાન કે ઇટાલિયાના ચહેરા સાથે આપ મેદાને ઉતરે તો કંઈ ખાસ ઉકળી શકવાની શક્યતા ઓછી છે. કેજરીવાલને ચહેરાને આગળ રાખી ગુજરાતમાં હાલ તો આપ આગળ વધી રહ્યું છે. જોકે કેજરીવાલ પંજાબની જેમ  ગુજરાતમાં પણ મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરી શકે છે. પણ એ ચહેરો કોણ. તે સૌથી મોટો સવાલ છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Ahmedabad news, Assembly Election 2022, Gujarati news, Political Party

  विज्ञापन
  विज्ञापन