ગૃહમંત્રીની સુચનાથી પોલીસ ભાજપને જીતાડવા દારૂની ખેપ મારે છે : ચાવડા

News18 Gujarati
Updated: October 20, 2019, 4:09 PM IST
ગૃહમંત્રીની સુચનાથી પોલીસ ભાજપને જીતાડવા દારૂની ખેપ મારે છે : ચાવડા
ફાઇલ તસવીર

રાજ્યમાં પેટાચૂંટણીના મતદાન પહેલાં દારુ પર રાજનીતિ શરૂ થઇ છે

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ : રાજ્યમાં પેટાચૂંટણીના (Assembly Byelection) મતદાન પહેલાં દારુ (Liqour) પર રાજનીતિ (Politics) શરૂ થઇ છે. કૉંગ્રેસ (Congress) પ્રમુખ (president) અમિત ચાવડાએ (Amit Chavada)પત્રકાર પરિષદ કરી રાજ્યના ગૃહમંત્રી (Home minister) પ્રદિપ સિંહ જાડેજા (Pradipsinh Jadeja) પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ છે કે' ગૃહ મંત્રીના આદેશ બાદ જ પોલીસ તંત્રની મદદથી દારુનું વેચાણ કરવામાં આવ્યુ છે. રાજ્યની છ પેટાચૂંટણીમાં ભાજપ હાર ભાળી ગયુ છે તેથી હવે પોલીસની મદદથી બુટલેગરોને છૂટોદોર આપી દેવામાં આવ્યો છે. ચૂંટણીપંચ પણ નિષ્ક્રિય થઇ બેઠું છે. ચૂંટણી પંચ સમક્ષ આ મુદ્દે ફરિયાદ કરવામાં આવશે.

કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વધુમાં જણાવ્યુ હતું કે 'ભાજપ હારભાળી જતાં ખુલ્લેઆમ દારુનું વિતરણ કરી મતદારોને લલચાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બાયડના પ્રભારી અને રાજ્યના ગૃહમંત્રી જે હોટલમાં રોકાણ કરે છે તે હોટલની બહાર થી દારુ પકડાયો છે, તેમ છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ ઉલટાનું દારુ પકડનારને ધમકાવાનો પ્રયાસ સ્થાનિક પોલીસ કરી રહી છે. ગુજરાતમાં હવે દારુબંધી રહી નથી. ભાજપ દ્વારા પોતાના ફાયદા માટે ખુલેઆમ છ વિધાનસભામાં દારુનુ વિતરણ થઇ રહ્યુ છે. આવા સંજોગમાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઇએ ગૃહમંત્રીની સુચનાથી પોલીસ ભાજપને જીતાડવા દારૂની ખેપ મારે છે.'

આ પણ વાંચો : અમદાવાદ : કૂદતી યુવતીને બચાવવા રિવરફ્રન્ટનો ગાર્ડ નદીમાં કૂદ્યો, બંનેનાં મોત

વધુમાં તેમણે મિડીયા સમક્ષ ફોટા આપતા કહ્યુ હતું કે 'લુણાવાડા વિસ્તારમા પણ ગઇ કાલે ભાજપના કાર્યકર્તાઓએ ગામમાં જઇ દારૂની વિતરણ કર્યુ હતું. ભાજપના કમળ વાળી થેલીઓમાં દારુ આપવામાં આવ્યો હતો.ચૂંટણીપંચે નિષ્પક્ષ ચૂંટણી કરાવી જોઇએ. ભાજપના ધારાસભ્યો અને પ્રધાનો હજુ પણ પ્રચાર કરી રહ્યા છે. દારુ અને પ્રચાર અંગે ચૂંટણીપંચને લેખિત ફરિયાદ કરવામાં આવશે. ભાજપના નેતાઓ હોદ્દાનો દુર ઉપયોગ કરી મતદારનો દબાવી રહ્યા છે.'
First published: October 20, 2019
વધુ વાંચો
अगली ख़बर