એશિયન ગેમ્સમાં ગુજરાતનો ડંકો વગાળનાર 4 ખેલાડીઓનું કરાશે ભવ્ય સન્માન

News18 Gujarati
Updated: September 6, 2018, 8:29 AM IST
એશિયન ગેમ્સમાં ગુજરાતનો ડંકો વગાળનાર 4 ખેલાડીઓનું કરાશે ભવ્ય સન્માન
એશિયન ગેમ્સ 2018માં ડંકો વગાળનાર ગુજરાતીઓ

  • Share this:
એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર ગુજરાતના ચાર ખેલાડીઓ આજે વતન પરત ફરવાના છે. તેમનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જે પછી ગાંધીનગરમાં આ ખેલાડીઓ માટે રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સન્માન સમારંભ યોજવામાં આવશે.

ગુજરાતના ચાર ખેલાડી જેમને એશિયન ગેમ્સમાં ડંકો વગાળ્યો છે તેઓના નામ અનુક્રમે ગોલ્ડ જીતનાર ડાંગની સરિતા ગાયકવાડ, ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ જીતનાર હરમીત દેસાઇ, માનવ ઠક્કર તથા ટેબલ ટેનિસ પ્લેયર અંકિતા રૈનાએ પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

ભારતના કુલ 571 ખેલાડીઓ હતાં

નોંધનીય છે કે ઈન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમબેંગ એશિયન ગેમ્સ માટે ભારતે કુલ 571 ખેલાડીઓને મોકલ્યાં હતાં. તેમાં હરિયાણા, પંજાબ, યુપી, દિલ્હી અને મણીપુરમાંથી 276 ખેલાડીઓ સામેલ છે. જ્યારે 571માંથી ગુજરાતના માત્ર 5 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા હતાં. તો બિહારમાંથી માત્ર 1 એથલેટે ભાગ લીધો હતો.

દક્ષિણ ગુજરાત યુનિર્વિસટીની બ્રાન્ડ એમ્બેસેડર બનશે સરિતા ગાયકવાડ

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડે સુરત, ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે ત્યારે હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિર્વિસટીએ સરિતા ગાયકવાડને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરતા તેની સિદ્ધિઓમાં વધારો થઇ ગયો છે. નોંધનીય છે કે, સરિતા ગાયકવાડે દક્ષિણ ગુજરાત યુનિર્વિસટી સંલગ્ન ચીખલીની કોલેજમાં પ્રવેશ બાદ જ રમતગમત ક્ષેત્રે એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરી છે. દક્ષિણ ગુજરાત યુનિર્વિસટીના કુલપતિ ડો.શિવેન્દ્ર ગુપ્તાએ સરિતાને 2 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરવાની સાથે જ રમતગમત ક્ષેત્રે દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ આગળ આવે અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા રમતવીરોને પ્રોત્સાહન મળે એ હેતુથી સરિતા ગાયકવાડને એમ્બેસેડર બનાવવામાં આવી છે. 
First published: September 6, 2018, 8:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading