અમદાવાદ: એક મહિલાએ તેના પતિ સામે (Woman) સોલામાં (Sola Police) ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેને તેની સાસુએ (Mother in Law) પુત્રને જન્મ આપવા દબાણ કરી પુત્રી જન્મશે તો ફેંકી દેશે તેવી ધમકી આપી હતી. આટલું જ નહીં યુવતીના પતિને અન્ય યુવતી સાથે (Husband-wife-Lover) અફેર પણ હતું. અને યુવતીની સાસુ પુત્રવધૂને કહેતી કે તેના દીકરા સાથે સુવા વાળી અને તેને સાચવવા વાળી મળી રહેશે. કંટાળીને આ યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ અમદાવાદ માં રહેતી 38 વર્ષીય મહિલા મૂળ જૂનાગઢની છે. અને તેના લગ્ન જૂનાગઢ (Junagadh) ખાતે રહેતા એક યુવક સાથે વર્ષ 2003માં થયા હતા. આ મહિલાને સંતાનમાં બે બાળકો છે. લગ્નના થોડા વર્ષ બાદ જ કામકાજ બાબતે આ મહિલાની સાસુ તેને હેરાન કરી પતિ પાસે માર ખવડાવતી હતી.
એટલું જ નહીં સાસુ અને દિયર ભેગા મળી અંધશ્રદ્ધામાં માનીને માર મારતા હતા. સાસુ આ મહિલાને એવું પણ કહેતી કે દિયરમાં પિતૃનો વાસ છે એટલે તને મારે છે. સાસુ અવાર નવાર પતિ સાથે આ મહિલાને બેસવા પણ દેતી નહીં અને રસોઈ બનાવી જમવાનું પણ ન આપી કહેતી કે જે કમાય તે ખાય.
બાદમાં મહિલા ગર્ભવતી થતા તેને સાસુએ કહ્યું કે દીકરાનો જ જન્મ થવો જોઈએ. જો દીકરીને જન્મ આપીશ તો નીચે ફેંકી દઈશ. સાસુ આ મહિલાને કહેતી કે તેના દીકરા સાથે સુવા વાળી અને સાચવવા વાળી મળી રહેશે. આટલું જ નહી આ મહિલાની સાસુ જ્યારે મહિલાના પિયરમાંથી તેના માતા-પિતા તેને પૈસા આપે તે પણ લઈ લેતી હતી. જ્યારે આ હેરાનગતિ ની વાત મહિલા તેના પતિને કરતી તો તેનો પતિ આ વાત માનતો નહીં અને મહિલાને માર મારતો હતો.
" isDesktop="true" id="1047548" >
અનેક વખત આ પ્રકારના બનાવ બન્યા હતા અને જ્યારે આ યુવતી તેના પતિ ને કોઇ પણ ફરિયાદ કરે તો સાસુ તેના પુત્રને બાયડી ગેલો કહીને માર મરાવતા હતા. ત્યારે આ મહિલાને બીજી વખત પ્રેગ્નન્સી રહી હતી ત્યારે પણ તેની સાસુએ કહ્યું હતું કે આ વખતે દીકરીનો જન્મ થશે એટલે તું એબોર્શન કરાવી નાખ. જો કે મહિલાએ તેની આ વાત માની ન હતી. તે વખતે આ મહિલાને એવી પણ જાણ થઈ હતી કે તેના પતિને બીજી છોકરી સાથે અફેર છે.
જેથી આ બાબતે પતિ સાથે વાત કરતાં તેને ગાળો ભાંડી હતી. આ મહિલાને સાસરિયાઓએ એવું પણ કહ્યું હતું કે 'તારે અહીંયા બધું સહન કરીને જીવવું પડશે અને તારા પતિનો માર પણ ખાવો પડશે બધી વાત પિયરમાં ના કહેવાની હોય.' એક વખત જ્યારે આ મહિલા તેના પિયર છોકરાને લઈને ગઈ હતી ત્યારે પણ તેણે પતિને ફોન કર્યો હતો ત્યારે પછી કહેતો હતો કે 'તારે હવે ફોન કરવા નહીં તું છોકરાને લઈને ગઈ છું, એટલે તારી સાથે કે છોકરા સાથે કોઈ વાત કરવામાં નહીં આવે.' આ દરમિયાન આ મહિલાએ દીકરીને જન્મ આપતા તેના સાસરિયાઓ માંથી કોઈ તેની ખબર અંતર પણ પૂછવા આવ્યુ ન હતું.
આ પ્રકારના અનેક બાબતોને કારણે મહિલા કંટાળી હતી. જ્યારે મનીષા નામની યુવતી કે જેની સાથે મહિલાના પતિને અફેર હતું તે મનીષાને તેનો દિયર રાખતો હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી આખરે કંટાળીને મહિલાએ 181 હેલ્પલાઈન ઉપર ફોન કરી પોલીસને જાણ કરી હતી. જોકે પોલીસે આ મામલે સમજાવી મહિલાને સોલા પોલીસ સ્ટેશન મોકલી આપતા પોલીસે યુવતીની ફરિયાદ નોંધી તેના પતિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.