સાંભળો રેલવેમંત્રી! અપ-ડાઉન કરતા પાસ ધારકોની વ્યથા - નોકરીયાતોની હાલત ખરાબ


Updated: June 9, 2020, 10:54 PM IST
સાંભળો રેલવેમંત્રી! અપ-ડાઉન કરતા પાસ ધારકોની વ્યથા - નોકરીયાતોની હાલત ખરાબ
પ્રતિકાત્મક તસવીર

ખાનગી વાહનો કે પ્રાઇવેટ વાહન લઈને નોકરી ધંધા પર જવું ખર્ચાળ છે. પગાર કરતા અપ ડાઉનનો ખર્ચ વધી જાય છે. રોજના 200 રૂપિયા ખર્ચ થાય છે.

  • Share this:
અમદાવાદ : કોરોનાનો કહેરે તો લોકો અને ધંધાને અસ્થવ્યસ્થ કરી નાખ્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી ધંધા રોજગાર બંધ હતા. અનલોક -1માં છૂટછાટ આપવામાં આવી છે, અને ઉદ્યોગો, કંપનીઓ, ફેકટરીઓ, ઓફિસ શરૂ થઈ છે, ધીમે-ધીમે જનજીવન થાળે પડી રહ્યું છે. પરંતુ અપ ડાઉન કરતા લોકો માટે ટ્રેન સેવા ચાલુ ન હોવાના કારણે મુશ્કેલી પડી રહી છે. કારણ કે અત્યારે ટ્રેન ચાલે છે તે મણીનગર અને સાબરમતી સ્ટોપેજ આપવામાં આવ્યા નથી. ડેમુ અને મેમુ ટ્રેન ચાલતી નથી જેના કારણે પાસ ધારકોને મુશ્કેલી સર્જાય છે. અપ ડાઉન કરતા લોકોને પગાર ઓછો અને ખર્ચ વધારે થઈ રહ્યો છે.

ગુજરાત સ્ટેટ સીઝનલ ટીકીટ હોલ્ડર એસોસિએશનના સેક્રેટરી અજયભાઈ પોલએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ-વડોદરા, રાજકોટ-અમદાવાદ, વડોદરા- સુરત વચ્ચે લાખોની સંખ્યામાં લોકો નોકરી માટે અપ ડાઉન કરે છે. ત્યારે સરકારને પત્ર લખું રજુઆત કરવામાં આવી છે કે અપ ડાઉન કરતા લોકો માટે ડેમું મેમુ ટ્રેન ચાલુ કરવામાં આવે.

કારણ કે ખાનગી વાહનો કે પ્રાઇવેટ વાહન લઈને નોકરી ધંધા પર જવું ખર્ચાળ છે. પગાર કરતા અપ ડાઉનનો ખર્ચ વધી જાય છે. રોજના 200 રૂપિયા ખર્ચ થાય છે. તો ઘર કેવી રીતે ચલાવવું. પહેલા 600 રૂપિયાનો પાસ નીકળતો હતો, અને અત્યારે 6 હજાર મહિને અપ ડાઉનમાં થાય છે. સરકાર ટ્રેન સેવા શરૂ કરે તેવી માંગ કરી છે.

મણીનગર રેલવે સ્ટેશન


મહત્વપૂર્ણ છે કે, છેલ્લા ત્રણ મહિનાથી લોકો ઘરે બેસી રહ્યા હતા, અને સામાન્ય પરિવારને ઘર ચલાવવું મુશ્કેલી બની રહ્યું છે, અને નોકરી ધંધા શરૂ થયા છે. તો ટ્રાન્સપોર્ટ પ્રશ્ન સર્જાયો છે. ત્યારે રેલવે દ્વારા ક્યારે અપડાઉન કરતા લોકો ટ્રેન ક્યારે શરૂ થશે તેની રાહ જોઇએ રહ્યા છે.
First published: June 9, 2020, 10:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading