Home /News /madhya-gujarat /

અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવી પહોંચ્યા, AAP વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકશે

અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવી પહોંચ્યા, AAP વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકશે

શાહીબાગ સર્કિટ હાઉસ, ખાતે આપની મહિલા કાર્યકરોએ ગુલાબનું ફૂલ આપીને કેજરવાલીનું સ્વાગત કર્યુ હતું.

ટ્વીટર પર કેજરીવાલે લખ્યું 'હું ગુજરાત આવી રહ્યો છું, ગુજરાતના બધા ભાઈ-બહેનોને મળીશ,' આજે આપમાં મોટા માથા જોડાય તેવી વકી

  અમદાવાદ : રાજ્યમાં કોરોનાવાયરસના કેસ (Gujarat Coronavirus cases) હળવા થતા રાજકીય (Politics) પારો ચઢવા લાગ્યો છે. બે દિવસ પહેલાં કાગવડના ખોડલધામે (Khodaldham) પાટીદાર મોભીઓ એકઠા થયા અને તેમણે વર્ષ 2022ની ચૂંટણીમાં પાટીદાર મુખ્યમંત્રી હોવો જોઈએ એવો સૂર વ્યક્ત કર્યો. બીજી બાજુ નરેશ પટેલે (Naresh Patel) કાગવડમાં આપના વખાણ કર્યા એના 48 કલાકમાં અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) ગુજરાતની મુલાકાત યોજાઈ રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અને આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party- AAP) સંયોજક અરવિંદ કેજરીવાલ સોમવારે અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી કેજરીવાલ સર્કિટ હાઉસ જવા રવાના થઈ ગયા છે.   કેજરીવાલ આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ આમ આદમી પાર્ટી મોટી વિકેટ ખેરવવાની છે. રાજ્યના એક જાણીતા પૂર્વ પત્રકાર આજે આમ આદમી પાર્ટીનો હાથ પકડે તેવું સુમાહિતગાર સૂત્રો જણાવી રહ્યા છે.

  કેજરીવાલની મુલાકાતનો હેતું સ્પષ્ટ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરપ્રાઇઝ પ્રદર્શનથી સુરત મનપામાં વિરોધ પક્ષ તરીકે પહોંચેલી આમ આદમી પાર્ટીનો ડોળો આગામી વિધાનસભા ચૂંટણી 2022 પર છે. આમ આદમી પાર્ટી રાજ્યમાં સત્તાનો નહીં તો વિપક્ષ તરીકેનો વિકલ્પ બનવા માંગે છે તેમાં બે મત નથી.

  આ પણ વાંચો : અમદાવાદ : અઝહર કિટલીને મનીયા સુરવે અને સુલતાન મિર્ઝા જેવું બનવું હતું, ફિલ્મોના વિલન જેવી ક્રાઇમ કુંડળી

  આ પણ વાંચો : મોરબી : કરૂણ ઘટના! મહિલા LRDએ ક્વાર્ટરમાં આપઘાત કર્યો, 15 દિવસ પૂર્વે જ મળ્યું હતું પોસ્ટીંગ

  અગાઉ અરવિંદ કેજરીવાલે ગઈકાલે ટ્વીટર પર એક ચાર લાઇનનું ટ્ટીટ કર્યુ હતું જેમાં તેમણે લખ્યું કે 'હવે ગુજરાત બદલાશે, હું કાલે ગુજરાત આવી રહ્યો છે. ગુજરાતના મારા બધા ભાઈઓ બહેનોને મળીશ'  આ પણ વાંચો : ગોંડલ : અજયસિંહ જાડેજાની હત્યાના આરોપીઓ ઝડપાયા, પોલીસને જણાવ્યું મર્ડરનું કારણ

  આ પણ વાંચો : રાજકોટ : દારૂની હેરાફેરીનો ગજબ આઇડિયા! ઈડલી-સાંભાર અને શાકભાજી વેચનારા બન્યા બૂટલેગર

  કેજરીવાલનો અમદાવાદ કાર્યક્રમ  સર્કિટ હાઉસથી સવારે 11.45 કલાકે તેઓ શ્રીકૃષ્ણ ભગવાનના ચરણોમાં શીશ ઝૂકવાશે અને ત્યારબાદ આશ્રમ રોડ વલ્લભસદનમાં પ્રેસ કૉન્ફરન્સ કરશે. આ પ્રેસ વાર્તાલાપમાં જ એક મોટા ગજાના પૂર્વ પત્રકારને આમ આદમી પાર્ટીનું ઝાડું પકડાવી અને સત્તાવાર રીતે પાર્ટીમાં પ્રવેશ કરાવવામાં આવે તેવી માહિતી સુમાહિતગાર સૂત્રો આપી રહ્યા છે.

  આ પ્રેસ વાર્તાલાપ બાદ અરવિંદ કેજરીવાલ આશ્રમ રોડમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલની પાછળ બંગ્લો નંબર 3માં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાના છે. આ સાથે જ આમ આદમી પાર્ટી રાજ્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકશે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Gujarat Assembly elections 2022, Kejriwal Gujarat Visi Live Updates, અમદાવાદ, અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી, ગુજરાત, ગુજરાતી ન્યૂઝ, રાજકારણ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन