અરવલ્લી પોલીસે સાબરમતીમાંથી આરોપીનું 'અપહરણ' કરતા અમદાવાદ પોલીસ લાલઘૂમ

અરવલ્લી પોલીસે સાબરમતીમાંથી આરોપીનું 'અપહરણ' કરતા અમદાવાદ પોલીસ લાલઘૂમ
આરોપી યુવક અરવલ્લી પોલીસના ચોપડે સોપારી લેવાના ગુનામાં ચડી ચુક્યો છે.

વિનોદ પોતાના ઘરેથી બહાર નિકળ્યો અને ખાનગી ગાડીમાં આવેલા 3 લોકોએ તેનુ અપહરણ કરી ફરાર થઈ ગયા. સાબરમતી પોલીસ મથકની હદમાં ફિલ્મી ઘટનાક્રમ

  • Share this:
અમદાવાદ: ઘરની બહાર લટાર મારવા નિકળેલા 22 વર્ષિય યુવકનુ અપહરણ (Kidnapping) થતા સાબરમતી પોલીસ દોડતી થઈ હતી. સાબરમતી પોલીસે (Sabarmati police) અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ત્યારે સામે આવ્યુ કે યુવકનુ અપહરણ નહી પરંતુ અરવલ્લી જિલ્લા પોલીસે (Arvalli police) તેની ધરપકડ કરી હતી. જોકે સ્થાનિક પોલીસ કે પરિવારને ધરપકડ અંગે જાણ ન કરતા અમદાવાદ અને અરવલ્લી પોલીસ વચ્ચે (Clash between arvalli and Ahmedabad Police) વાકયુદ્ધ છેડાયુ હતુ. જોકે અરવલ્લી પોલીસે કરેલી અવળચંડાઈ બાબતે તેમની સામે કાયદાકીય પગલાં લેવાશે કે કેમ તે સવાલ છે.

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા કબીર ચોક પાસેથી 22 વર્ષિય યુવક વિનોદ લુહારનુ અપહરણ થયુ હોવાની પોલીસને મેસેજ મળતા શહેર પોલીસ દોડતી થઈ હતી. બનાવની વાત કરીએ તો વિનોદ પોતાના ઘરેથી બહાર નિકળ્યો અને ખાનગી ગાડીમાં આવેલા 3 લોકોએ તેનુ અપહરણ કરી ફરાર થઈ ગયાની પોલીસને જાણ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસની તપાસમા અન્ય જિલ્લા ની પોલીસ પણ જોતરાઈ હતી. જેમાં સામે આવ્યુ કે વિનોદની અરવલ્લી એલસીબીએ ધરપકડ કરી હતી.આ પણ વાંચો :  વડોદરા : આશાસ્પદ યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા, અંધકારમાં ખેલાયો ખૂની ખેલ

જોકે આ ધરપકડ અંગે સ્થાનિક પોલીસ કે પરિવારને જાણ ન કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હોવાનું સાબરમતી પોલીસસ્ટેશનના પીઆઇ આર એચ વાળા એ જણાવ્યું છે. સૂત્રોએ એ પણ જણાવ્યું છે કે જ્યારે બહારની પોલીસ આરોપીને પકડવા આવે ત્યારે સ્થાનિક પોલીસને જાણ કરે છે અને બાદમાં તેને પકડયા બાદ સ્ટેશન ડાયરીમાં નોંધ પણ કરે છે પણ આ કેસમાં અરવલ્લી પોલીસે આવી કોઈ પ્રક્રિયા હાથ ધરી નહોતી.

જે યુવકના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી, તેની ધરપકડ શા માટે કરવામાં આવી તે અંગે સાબરમતી પોલીસે અરવલ્લી પોલીસનો સંપર્ક કરતા સામે આવ્યુ કે ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામે એક દંપતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તે ગુનાને અંજામ આપવા માટે આરોપી વિનોદે સોપારી લીધી હતી.

આ પણ વાંચો :  સુરત : યુવકને જમીન પર પટકાવીને પોલીસે ઢોર માર માર્યો, Video વાયરલ થતા વિવાદ

જેમાં મહિલા પર જિવલેણ હુમલો કરવામાં આવ્યો અને તેના પતિને પણ માર મારવામાં આવ્યો હતો. જોકે વિનોદની ધરપકડ બાદ સામે આવ્યુ કે હત્યાની સોપારી પતિ વિજય ગોસ્વામીએ જ આપી હતી. જેથી પોલીસે તેની પણ ધરપકડ કરી છે. જોકે હુમલો કરનાર બન્ને આરોપી ફરાર છે.

અરવલ્લી પોલીસે પોતાના ગુનાના ફરાર આરોપીની ધરપકડ માટે કાયદાને નેવે મુકી કાર્યવાહી કરી છે. માટે બે જિલ્લાની પોલીસ વચ્ચે ઘર્ષણ પેદા થયુ હતુ. પરંતુ હવે હત્યાના પ્રયાસના ગુનાના અન્ય ફરાર બે આરોપી અમદાવાદના જ હોવાથી તે આરોપીને ઝડપી પાડવા માટે બન્ને જિલ્લાની પોલીસે એક સાથે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે કાયદાનુ પાલન કરાવનાર જ જ્યારે કાયદો તોડે ત્યારે શુ પગલા લેવાય છે.
Published by:Jay Mishra
First published:September 08, 2020, 16:58 pm

ટૉપ ન્યૂઝ