અનામત બંધ નહીં થાય, સંસદમાં નાણામંત્રી અરૂણ જેટલીનું નિવેદન

Haresh Suthar | Pradesh18
Updated: March 14, 2016, 1:04 PM IST
અનામત બંધ નહીં થાય, સંસદમાં નાણામંત્રી અરૂણ જેટલીનું નિવેદન
#અનામત અંગેના આરએસએસ વડાના નિવેદનને લઇને આજે ફરી એકવાર સંસદમાં હંગામો થયો હતો. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ આ મામલે સરકાર સામે સ્પષ્ટતા માંગી હતી. જે મુદ્દે સ્પષ્ટતા કરતાં સરકારે કહ્યું હતું કે, કોઇ પણ કિંમતે અનામત બંધ નહીં થાય.

  • Pradesh18
  • Last Updated: March 14, 2016, 1:04 PM IST
  • Share this:
નવી દિલ્હી #અનામત અંગેના આરએસએસ વડાના નિવેદનને લઇને આજે ફરી એકવાર સંસદમાં હંગામો થયો હતો. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ આ મામલે સરકાર સામે સ્પષ્ટતા માંગી હતી. જે મુદ્દે સ્પષ્ટતા કરતાં સરકારે કહ્યું હતું કે, કોઇ પણ કિંમતે અનામત બંધ નહીં થાય.

રાજ્યસભામાં રામગોપાલ યાદવે આજે ફરી એકવાર અનામતનો મુદ્દો ઉઠાવ્યો હતો. રામગોપાલે કહ્યું કે, ભાજપ અને આરએસએસ અનામત મામલે એક વાત કરે છે તો સરકાર બીજી વાત કરે છે, તો આ મામલે સરકાર પોતાનો વિચાર સ્પષ્ટ કરે. જેના જવાબમાં અરૂણ જેટલીએ કહ્યું કે, રામગોપાલ તમે આની ચિંતા ના કરો, સરકારની સ્પષ્ટ નીતિ છે કે અનામત બંધ નહીં થાય.

તો માયાવતીએ પણ કહ્યું કે, છાશવારે આરએસએ તરફથી એવા નિવેદનો આપવામાં આવે છે કે જેનો આધાર આર્થિક રીતે હોવો જોઇએ નહીં કે રાજનીતિક. આરએસએસ પ્રમુખ કેટલીય વખત બોલી ચુક્યા છે જે બંધારણીય નથી. તેઓ આ પ્રયાસમાં સફળ નહીં થાય, દલિતો એમને સફળ નહીં થવા જે. બિહાર ચૂંટણીમાં પણ એમને નુકશાન થયુમ છે.

સંસદીય કાર્ય રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ કહ્યું કે, અમારી પાર્ટીનું સ્પષ્ટ માનવું છે કે, અનામત રહેવું જોઇએ. એને હટાવવાનો કોઇ સવાલ જ નથી. આરએસએસે અનામતને વધુ મજબૂત કરવાની વાત કરી હતી. તમને સમજમાં ના આવ્યું એ અલગ વાત છે.
First published: March 14, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading