#500 #1000 રૂપિયાની નોટ રદ કરવાના મોદીના નિર્ણય અંગે અરૂણ જેટલી શું માને છે? મુખ્ય 15 પોઇન્ટ

Haresh Suthar | Pradesh18
Updated: November 9, 2016, 3:32 PM IST
#500 #1000 રૂપિયાની નોટ રદ કરવાના મોદીના નિર્ણય અંગે અરૂણ જેટલી શું માને છે? મુખ્ય 15 પોઇન્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટ રદ કરવાના નિર્ણયને કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ આવકાર્યો છે અને યોગ્ય દિશાનું કદમ ગણાવ્યું છે. જેટલીએ આ નિર્ણયને બોલ્ડ ગણાવતાં કહ્યું કે, આ પગલું પહેલા જ લેવાવું જોઇતું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટ રદ કરવાના નિર્ણયને કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ આવકાર્યો છે અને યોગ્ય દિશાનું કદમ ગણાવ્યું છે. જેટલીએ આ નિર્ણયને બોલ્ડ ગણાવતાં કહ્યું કે, આ પગલું પહેલા જ લેવાવું જોઇતું હતું.

  • Pradesh18
  • Last Updated: November 9, 2016, 3:32 PM IST
  • Share this:
નવી દિલ્હી #વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટ રદ કરવાના નિર્ણયને કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ આવકાર્યો છે અને યોગ્ય દિશાનું કદમ ગણાવ્યું છે. જેટલીએ આ નિર્ણયને બોલ્ડ ગણાવતાં કહ્યું કે, આ પગલું પહેલા જ લેવાવું જોઇતું હતું.

વાંચો : 'ટોલ નાકા, પેટ્રોલ પંપ પર 11મી સુધી ચાલશે...

તેમણે કહ્યું કે, આ નિર્ણયથી અર્થવ્યવસ્થા પર મોટી અસર પડશે અને દુરોગામી પરિણામ જોવા મળશે. નાણામંત્રીએ કહ્યું કે, બ્લેક મની પર રોક લાવવાની દિશામાં આ ઠોસ પગલું છે. નાણાકીય લેણદેણમાં લોકોને પડી રહેલ તકલીફ અંગેની વાતોને એમણે પાયાવિહોણી ગણાવી. જેટલીના અનુસાર જે ઇમાનદાર છ, એ આ નિર્ણયથી ખુશ છે. જ્યારે જેની પાસે બ્લેક મની છે તે દુ:ખી છે. આવો જાણીએ જેટલીના મહત્વના 15 પોઇન્ટ...

વાંચો : કેવી રીતે બદલશો 500 અને 1000ની જુનો નોટો...

1. આવો નિર્ણય અચાનક જ લેવો પડે છે અને એને ગુપ્ત રાખવો પડે છે.

2. નવી ચલણી નોટો પુરતી માત્રામાં છે અને યોગ્ય સમયે બેંકો પાસે હશે. છેલ્લા કેટલાક મહિનાઓથી વૈકલ્પિક કરન્સી છાપવાની પ્રક્રિયા ચાલુ હતી.3. જે કામ અત્યાર સુધી તમે કેશથી કરતા હતા એ હવે ચેકથી કરશો. જન ધન યોજના બાદ મોટા ભાગના લોકો પાસે બેંક ખાતા છે.

4. એસઆઇટી બનાવવી, ફોરેન મની કાયદો, બ્લેક મની ડિસ્ક્લોઝ કરવાની યોજના આ બધી પ્રક્રિયા આનો જ એક ભાગ હતો.

5. એવી કાનૂન વ્યવસ્થા ગોઠવાય કે લોકો બેક મારફતે જ લેણદેણ કરે.

6. બ્લેક મની, ભ્રષ્ટાચાર, આતંકવાદ અને ફેક કરન્સી બધુ બહાર આવી જશે.

7. હું માનું છું કે દેશમાં ઇકોનોમી કેશલેસ હોય, પ્લાસ્ટિક અને ઓનલાઇન મનીનો ઉપયોગ વધે.

8. બ્લેક મની એ કોઇનો મૌલિક કે નૈતિક અધિકાર નથી.

9. આનાથી બેંકિંગ વ્યવસ્થા મજબૂત બનશે, ક્યારેક તો હાલની સ્થિતિ બદલાવી જ જોઇતી હતી

10. પીએમનો સ્પષ્ટ મત છે કે, છેલ્લા 10 વર્ષોમાં જેવી સરકાર ચાલી, માત્ર ફાઇલ સાઇન કરનારી એવી સરકાર હું નહીં ચલાવું, દેશની જનતાના જીવનમાં પ્રભાવ પાડે એવા કામ કરવા ઇચ્છું છું.

11. દરેક રાજ્યનો આનો લાભ થશે. રાજ્યોની રેવન્યૂ વધશે, કારણ કે કાયદાકીય રૂપથી ખરીદાયેલ વસ્તુઓમાં ટેક્સ જશે.

12. ગમે તેટલા પૈસા હોય, બેંકમાં જમા કરાવી શકો છો. પરંતુ આ કોઇ ઇમ્યુનિટી સ્કીમ નથી.

13. જો તમારી આવકનો ભાગ હોય તો કોઇ ચિંતા નથી, પરંતુ જાહેર ન કરેલી સંપત્તિ છે તો એની પર કાયદાકીય કાર્યવાહી થશે.

14. જે લોકો બોલી રહ્યા છે કે ઓછો સમય આપ્યો વાસ્તવમાં તેઓ બ્લેક મનીને ઠેકાણે પાડવા પ્રયાસ કરી રહ્યા છે.

15. આની રાજકીય એક જ અસર જોવા ઇચ્છું છું, કે આનાથી રાજનીતિ અને ચૂંટણી પ્રક્રિયા પણ સ્વચ્છ થશે.
First published: November 9, 2016
વધુ વાંચો
अगली ख़बर