કલાકાર vs તબીબ : corona કાળમાં નવરાત્રીના મુદ્દે સોશિયલ મીડિયાથી શરૂ થયેલી વોર ક્યાં અટકશે? 


Updated: September 14, 2020, 9:18 PM IST
કલાકાર vs તબીબ : corona કાળમાં નવરાત્રીના મુદ્દે સોશિયલ મીડિયાથી શરૂ થયેલી વોર ક્યાં અટકશે? 
પ્રતિકાત્મક તસવીર

સોશિયલ મીડિયા પર કલાજગત માટે વાત કરતા અભિલાષ ઘોડા અમદાવાદ મેડિકલ એસોસિએશન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે.

  • Share this:
અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રી (Navratri 2020) થશે કે નહીં તેની ચર્ચા કરતા હાલ સોશિયલ મીડિયા (social media) પર તબીબ વર્સીસ કલાકારનો મુદ્દો ચર્ચાના ચકડોળે ચડયો છે. સોશિયલ મીડિયા પર કલાજગત માટે વાત કરતા અભિલાષ ઘોડા અમદાવાદ મેડિકલ એસોસિએશન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે અને સવાલ પણ કર્યા છે કે શા માટે ગુજરાત મેડીકલ એસોસિએશન (Gujarat Medical Association) કે પછી ભારત મેડિકલ એસોસિએશન નહીં અને અમદાવાદ મેડિકલ એસોસિયેશન જ નવરાત્રી નો વિરોધ કરી રહ્યું છે.

અભિલાષ ઘોડાનું એવું પણ કહેવું છે કે ગુજરાતના કલાકારો હાલ ઘર ચલાવવા રૂપિયા ન આવવાને કારણે પિસાઈ રહ્યો છે. આગામી સમયમાં આર્થિક તંગીને કારણે કલાકારો આત્મહત્યા (suicide) સુધીના પગલા લેશે તો શું તેની જવાબદારી અમદાવાદ મેડિકલ એસોસિયેશન (Ahmedabad Medical Association) લેશે.?

બીજી તરફ અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ મોના દેસાઈએ જણાવ્યું કે આ મુદ્દો નવરાત્રીનો નથી આ મુદ્દો છે કોરોના સંક્રમણથી (coroanvirus) લોકોને બચાવવાનો. કોરોના સંક્રમણ થી દર્દી પથારીમાંથી ઉઠ્યા બાદ  પણ પોસ્ટ કોરોના અસરથી પીડાય છે. આવી અનેક સવાલોની તૂ તૂ મે મે બાદ  મનોરંજન ક્ષેત્રે જોડાયેલા કલાકારો અને તબીબી આલમમાં ભાગ પડી ગયા છે.

આ પણ વાંચોઃ-પતિની ક્રૂર હરકત! ગર્ભવતી પત્નીના પેટ ઉપર માર્યું પાટું, ગર્ભમાં રહેલા છ મહિનાના બાળકનું મોત

અમદાાવદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ મોના દેસાઈના જણાવ્યા પ્રમાણે અમે ડોકટર માટે જે શબ્દો વાપર્યા છે તેને લઈને કાયદાકીય પગલાં લઈશું- કોરોના ફી અંગેનું પેકેજ અમે નથી આપ્યું સરકારે નક્કી કર્યું છે- સરકારે અમને કહ્યું કે દવાખાના ખોલો કોરોના અને કોરોના સિવાયના દર્દી પરેશાનના થાય - નવરાત્રી કરવી કે નહીં એ સરકારનો મુદ્દો છે અમે અપીલ કરી છે કે જાહેર મેળાવડો થાય એવું ના કરતાં.

આ પણ વાંચોઃ-સુરતઃ 'તારે અહીં રહેવું હોય તો પૈસા આપવા પડશે' કોસાડમાં દાદુ નામના 'ગુંડા'એ યુવકના ગળા ઉપર તલવાર મૂકી ખંડણી માંગીએટલે અમદાવાદ મેડિકલ એસોસિએશન સમગ્ર તબીબી આલમને લઈને આ મુદ્દો સરકાર સામે મૂકયો છે જેમાં વ્યક્તિગત નિર્ણય નથી.- હોસ્પિટલમાં દર્દીઓ ને સારવાર માટે અમે કલાકારોને પી પી ઇ કીટ પહેરીને હોસ્પિટલમાં મનોરંજન માટે પેકેજ આપવા તૈયાર છે.કલાકારો સાથે સહાનુભૂતિ છે પણ તમે કલાકારો ના નામે ડોકટરને ટાર્ગેટ ના બનાવો.

આ પણ વાંચોઃ-PHOTOS: બિહાર ચૂંટણીમાં છવાઈ બ્લેક ડ્રેસ વાળી છોકરી, વિદેશથી ભણીને આવી છે, CM બનવાનું છે સપનું

તો બીજી તરફ ગુજરાતી ફિલ્મ ફેટરનીટી અભિલાષ ઘોડાનું કહેવું છે કે હું આતુરતા થી રાહ જોઉં છું કે કાયદાકીય પગલાં લેવાય. હું પણ જવાબ આપીશ - કમાણી નું સાધન છે જ. ડોકટર એ મહામારી ના નામે ઘણી ફી ઉઘરાવી છે-  અમે જાહેર મેળાવડા નથી માંગતા. પણ તમે કેમ સવાલ ઉઠાવ્યો ગુજરાત મેડિકલ એસોસિએશન ચૂપ છે.

તો માત્ર અમદાવાદ મેડિકલ એસોસિએશન કેમ? શું કલાકારો ને આત્મહત્યા કરવા તૈયાર થાય તો તમે જવાબદાર હશો? લોકોને સમજાવવા હોય  ત્યારે કલાકારો જ આગળ આવે છે કલાકારો જ ડોકટર ને વોરિયર કહે છે.છેલ્લા 6 મહિના થી આ હાલત છે. કલાકારનું ઘર નથી ચાલતું.
Published by: ankit patel
First published: September 14, 2020, 8:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading