અમદાવાદ : વ્યવસાયમાં વ્યસ્ત રહેતા માતા પિતા માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બાળકને સાચવવા માટે ઓનલાઈન નોંધણી કરાવી આયા રાખવામાં આવી હતી. જે આયાએ પતિ સાથે મળી બાળકીને વેચવા પ્લાન ઘડી કાઢ્યો. જોકે પશ્ચિમ બંગાળ પોલીસે પરિવાર ને જાણ કરતા હ્યુમન ટ્રાફિકિંગનો મામલો સામે આવ્યો, જે અંગે 3 આરોપી વિરુદ્ધ ચાંદખેડા પોલીસે કાર્યવાહી હાથ ધરી.
અમદાવાદ શહેર અને રાજ્યમાંથી ગુમ થયેલા સંખ્યાબંધ બાળકો એવા છે કે, જેની ભાળ હજી સુધી પોલીસ નથી મેળવી શકી. તેઓ એક વધુ કેસ બને તે પહેલા જ રોકી દેવામાં પોલીસને સફળતા મળી છે, અને ૧૧ માસની બાળકીને હ્યુમન ટ્રાફિકિંગ એટલે કે અપહરણ કરી વેચી દેવામાં આવે તે પહેલા એક મહિલાની પોલીસે ધરપકડ કરી. જોકે અન્ય બે ફરાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
બનાવની વિગતે વાત કરીએ તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક દંપતીએ પોતાની ૧૧ માસની દીકરીની દેખરેખ માટે એક આયા બોલાવી હતી. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી મુંબઈની કંપની પાસેથી મૂળ પશ્ચિમ બંગાળની બિંદુ શર્મા નામની આયા ને બાળકી ની દેખરેખ માટે અમદાવાદ બોલાવવામાં આવી હતી. જોકે ત્રણ મહિનાના સમયમાં જ આયા બિંદુ પોતાના પતિ સાથે બાળકીના ફોટા પોતે માતાપિતા છે. અને બાળકીને દત્તક આપવા માંગે છે. તેમ કહી પુના ના એક દંપતીને મોકલ્યા હતા. જે હકીકત સામે આવતા બિંદુ શર્મા તેના પતિ અમિત શર્મા અને મહારાષ્ટ્રના પ્રશાંત કાંબલે વિરુદ્ધ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી બિંદુ ની ધરપકડ કરી છે.
હ્યુમન ટ્રાફિકિંગના આરોપી પ્રશાંત કાંબલે સાથે સંકળાયેલી બિંદુ શર્મા એ બાળકી ના ફોટા પુણેના એક દંપતીને મોકલ્યા હતા. જોકે દંપતીએ બાળકી ની જન્મ તારીખ અને જન્મના દસ્તાવેજો અંગે તપાસ કરી ત્યારે કંઇક અજુગતુ હોવાની ગંધ ઉઠી હતી. જોકે બિંદુએ પોતાનું અસલ આધાર કાર્ડ પણ મોકલ્યું હતું, જેથી પુનાના દંપતીએ પશ્ચિમ બંગાળના સરનામાના આધારે પશ્ચિમ બંગાળ પોલીસનો સંપર્ક કર્યો અને તમામ વાતથી અવગત કર્યા, અને પશ્વિમ બંગાળ પોલીસે બાળકીના પરિવાર થતા અમદાવાદ પોલીસનો સંપર્ક કરી બાળકીનુ અપહરણ અને વેચાણ થાય તે પહેલા જ બચાવી લેવાઈ.
આરોપી બિંદુની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે, આજે સવારે 10 વાગે બિંદુ બાળકીને લઈને પશ્ચિમ બંગાળ ટ્રેનમાં જવાની હતી અને તેનો પતિ અમિત શર્મા અમદાવાદ રેલવે સ્ટેશન તેને લેવા માટે આવવાનો હતો, પરંતુ તે પહેલા જ હ્યુમન ટ્રાફિકિંગ નો ભાંડો ફૂટ્યો અને પોલીસે તેની ધરપકડ કરી અમિત શર્મા ની તથા પ્રશાંત નામના આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે જોકે બંને આરોપીની ધરપકડ બાદ અન્ય કોઈ હ્યુમન ટ્રાફિકિંગના કેસમાં ખુલાસા થાય છે કે કેમ તે જોવું મહત્વનું છે.