સફરજનની આડમાં ચરસનો મામલો: મુખ્ય આરોપી ઈમરાન નારોલથી ઝડપાયો, બે ચરસ વેપારીની જેલમાં મિત્રતા થઈ


Updated: October 15, 2020, 6:49 PM IST
સફરજનની આડમાં ચરસનો મામલો: મુખ્ય આરોપી ઈમરાન નારોલથી ઝડપાયો, બે ચરસ વેપારીની જેલમાં મિત્રતા થઈ
ઇમરાન મૂળ અમદાવાદનો

ઇમરાન મૂળ અમદાવાદનો છે પરંતુ, જયારે ઇમરાન 6 દિવસનો હતો ત્યારે તેની માતા તેને લઈ મુંબઈ જતી રહી હતી અને ત્યાં રહેવા લાગી હતી

  • Share this:
અમદાવાદ : ગુજરાત રાજ્યના ડીજીપી તરીકે જ્યારથી આશિષ ભાટિયા ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ગુજરાતમાં એનડીપીએસ વધુમાં વધુ કેશો કરી માદક પદાર્થો ગુજરાતમાં આવતા અટકાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ગાંજો ચરસ અને એમડી ડ્રગ્સ હેરાફેરી કરતા શખ્સો સામે લાલ આંખ કરી અમદાવાદ પોલીસે પણ કરોડોનો જથ્થો કબજે કર્યો છે. ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીના સંયુકત ઓપરેશનમાં મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો પાલનપુરમાંથી પકડવામાં આવ્યો હતો.અમદાવાદ : ગુજરાત રાજ્યના ડીજીપી તરીકે જ્યારથી આશિષ ભાટિયા ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ગુજરાતમાં એનડીપીએસ વધુમાં વધુ કેશો કરી માદક પદાર્થો ગુજરાતમાં આવતા અટકાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ગાંજો ચરસ અને એમડી ડ્રગ્સ હેરાફેરી કરતા શખ્સો સામે લાલ આંખ કરી અમદાવાદ પોલીસે પણ કરોડોનો જથ્થો કબજે કર્યો છે. ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીના સંયુકત ઓપરેશનમાં મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો પાલનપુરમાંથી પકડવામાં આવ્યો હતો.

ats દ્વારા 1 કરોડથી વધુનો ચરસ સાથે 2 લોકો ને પકડી પાડવામાં આવેલ અને તે કેસ માં મુખ્ય આરોપી ઇમરાન ફરાર હતો અને ats એ નારોલ સર્કલ થી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ઈમરાન અને મુંબઈના વોન્ટેડ આરોપી નીતિન ચીક બને ભેગા થઈને ચરસ મંગાવી મુંબઈમાં ધંધો કરતા હતા અને હવે ats નીતિનને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.

અસલામત અમદાવાદ! ચાર જ દિવસમાં 8 સગીરાઓ દુષ્કર્મ કે છેડતીનો ભોગ બની

અસલામત અમદાવાદ! ચાર જ દિવસમાં 8 સગીરાઓ દુષ્કર્મ કે છેડતીનો ભોગ બની

atsની તપાસમાં સામે આવ્યું છે કે ઇમરાન મૂળ અમદાવાદનો છે પરંતુ, જયારે ઇમરાન 6 દિવસનો હતો ત્યારે તેની માતા તેને લઈ મુંબઈ જતી રહી હતી અને ત્યાં રહેવા લાગી હતી. મળતી માહિતી પ્રમાણે ઈમરાનની માં અને તેના નાના પણ ચરસનો વેપાર કરતા હતા અને વર્ષ 2011માં ઈમરાન અને તેની મા ચરસના કેસમાં મુંબઈમાં પકડાઈ ગઈ હતી. જેતે સમય જેલમાં ઈમરાનની મુલાકાત નીતિન સાથે થઈ હતી અને નીતિન પણ ડ્રગના કેસમાં જેલમાં આવ્યો હતો. બંનેની જેલમાં મિત્રતા થઈ અને બહાર નીકળી બંને ડ્રગનો વેપાર કરવા લાગ્યા હતા. વર્ષ 2014 માં જેલથી બહાર આવ્યા હતા.

Ats શુ કરી હતી કાર્યવાહી

એટીએસના પી.આઈ સી આર જાદવને ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે, પાલનપુરની હોટલમાં ચરસના જથ્થા સાથે બે વ્યક્તિઓ આવવાના છે, જે અંગે વોચ ગોઠવી સફરજન બોક્સમાંથી ૧૭ કિલો જેટલો ચરસ જથ્થો પકડી પાડયો હતો. પકડાયેલા ચરસની અંદાજિત બજાર કિંમત ૧ કરોડ ૨ લાખ જેટલી થાય છે. ચરસના જથ્થા સાથે ઝડપાયેલ બંને શખ્સો ફહીમ  બેગ અને સમીર શેખ મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે, જેમને આ ચરસનો જથ્થો લુધિયાણાથી લાવી આપવાનું કામ હતું. જેથી લુધિયાણા શબ્જીમંડીમાં એક ટ્રક તેમને ચરસનો જથ્થો આપી ગઈ હોવાની કબૂલાત કરી છે અને ઇમરાન નામના શખ્સને ચરસનો જથ્થો પહોંચાડતા 50000 રૂપિયા પણ મળવાના હતા પરંતુ, તે પહેલા જ પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી.
Published by: kiran mehta
First published: October 15, 2020, 6:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading