કડી: લુંટ With રેપ કેસ મામલે એકની ધરપકડ, લૂંટ માટે ગયા હતા સાથે Rape પણ કર્યો

News18 Gujarati
Updated: November 13, 2019, 10:14 PM IST
કડી: લુંટ With રેપ કેસ મામલે એકની ધરપકડ, લૂંટ માટે ગયા હતા સાથે Rape પણ કર્યો
પ્રતિકાત્મક તસવીર

ખેતરમાં 24 વર્ષીય પરિણિતા પોતાના પતિ સાથે સુઈ રહી હતી ત્યારે કેટલાક લોકોએ લુંટના ઈરાદે તેમની ઉપર હુમલો કરી પરિણિતા સાથે બળાત્કાર ગુજાર્યો હતો

  • Share this:
નવીન ઝા, અમદાવાદ: મહેસાણાના કડીમાં સિરિયલ બળાત્કારની ઘટનાથી પોલીસ તંત્ર દોડતી થઈ ગઈ હતી અને જેથી સ્થાનિક પોલીસની સાથો સાથ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પણ કામે લાગી ગઈ હતી. કડી વિસ્તારમાં આ બે ઘટનાએ પોલીસને દોડતી કરી દીધી હતી જેથી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી અને જેમા એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે બે રેપ અને એક લુંટના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

પોલીસનુ કહેવુ છે કે, આ ગેંગ લુંટ માટે ગઈ હતી અને લુંટની સાથો-સાથ રેપની ઘટનાને અંજામ પણ આપ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, આ ડફેર ગેંગ છે અને જેની તપાસ કરવામાં આવી રહી છે.

ઘટના કંઈ એમ છે કે થોડાક દિવસો પહેલા કડીમાં એક બાદ એક બે રેપની ઘટના બની હતી અને જેની નોંધ ગાંધીનગર સુધી લેવાઈ હતી. કડીના એક ખેતરમાં 24 વર્ષીય પરિણિતા પોતાના પતિ સાથે સુઈ રહી હતી ત્યારે કેટલાક લોકોએ લુંટના ઈરાદે તેમની ઉપર હુમલો કરી પરિણિતા સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને જે મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ ઘટનાના 3 દિવસ પહેલા પણ કડીમાં એક 25 વર્ષિય યુવતિ સાથે પણ બળાત્કારની ઘટના બની હતી. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના મદદનીશ પોલીસ કમિશનર ભગીરથસિંહ ગોહીલનું કહેવું છે કે, આ એક ગેંગ છે જેમાં અનેક લોકો કામ કરે છે પરંતુ હાલ ગેંગના એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહ્યુ છે. રેપની સાથો સાથ લુંટના પણ અન્ય ગુનાઓના ભેદ ખુલ્યા હોવાની વાત સામે આવી રહી છે.
First published: November 13, 2019, 10:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading