GTUનો ડેટા ચોરી કરનાર ઝડપાયો, પરીક્ષા ન આપવી પડે તે માટે કાવતરૂ રચનાર ભેજાબાજ વિદ્યાર્થી ઝડપાયો

GTUનો ડેટા ચોરી કરનાર ઝડપાયો, પરીક્ષા ન આપવી પડે તે માટે કાવતરૂ રચનાર ભેજાબાજ વિદ્યાર્થી ઝડપાયો

  • Share this:
અમદાવાદ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા ન આપવી પડે તે માટે એક ભેજાબાજ વિદ્યાર્થીએ ઓનલાઈન વિદ્યાર્થીઓના ડેટાની ચોરી કરી અન્ય વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકી દીધું હતું. વડોદરાની ITM કોલેજમાં અભ્યાસ કરતા એરોન વર્ગીસ નામના વિદ્યાર્થી કે જે ઇલેક્ટ્રિક એન્જીનરિંગના ચોથા વર્ષમા અભ્યાસ કરે છે, પરંતુ હેકિંગ તેનો રસનો વિષય હોવાથી GTU વેબસાઇટ પરથી વિધાર્થીઓના ડેટા હેકિંગ કરી વિદ્યાર્થીઓની અંગત માહિતી ચોરી કરી અન્ય વેબસાઈટ પર મૂકી દીધી હતી.

પરીક્ષા ન યોજાય તે માટે વિદ્યાર્થીઓના ઓનલાઇન પરીક્ષાના ડેટા સુરક્ષિત ન હોવાનું કહી ડેટા લીક કરી વેબસાઈટ પર જારી કરી દીધા. જેમાં આરોપી એરોન વર્ગીસએ સોશિયલ મીડિયા પર ડેટા જાહેર કર્યા હતા.



આ પણ વાંચો  - અમદાવાદ : GTUની પરીક્ષા બાદ ડેટા લીક કરનાર આરોપી ઝડપાયો, તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી

ડીસીપી સાયબર ક્રાઈમ બ્રાંચ અમિત વસાવા e જણાવ્યું હતું કે, જ્યારે ઓનલાઇન પરીક્ષા શરૂ થવાની હતી, તે અગાઉ વિદ્યાર્થીઓની મોક ટેસ્ટ લેવાઈ હતી. મોક ટેસ્ટના ડેટા એરોન વર્ગીસએ GTUની સિસ્ટમ હેક કરી લીક કરી દીધા. પરીક્ષા અગાઉ કેટલાક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ સંગઠનો પરિક્ષાનો વિરોધ કરી રહ્યા હતા, જેથી ઓનલાઇન પરીક્ષાનો ડેટા લીક કરી આખી સિસ્ટમમાં ખામી હોવાનું પ્રસ્થાપિત કરી પરીક્ષા રદ કરવાનો માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો.

ત્યારબાદ GTU એ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી, જે બાદ સાયબર પોલીસે આ મામલે અગાઉ GTU માં અભ્યાસ કરતો મોન્ટુ ચોધાણી ધરપકડ કરી હતી. જેણે મુખ્ય આરોપી એરોન વર્ગીસ સોશિયલ મીડિયા પર રહેલ ડેટા કોપી કરી બીજા વેબસાઈટ પર મુક્યા હતા. જો કે મુખ્ય આરોપી ડેટા લીક કર્યા હતા જે સોશિયલ મીડિયા માંથી 3 કલાકમાં ડીલીટ કરી દીધા હતા.

GTU ડેટા ચોરી કેસનો મુખ્ય આરોપી એરોન વર્ગીસ હેકર્સનો માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવ્યું છે. હાલ પરીક્ષા રદ્દ કરવા માટે વિદ્યાર્થી એરોન વર્ગીસ રચેલું કાવતરું તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
Published by:kiran mehta
First published:August 19, 2020, 18:51 pm

ટૉપ ન્યૂઝ