અમદાવાદ: શહેરના નોબલ નગર વિસ્તારમાં રહેતી એક યુવતીને ભીલવાસમાં રહેતા એક યુવાને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી દિધા બાદ તરછોડી દેતા યુવતીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. શહેરમાં રહેતી એક યુવતીએ NGOના મારફતે યુવક સહિત પરિવારજનો સામે ફરિયાદ દાખલ કરી છે. જેમાં બળાત્કાર સહિત મારપીટ તેમજ ગોંધી રાખવાનો આરોપ લગાવ્યો છે.
યુવતીના જણાવ્યા મુજબ આરોપી યુવક અમિત મકવાણા હાલ સેનામાં ફરજ બજાવે છે. લેહ લદાખ ખાતે પોસ્ટીંગ છે. અમિતે લગ્નની લાલચ આપી અવાર નવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે લગ્નની સંમતિ થયા બાદ અમિત અને પરિવારજનોએ ના પાડી દીધી હતી. બાદમાં કોર્ટમાં મેરેજ કરવાનું નક્કી કર્યું હતું. કોર્ટમાં મેરેજ વગર અમિતના પરિવારજનો પીડિતાને સાથે ઘરે લઇ ગયા હતા. જ્યાં અમિત રોજ મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરતો અને પરિવારજનો માનસિક તેમજ શારીરિક રીતે ત્રાસ આપતા હતા.
આ પણ વાંચો : અમદાવાદ : 90 દિવસ ICUમાં જંગ, 113 દિવસ કોરોના સામેની લડાઈ, 59 વર્ષના દર્દીએ વાયરસને હરાવ્યો
યુવતીએ આરોપ લગાવ્યો છે કે, આરોપી અમિત તેમના દૂરના સગામાં થાય છે. આજથી પાંચ વર્ષ પહેલા મોટર સાયકલમાં બેસાડી અમિત હિંમતનગર ખાતે લઇ ગયો હતો. જ્યાં ગેસ્ટ હાઉસમાં લઈ જઈ મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ બાદ આરોપીએ યુવતીને આશ્વાસન આપ્યું હતું કે, પીડિતા 18 વર્ષની થશે ત્યારે લગ્ન કરીશું. પીડિતાએ જણાવ્યું કે, આજથી છ મહિના પહેલા નોબલનગર ખાતે નોકરીએ જવા માટે ઉભી હતી.
આ દરમિયાન આરોપી અમિત ત્યાં આવ્યો હતો. અને માંગમાં સિંદૂર ભરી કોર્ટમાં લગ્ન કરવાની બાહેધરી આપી હતી. લગ્નનું વચન આપી આરોપી ફરી ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો અને ત્યાં શારીરિક સબંધ બાંધ્યા હતા. આરોપી યુવકે લગ્નની વાત કરતાં યુવતીએ આ અંગે પરિવારજનોને વાત કરી હતી. ત્યારબાદ કોર્ટમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
આરોપીઓના પરીવારજનો અને યુવતીના પરિવારજનો લગ્ન માટે કોર્ટમાં હાજર થયા હતા. અમિતના પરીવારજનોએ મેરેજ અંગેનું લખાણ કરી આપીશું તેવું જણાવી લગ્ન કેન્સલ કરાવ્યા હતા. લગ્ન કેન્સલ થતાં યુવતીના પરિવારજનો ત્યાંથી રવાના થઈ ગયા હતા. અને આરોપીના પરિવારજનો પીડિતાને ઘરે લઇ આવ્યા હતા.
આ પણ વાંચો : સુરત : ગૃહમંત્રીએ નવા પોલીસ મથકનું ઉદ્ધાટન કર્યુ તેની નજીકમાં જ ચેઇન સ્નેચિંગનાં બે બનાવ, પોલીસને પડકાર
યુવતીની ફરિયાદ મુજબ, અમિતના પરિવારજનો ઘરે લાવ્યા બાદ માનસિક તેમજ શારીરિક રીતે ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. આરોપી યુવક મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ હતો. જયારે અમિતની રજાઓ પૂરી થઈ જતા પ્લેન મારફતે લેહ લદાખ જતો રહ્યો, ત્યારે પરિવારજનોએ રૂમ પૂરી ગોંધી રાખી હતી.
અવારનવાર મારઝુડ કરતા હતા. જોકે આખરે તંગ આવી યુવતીએ NGOનો સહારો લઇ એરપોર્ટ પોલીસ મથકમાં અમિત સહિત પરિવારજનો સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.