Home /News /madhya-gujarat /

રાજ્યમાં Coronaનું સંક્રમણ વધવા માટે પાટીલ જવાબદાર, સરકાર ભાઉથી ડરે છે? : મોઢવાડિયા

રાજ્યમાં Coronaનું સંક્રમણ વધવા માટે પાટીલ જવાબદાર, સરકાર ભાઉથી ડરે છે? : મોઢવાડિયા

મોઢવાડિયાએ કહ્યું કે રાજ્યમાં અંબાજી મંદિર સામાન્ય પ્રજા માટે બંધ રખાયં હતું અને પાટીલને દર્શન કરવા ખોલવામાં આવ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.

'સરકાર રથયાત્રાની મંજૂરી ન આપે, સ્કૂલ બંધ રહે , બાળકોને શિક્ષણ ન લઇ શક્યા, ભાજપ પ્રમુખ ભાઉની યાત્રા ગુજરાતમાં સાનથી ફરી'

  અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus) મુદ્દે હવે રાજનીતિ ગરમાઈ (Politics) રહી છે. ભારતીય જનતા પાર્ટીના (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ગુજરાત (C.R.Patil) યાત્રાને કોરોનાના સંક્રમણ વધવા માટે જવાબદાર ગણાવવાનો સંગીન આરોપ કૉંગ્રેસના વરિષ્ઠ આગેવાન અર્જુન (Arjun Modhwadiya)મોઢવાડિયાએ કર્યો છે. મોઢવાડિયાએ સરકાર અને ભાજપ પર રોષ ઠાલવતા એક પછી એક અનેક આક્ષેપો કર્યા. મોઢવાડિયાએ કહ્યું કે સી.આર. પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા બાદ ભારતીય જનતા પાર્ટીના 120 સભ્યોને કોરોના થયો.  મોઢવાડિયાના આ તીખા બોલથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવે તેવી વકી છે. મોઢાવાડિયાએ રથયાત્રા, શાળા કૉલેજ બંધી, અંબાજી મંદિર અને અન્ય તમામ મોરચે સી.આર.પાટીલ પર પ્રહારો કર્યા છે.

  મોઢવાડિયાએ કહ્યુ કે  એક તરફ સરકાર રથયાત્રાની મંજૂરી ન આપે, સ્કૂલ બંધ રહે બાળકોને શિક્ષણ ન લઇ શક્યા ત્યારે ભાજપ પ્રમુખ ભાઉની યાત્રા ગુજરાતમાં સાનથી ફરી છે.  આ યાત્રાના પ્રથમ ચરણ બાદ સૌરાષ્ટ્રના ભાજપના 120 આગેવાનોને કોરોના થયો છે.  રાજ્યમાં અંબાજી મંદિર (Arjun Modhwadiya) પ્રજા માટે બંધ રાખ્યું પરંતુ અહીં થયું કે માતાજી જાણે ભાઉના દર્શન માટે મંદિર ખોલાયું હોય તેવા ઘાટ સર્જાયો છે, ત્યારે પાટીલને પાસામાં કોણ મોકલશે? સરકારની શુ મજબુરી છે કે ગુજરાત સરકાર ભાઉથી ડરે છે.

  આ પણ વાંચો :   વડોદરા : આશાસ્પદ યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા, અંધકારમાં ખેલાયો ખૂની ખેલ

  પાટીલથી  સરકાર કેમ ડરે છે - મોઢવાડિયા

  કોરોના સંક્રમણ વધવા માટે પાટીલ જવાબદાર છે એવો સંગીન આક્ષેપ કરતા મોઢવાડિયાએ કહ્યું કે પાટીલે ગુજરાતને અસલામતી મુકવાનુ કાંમ કર્યું છે. ગુજરાતને કોરોના હોમનું કામ ભાજપ પ્રમુખ કર્યું છે.  પહેલાં નમસ્તે ટ્રમ્પ અને હવે પાટીલની યાત્રાના કારણે રાજ્યમાં કોરોના ફેલાયો છે.

  દેશમાં અને રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા વધી

  દેશમાં રવિવાર અને સોમવારે એક જ દિવસમાં 90 હજારથી વધુ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાતા ચિંતા અનેકગણી વધી ગઈ હતી. પરંતુ મંગળવારે જાહેર થયેલા આંકડામાં થોડી રાહતના સંકેત જોવા મળી રહ્યા છે. આજે આ આંકડો 75 હજારની આસપાસ પહોંચી ગયો છે. જેથી પોઝિટિવ કેસોમાં 15 હજાર જેટલા કેસ ઓછા નોંધાયા છે.

  કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં 75,809 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 1,133 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 42,80,423 થઈ ગઈ છે.

  આ પણ વાંચો :  ભરૂચ : ધોળે દિવસે જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ સાથે લૂંટનો પ્રયાસ, બે વ્યક્તિને ઇજા, CCTVમાં LIVE દૃશ્યો કેદ

  ગુજરાતમાં 7મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1330 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 15 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,05,671એ પહોંચી ગયો છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Arjun Modhwadia, C.R Patil, Coronavirus, Gujarat Congress, Gujarat Politics, અંબાજી મંદિર, ગુજરાતી ન્યૂઝ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन