Home /News /madhya-gujarat /અમદાવાદ: શું તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? જાણો ધમધોકાર પ્રોડક્શન છતાં કેમ નહીં મળે ડિલિવરી

અમદાવાદ: શું તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? જાણો ધમધોકાર પ્રોડક્શન છતાં કેમ નહીં મળે ડિલિવરી

પ્રતીકાત્મક તસવીર

Buy car: દેશમાં અલગ અલગ કંપનીઓમાં ફોર વ્હીલર્સનું પ્રોડક્શન ધમધોકાર ચાલી રહ્યું છે તો પછી કારની ડિલિવરી મળવામાં મોડું કેમ થઈ રહ્યું છે? તમામ લોકોના મનમાં આ સવાલ થાય તે સ્વાભાવિક છે.

અમદાવાદ: જો તમે પરિવાર માટે એક કાર (Buy car) ખરીદવાનું વિચારી રહ્યા છો અને તેમાં પણ એ કાર સ્ટાઇલિશ અને લક્ઝુરિયસ (Luxurious cars) છે તો આપના માટે આ સમાચાર ખૂબ જ મહત્ત્વના છે. કારણ કે તમે કાર ખરીદવા માટે બુકિંગ તો કરવી દેશો પરંતુ કારની ડિલિવરી (Car delivery) તમને મોડી મળશે. તેનું કારણ એવું છે કે, કારની ડિલિવરીમાં વેઈટીંગ ચાલી રહ્યું છે. હવે આ વેઈટીંગ કેમ ચાલી રહ્યું છે તે જાણવું પણ ખૂબ જરૂરી છે. આમ તો આપણા દેશમાં અલગ અલગ કંપનીઓમાં ફોર વ્હીલર્સનું પ્રોડક્શન ધમધોકાર ચાલી રહ્યું છે તો પછી કારની ડિલિવરી મળવામાં મોડું કેમ થઈ રહ્યું છે? તમામ લોકોના મનમાં આ સવાલ થાય તે સ્વાભાવિક છે.

વેઈટીંગ અંગે અને તેના પાછળના કારણ અંગે ફેડરેશન ઑફ ઓટો મોબાઈલ એસોસિએશનના ગુજરાતના ચેરમેન પ્રણવ શાહ (Pranav Shah) કહે છે કે, ફોર વહીલર અને તેમાંય લક્ઝુરિયસ કારની ડિલિવરીમાં વેઈટીંગ ચાલી રહ્યું છે. જો તમે આજે કાર નોંધાવો છો તો શક્ય છે કે તમને તેની ડિલિવરી 2 મહિના કે પછી છ મહિના પછી મળે. એવું પણ બને કે હાલમાં કાર નોંધાવો છો તો દિવાળી પછી પણ તેની ડિલિવરી મળી શકે.

આ લાંબા વેઈટીંગ પાછળનું કારણ કારમાં લાગતા કેટલાક પાર્ટ્સ છે, જે તાઇવાનથી આવે છે. હાલ એ પાર્ટ્સ આવવામાં મોડું થઈ રહ્યું છે. કારમાં લાગતી એક ચીપ જેને સેમી કન્ડક્ટર કહેવામાં આવે છે તે તાઇવાનથી આવે છે. આ ચીપનો સપ્લાય હાલ ઓછો છે. આ ચીપ આમ તો નાની વસ્તુ છે પણ તેના કારણે પ્રોબ્લેમ આવી રહ્યો છે. કંપનીઓમાં હજારો કાર્સ મેન્યુફેક્ચરિંગ બનીને તૈયાર પડી છે પરંતુ આ ચીપનો સપ્લાય ઓછો હોવાના કારણે કામ અટકી રહ્યું છે.

આ પણ વાંચો: Maruti Suzuki લૉન્ચ કરવાની છે બે નવી CNG કાર, કિંમત ફક્ત રૂપિયા 6 લાખ જાણો વિગતો

એવું પણ નથી કે આ ચીપનો સપ્લાય બંધ થઈ ગયો છે. ચીપ આવી રહી છે પરંતુ તેનો જોઈએ એટલો જથ્થો નથી આવી રહ્યો. દર વખતે આ ચીપના કારણે થઈ રહેલી મુશ્કેલીના કારણે ભારતની કેટલીક કંપનીઓએ આત્મનિર્ભર ભારત મિશન હેઠળ ચીપ બનાવવાનું જાહેર પણ કર્યું છે, તેમ પ્રણવ શાહે જણાવ્યું હતું.

નીચે વીડિયોમાં જુઓ: તહેવારોની ઉજવણી ઘરમાં જ કરવા સરકારની સલાહ
" isDesktop="true" id="1129852" >

બાઇકમાં ડિલિવરી શું સ્થિતિ છે તે અંગે પ્રણવ શાહ જણાવે છે કે, ટુ-વ્હીલર્સમાં આ ચીપ 300થી 500 સીસી બાઇકમાં લાગે છે. જેથી આવા બાઇકસના ડિલિવરી પણ મોડું થઈ શકે. મહત્વનું છે કે આપણે ત્યાં સારા મુહૂર્ત અને સારા દિવસોમાં લોકો કાર્સ ખરીદતા હોય છે. પરંતુ જો આપ કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારે કારની ડિલિવરી મેળવવાનું મુહૂર્ત અને દિવસ પણ એ રીતે જ નક્કી કરવો પડશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Production, Vehicle, અમદાવાદ, કાર, ભારત

विज्ञापन
विज्ञापन