અમેરિકાનો ઘર કંકાસ ગુજરાત હાઈકોર્ટમાં, પતિનો પાસપોર્ટ હાથમાં આવતા ભાંડો ફૂટ્યો


Updated: February 25, 2020, 8:59 PM IST
અમેરિકાનો ઘર કંકાસ ગુજરાત હાઈકોર્ટમાં, પતિનો પાસપોર્ટ હાથમાં આવતા ભાંડો ફૂટ્યો
પ્રતિકાત્મક તસવીર

યુવકે જુઠ્ઠું બોલી લગ્ન કર્યાં - એક દિવસ યુવતી તેમનો રૂમ ગોઠવતી હતી, તે દરમિયાન તેના હાથમાં તેના પતિ મુર્તઝાનો પાસપોર્ટ આવતાં તેને ખ્યાલ આવ્યો કે....

  • Share this:
હાઇકોર્ટે પતિ દ્વારા પુત્રની કસ્ટડી મેળવવાની હેબિયર્સ કોપર્સ અરજી મામલે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. આ મામલામાં હાઈકોર્ટે પતિ દ્વારા પુત્રની કસ્ટડી મેળવવા કેરલી હેબીયસ કોર્પસ અરજી ફગાવી શરીયા કાયદાનું પાલન કરવા ટકોર કરી છે. તમને જણાવી દઈએ કે, અગાઉ યુવકે જુઠ્ઠું બોલી લગ્ન કર્યાં બાદ પત્નીને સત્ય માલુમ પડતાં અડધી રાત્રે દીકરા સાથે કાઢી મૂકી હતી.

સમગ્ર સ્ટોરીની હકીકત એવી છે કે, વલસાડની યુવતીના લગ્ન ૧૧ જુલાઈ ૨૦૧૦ના રોજ વલસાડ મુકામે મૂર્તજા કૈદ મહુવાલા સાથે મુસ્લિમ રીતરિવાજ મુજબ થયાં હતાં. તે વખતે મૂર્તજા કૈદ મહુવાલા કોઇમ્બતુર ખાતે જન્મેલ અને અમેરિકન સિટિઝન થઈ ગયેલ હોવાની વાત કરવામાં આવી હતી. લગ્ન બાદ યુવતી અમેરિકા તેના સાસરે રહેવા ગયેલ અને તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયેલો.

એક દિવસ યુવતી તેમનો રૂમ ગોઠવતી હતી, તે દરમિયાન તેના હાથમાં તેના પતિ મુર્તઝાનો પાસપોર્ટ આવતાં તેને ખ્યાલ આવેલ કે અમેરિકન સિટિઝન શીપ મેળવવા માટે મુર્તઝા બાંગ્લાદેશમાં જન્મ્યો હોય તેવું લખાવેલ છે. આ વાત મુર્તઝાને ખબર પડતાં જ પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ ચાલુ થયેલ અને મુર્તઝાએ તેની પત્ની પર હાથ ઉપાડવાનો તથા તેને ધાક-ધમકી આપવાનો સિલસિલો ચાલુ થયો. તેને કહેવામાં આવ્યુ કે, તાત્કાલિક આ ઘરમાંથી નીકળી તારા પિતા પાસે પીયર જતી રહે, નહીંતર તારા શરીરના કોઈ ટુકડા પણ તારા મા-બાપને જોવા નહિ મળે.

આમ જુન ૨૦૧૭થી જ્યારે યુવતીને જાણ થયેલ કે મૂર્તઝા ખરેખર ભારતીય વ્હોરા નથી, પરંતુ બાંગ્લાદેશથી ભારતમાં આવી સ્થાયી થયેલ વ્હોરા છે, આ રીતે તે રોજેરોજ શારીરિક અને માનસિક રીતે ત્રાસ અપાતો અને એક દિવસ રાત્રે જુન ૨૦૧૭માં એને પહેરેલ કપડે ઘરમાંથી પુત્ર સાથે કાઢી મુકવામાં આવી હતી. યુવતી દ્વારા ભારત તેના પિતાનો સંપર્ક કરવામાં આવતાં, દાઉદી વ્હોરા જ્ઞાતિના આગેવાનોએ વચ્ચે પડતાં યુવતીનો ઓસ્ટ્રેલિયા રહેતો ભાઈ અમેરીકા બે-ત્રણ દિવસમાં પહોંચે, ત્યાં સુધી ઘરમાં રહેવા મંજૂરી આપી હતી. ત્યારબાદ યુવતીનો ભાઈ ઓસ્ટ્રેલિયાથી આવી યુવતી તથા તેના દીકરાને તેમની સાથે ઓસ્ટ્રેલિયા લઈ ગયેલ અને ત્યારબાદ ત્રણ મહિના પછી તેઓ બંને ભારત આવ્યા હતા. આ દરમ્યાન યુવતી વિરુધ્ધ ભળતી-સળતી હકીકતોને રજૂ કરી ડલાસ અમેરીકા ખાતે પતિ મુર્તઝા દ્વારા કેસ કરવામાં આવ્યો હતો અને તેની પત્ની, તેનો પુત્ર તથા મોટી રકમ અર્થાત્ ૭૫,૦૦૦/- ડૉલર ચોરી જતાં રહ્યાં છે, તેવાં આક્ષેપો કરવામાં આવ્યા હતા.

યુવતી દ્વારા એક‌ વકીલ રાખી જવાબ રજુ કરાતાં પોતાનો ભાંડો ફૂટી જશે તેમ લાગતાં, મુર્તઝા દ્વારા ભારત આવી ભારતીય કોર્ટમાં અલગ અલગ કેસ દાખલ કરવામાં આવ્યા, અને તે દરમ્યાન, મુંબઈ ખાતે આવેલ દાઉદી વ્હોરા સમાજની ઓફિસમાં તારીખ ૦૭-૦૨-૨૦૧૮ એક મિટિંગમાં બંને પક્ષકારો સામસામા કેસ પાછાં ખેંચશે અને શરિયા મુજબ આગળ વધશે, તેવું એક લખાણ ધાર્મિક આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું અને તે મુજબ યુવતી દ્વારા અમેરિકા ખાતે તેમના વકીલને કેસમાંથી છૂટાં કરવામાં આવ્યાં, જે હુકમ તારીખ ૦૨-૦૪-૨૦૧૮ના રોજ ડલાસ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો, પરંતુ ત્યારબાદ મુર્તઝાને છૂટો દોર મળી ગયો અને તેણે ડલાસ કોર્ટમાંથી એક પછી એક ઑર્ડર સમાધાનની હકીકત છુપાવી અને લીધાં અને તે હુકમોને પાયો બનાવી નામદાર ગુજરાત હાઇકોર્ટમાં હેબીઅસ કોર્પસ અરજી દાખલ કરવામાં આવી. તેમાં શરિયા કાયદાની જોગવાઇઓ તથા વિદેશની કોર્ટના ચુકાદાને કઇ રીતે ભારતમાં લાગું પાડી શકાય તથા યુવતી હવે પછી કાયદાકીય સલાહ લઇને અમેરીકામાં ડલાસ કોર્ટ સમક્ષ અરજી કરી સત્ય હકીકત રજૂ કરી, ડલાસ કોર્ટ દ્વારા કરવામાં આવેલા હુકમો ખોટી રજૂઆત કરી મેળવવામાં આવેલાં હોય પરત ખેંચવા અંગે અરજી કરવાનો તેમનો હક્ક અબાધિત રાખે છે, તેવી રજૂઆત કરી.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ન્યાયમૂર્તિ શૈલેષભાઈ બ્રહ્મભટ્ટ તથા વી. ની. પટેલની ખંડપીઠે શકવર્તી ચુકાદો આપી પતિ મુર્તઝાની અરજી ફગાવી બંને પક્ષકારોને સ્થાનિક કોર્ટમાં કાયદાની જોગવાઇઓ મુજબ તેમના કેસ ચલાવવા હુકમ કર્યો છે.
First published: February 25, 2020
વધુ વાંચો
अगली ख़बर