અમદાવાદ : એપ્લિકેશન મારફતે ચાલતું પોન્ઝી સ્કીમનું કૌભાંડ પકડાયું

અમદાવાદ : એપ્લિકેશન મારફતે ચાલતું પોન્ઝી સ્કીમનું કૌભાંડ પકડાયું
આરોપીઓ એપ્લિકેશન મારફતે લોકોને પૈસાનું રોકાણ કરાવતા હતા

આરોપીઓ એપ્લિકેશન મારફતે લોકોને પૈસાનું રોકાણ કરાવતા હતા

  • Share this:
અમદાવાદ : ઓનલાઇન શોપિંગનો ક્રેઝ વધતો જાય છે જેનો લાભ હવે ગઠીયાઓ ઉઠાવી અને લોકો સાથે છેતરપિંડી કરવા અવનવી સ્કીમો લાવતાં હોય છે. જેમાં લોકોને રોકાણ કરાવી લાખો રૂપિયા પડાવી પછી ફરાર થઇ જતાં હોય છે. આનંદનગર વિસ્તારમાં આવી જ એક પોન્ઝી સ્કીમના કૌભાંડનો આનંદનગર પોલીસે પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી પાંચ હાર્ડડિસ્ક અને બે મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. આરોપીઓ LOOK N LIKE નામની એપ્લિકેશન મારફતે લોકોને પૈસાનું રોકાણ કરાવતા હતા. ઓનલાઇન શોપિંગ પોર્ટલ પર વસ્તુની ખરીદ વેચાણની લાલચ આપી બીજા સભ્યો બનાવી માર્કેટિંગની ચેઇન બનાવી પોન્ઝી સ્કીમ ચલાવતાં હતા.

આનંદનગર પોલીસને બાતમી મળી હતી કે પ્રહલાદનગર રોડ પર ઈન્દ્રપ્રસ્થ 3 કોમ્પ્લેક્સમાં સાતમા માળે આવેલી ઓફિસમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને પોન્ઝી સ્કીમ ચલાવવાનું કૌભાંડ ચાલે છે. જેથી પીએસઆઇ વી આર ચૌહાણ અને તેમની ટીમે ઓફિસમાં દરોડા પાડ્યા હતા. ઓફિસમાં શેરાભાઈ ઉર્ફે શૈલેશ વજીર મળી આવ્યો હતો. જેની પાસેથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેમાં LOOK N LIKE નામની એપ્લિકેશન મળી આવી હતી. ઉપરાંત ફોનમાં અલગ અલગ 6 જેટલા ગ્રુપ મળી આવ્યા હતા. જેમાં એક હજારથી વધુ લોકો જોડાયેલા હતા. ઓફિસમાં અન્ય 10 જેટલા લોકો પણ મળી આવ્યા હતા. જે આ સ્કીમ માટે લેવાતી મિટિંગમાં ભાગ લેવા આવ્યા હતા.આ પણ વાંચો - સુરત : અંગતપળોનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી સગીરા પાસે 2.80 લાખ રૂપિયાની ચોરી કરાવી

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ LOOK N LIKE નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવતા હતા. જેમાં રૂ.1500નું રિચાર્જ કરાવવાનું કહેતા હતા. દરરોજના તેમને 21 રૂપિયા વર્ચ્યુઅલ કરન્સી વોલેટમાં જમા કરતા હતા. ઉપરાંત ઓનલાઇન શોપિંગ સાઈટ ઉપરથી વસ્તુની ખરીદી અંગે પણ કરવાની લાલચ આપી હતી. જો કે હજી તેવી કોઈ શોપિંગ કરવામાં આવી નથી.

ગત તા. 1 ડિસેમ્બરથી જ અમદાવાદમાં આ સ્કીમના નામે કૌભાંડ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસે એક આરોપીની ધરપકડ કરી બે ફોન અને પાંચ હાર્ડડિસ્ક કબ્જે કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. મુખ્ય આરોપી અવિનાશ શર્મા અને રાજકુમાર ઝડપાયા પછી આ કૌભાંડ અંગે વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ રહેલી હોવાનું પોલીસ માની રહી છે.
Published by:Ashish Goyal
First published:December 22, 2020, 22:51 pm