'રૂપિયા આપો નહિ તો નહીં છોડીએ' અમદાવાદના PSIની દાદાગીરી

News18 Gujarati
Updated: May 8, 2019, 5:02 PM IST
'રૂપિયા આપો નહિ તો નહીં છોડીએ' અમદાવાદના PSIની દાદાગીરી
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
ભાવિક આચાર્ય, અમદાવાદઃ શહેરમાં શાંતિ વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ કાર્યરત છે, લોકોને કોઇ ફરિયાદ હોય તો તેઓ પોલીસ પાસે જઇ પોતાની વાત કરે છે, પરંતુ પોલીસ દ્વારા જ ખોટી રીતે હેરાન કરવામાં આવે તો ? આવું બન્યું અમદાવાદના એક વ્યક્તિ સાથે. અહીં શાહપુરના PSI વિરુદ્ધ દાદાગીરી અને ખોટી રીતે માર માર્યાની રજૂઆત પોલીસ કમિશનરને કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાપ્ત વિગત પ્રમાણે પારિવારિક ઝઘડામાં પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ ખાનપુર PSIએ આરોપી પતિની ધરપકડ કરી. જો કે આરોપો સાબિત થાય એ પહેલા જ PSIએ આરોપી પતિને બેફામ ગાળો અને માર માર્યો હતો જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. સમગ્ર મામલે આરોપી પતિએ પત્ની અને PSI વિરુદ્ધ કોર્ટમાં રજૂઆત કરી કે તેને ખોટી રીતે ફસાવી બેફામ માર મારવામાં આવ્યો એટલું જ નહીં PSI દ્વારા એવું કહેવામાં આવ્યું કે રૂપિયા આપો નહીં તો નહીં છોડીએ.

અહીં ક્લિક કરી વાંચોઃ ભાવનગરઃ બોરતળાવ વિસ્તારમાં યુવકની છરી વડે કરાઇ હત્યા

આરોપી પતિએ પોલીસ કમિશનર એ કે સિંઘને ન્યાય માટે અરજી કરી છે. આ અરજીમાં આરોપી પતિએ PSI વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં બેફામ માર મારવા અને લાંચ માગવાનો ઉલ્લેખ કર્યો છે. તો આરોપી પતિએ કોર્ટમાં પોતાની આપવીતિ જણાવી હતી, કોર્ટે આરોપી પતિને જામીન પર મુક્ત કરી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલ્યો હતો.
First published: May 8, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading